Only Gujarat

International TOP STORIES

60 વર્ષ પહેલાનું અમેરિકા, રસ્તા પર જોવા મળતો હતો આ રીતનો માહોલ, તસવીરોમાં માણો

ન્યૂ યોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઇને દેશમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ ચૂંટણી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણીના પરિણામની અસર માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશાના સંબંધ પર પણ ચોક્કસ પડશે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની શાખ બચાવવાની કોશિશ કરી રહ્યા છે તો બીજી બાજુ તેમના પ્રતિસ્પર્ધી પણ એડી ચોટીનુ જોર લગાવી રહ્યાં છે. ચૂંટણીના માહોલ વચ્ચે અમેરિકાની એક તસવીર સામે આવી છે. અમેરિકાના પ્રખ્યાત ફોટોગ્રાફરે 50 વર્ષ પહેલાની અમેરિકાની રંગ રૂપની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં દર્શાવવામાં આવ્યું છે કે, 50 વર્ષ પહેલા લોકો કેવી રીતે રહેતા હતા. જોએલ મેઆરોવિટજ નામના આ ફોટોગ્રાફર બ્રોંક્સમાં ભણ્યો અને ફોટોગ્રાફર બન્યા પહેલા તે સેલ્સમેનથી માંડીને બોક્સર પણ રહી ચૂક્યાં છે. જોઅલે ન્યૂયોર્કથી માંડીને અમેરિકાના દરેક મહત્વના શહેરના ફોટો લોકો સાથે શેર કર્યાં છે. તો આ તસવીરમાં જુઓ, આજથી 50 વર્ષ પહેલા અમેરિકાના રસ્તા કેવા દેખાતા હતા? અને ત્યાંના લોકોની લાઇફ સ્ટાઇલ કેવી હતી?


1962માં જોએલ મેઆરોવિટજ 24 વર્ષના હતા. તે ન્યૂયોર્કના પ્રસિદ્ધ ફોટોગ્રાફર રોબર્ટ ફ્રેન્ડના કામથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમના કામથી પ્રેરણા લઇને જ તેમણે વિજ્ઞાપન એજન્સીની કંપની છોડી દીધી. તેમણે તેમના પૂર્વ બોસ પાસેથી કેમેરો ઉધાર લીધો અને મેનહટ્ટનના રોડ પર તસવીરો ખેંચવા નીકળી પડ્યા. તેમણે ડેઇલી મેઇલ ડોટ કોમને જણાવ્યું કે, તે હંમેશાં પરેડ માટે જતાં હતા, જ્યાંથી તેમને પહેલી વાર એક સ્ટ્રીટ ફોટોગ્રાફર તરીકે તેમની ઓળખ બનવાની શરૂ થઇ. આ તમામ ફોટો ન્યૂયોર્કમાં 1963માં ખેંચવામાં આવ્યા હતાં.


ન્યૂયોર્ક શહેરની તસવીર લીધાના વર્ષો બાદ જોએલ મેએરોવિટજે દેશના અન્ય વિસ્તારો જેવા કે કેપ કોડને કેમેરામાં કેદ કર્યું. આ ફોટો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને વેલફેટ, મૈસાચુસેટસને 1977માં ક્લિક કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમને કોકટેલ પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે તેમનો પરિવાર કેપ કોડમાં રહેતો હતો. આ સમયે તેમણે 35 મિમિ કેમેરા પર સ્વિચ કરી લીધું હતું, જેને તે તેમની સાથે લઇ ગયા હતા. અહીં ગયા બાદ તેમની નજર એક સુંદર યુવતી પર પડી. તેમણે તેમની પરવાનગી લઇને તેની તસવીર ખેંચી હતી.


ફોટાગ્રાફર જોએલ મેએરોવિટજનો જન્મ 1938માં થયો હતો. તેમનું બાળપણ બ્રોંક્સના એક શ્રમિક વર્ગના પાડોશમાં વિત્યું. તે વધુ સમય તેમના પિતા સાથે વિતાવતા હતા. તેમના પિતા એક સેલ્સમેન હતા. તેમણે જણાવ્યું કે, મારા પિતાએ મારી સામે ઘટતી ઘટનાને જોવાનો અલગ દષ્ટિકોણ આપ્યો. તે જોઅલને બધી જ ઘટના બતાવતા હતા. જેમકે “જોઅલ આ જો, “જોઅલ પેલું જો” તે જે જગ્યાએ ઇશારો કરતા ત્યાં કંઇકને કંઇ ઘટના ઘટતી. ક્યાંક કોઇ વ્યક્તિ કેળાની છાલ પર લપસી જતો તો કોઇ વીજળીના પોલ પર લટકી જતો. આ તસવીર 1963ના ન્યૂયોર્કની છે.


જોએલ ઓહિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં ચિકિત્સા ચિત્રણ, કલા અને ઇતિહાસ અને પેઇન્ટિંગનો અભ્યાસ કરવા આવ્યા હતા. આ સમયે તેમણે અહીં ગરમીની રજામાં કેટ્સકિલ્સમાં એક વેટર તરીકે કામ કર્યું હતું. 1959માં સ્નાતક થયા બાદ તે ફ્લોરિડા જતાં રહ્યાં અને અહીં તેમણે એક હોટલમાં નોકરી કરી. આ મારો ચુવાનીનો કાળ હતો. આ તસવીર ફ્લોરિડામાં 1967માં લેવામાં આવી હતી.

જોએલ મેએરોવિટજે જણાવ્યું કે, તેમનું નવું પુસ્તક માસ્ટર્સ ઓફ ફોટોગ્રાફીના ઓનલાઇન ક્લાસમાં લોકોની ભાગીદારી વધી રહી છે. તેમણે ડેઇલી મેલ ડોટ કોમમાં જણાવ્યું કે આ તસવીર પ્રોવિંસટાઉન, 134 મેસાચુસેટસ, 1977માં લેવામાં આવી હતી. જે તેમની ફેવરિટ તસવીર છે. આ તસવીર ગરમીની સિઝનમાં સાંજે આઠ વાગ્યે લેવામાં આવી હતી.

1978માં જોએલ મેએરોવિટસને સેન્ટ લુઇસ મિસૌરીને તસ્વીર લગાવવા માટે કમિશન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઇમારતોને તોડવામાં આવી રહી હતી. પાર્કિંગને ઉપર બનાવવામાં આવી રહ્યું હતું. શહેરમાં મોટા ફેરફાર થઇ રહ્યાં હતા. તે સમયે આ તસવીર પ્રતિષ્ઠિત ગેટ વે આર્કને માઉન્ટ માઉન્ટ ફૂજીના રૂપમાં ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ 1978ની છે. તસવીરમાં સેન્ટ લુઇસ, મિસોરી આર્કની સાથે-સાથે એક સિન્ડ્રો બ્લોક સંરચના અને પાર્કિંગમાં ઉભેલી બે કાર જોવા મળે છે.

ફોટોગ્રાફરે અમેરિકાના લોકોની દરેક એક્ટિવિટીને ખૂબ જ ઊંડાણપૂર્વક જોઇ છે અને ત્યારબાદ જ તેને કેમેરમાં કંડારી છે. આ તસવીર વિશે તેમણે જણાવ્યું કે તેને 1967માં ખેંચવામાં આવી હતી. આ મહિલા તેના પતિને પોઝ આપી રહી હતી. જો કે એ ચક્કરમાં તે ફસાઇ ગઇ.

આ તસવીરને 1976માં ન્યૂયોર્કમાં ખેંચવામાં આવી હતી. જોએલ ક્યારેક ફોટોગ્રાફર બનવા ન હતા માંગતા. જો કે લોકોની લાઇફ સ્ટાઇલ અને નાની નાની એક્ટિવિટી જોઇને ક્યારે તેમને કેમેરામાં કંડારવાની ચાહત જાગી તે તેમને પણ ખબર નથી. તેમણે જણાવ્યું કે બસ આ ચાહત જાગ્યા બાદ પાછું વળીને જોયું નથી. નોકરી છોડી દીધી અને કેમરો થામી લીધો.

આ ફોટોગ્રાફર દ્રારા પ્રસ્તુત કરેલ પુસ્તકનું કવર છે. જોએલ ગત 60 વર્ષથી અમેરિકાની ગલીઓમાં કેમેરો લઇને ફરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, એક બેસ્ટ ક્લિક માટે લોકોની કહાણીને સમજવી પણ એટલી જ જરૂરી છે, ત્યારે જ બોલતી તસવીર કેમેરામાં કેદ કરી શકો છો.


ભીડભાડની વચ્ચે ક્યારેક અમેરિકાની લાઇફ આવી પણ હતી. એ સમયે બધું જ ખૂબ જ આરામથી થતું હતું. રોડ પર કેટલીક ફેશનની ઝલક પણ જોવા મળી હતી. આ સમયે ભીડ ઓછી હતી અને લોકોની જિંદગીમાં પણ શાંતિ હતી. આ તસવીર 1960 ન્યૂયોર્કની છે, જેમાં દરેક લોકો તેમના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.

યુવતીઓને તેમની તસવીર માટે પોઝ કરાવતા ફોટોગ્રાફર, આ કલરફૂલ તસવીરથી લોકોને તે સમયના અમેરિકાને સમજવામાં મદદ મળી રહી છે.

You cannot copy content of this page