Only Gujarat

Bollywood FEATURED

250 કરોડની પ્રોપર્ટીની માલિકન છે ‘ધકધક ગર્લ’, ફિલ્મો સિવાય અહીંથી કરે છે અધધધ…કમાણી

મુંબઈઃ માધુરી દીક્ષિત 55 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 15 મે, 1967એ મુંબઈમાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી માધુરી આ ઉમંરે પણ એક્ટિવ છે, ઉલ્લેખનીય છે કે તે અત્યારે ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. લૉકડાઉનને કારણે તે ઘરે ફેમિલી સાથે સમય પસાર કરી રહી છે. તેમની પ્રોપર્ટીની વાત કરીએ તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે લગભગ 250 કરોડ રૂપિયાની માલિક છે. દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની પ્રોપર્ટી છે. ઉલ્લેખનીય છે કે માધુરી પાસે જેટલી પ્રોપર્ટી છે એટલી પ્રોપર્ટીમાં બાહુબલી જેવી એક ફિલ્મ બની શકે છે.

માધુરી અંદાજે એક ફિલ્મના 50 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે આજે ઓછી ફિલ્મો કરે છે, પણ તે એક ફિલ્મના 4થી 5 કરોડ લે છે.

રિપોર્ટ મુજબ, તેમની પ્રોપર્ટી મુંબઈ અને અમેરિકામાં છે. તેમની પાસે અનેક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ અને કોમર્શિય પ્રોપર્ટી છે.

માધુરીએ થોડાં વર્ષ પહેલાં ફ્લોરિડામાં ઘણી પ્રોપર્ટી ખરીદી હતી. તેમણે મિયામીમાં એક મૉલ પણ ખરીદ્યો છે. તે ઑડી, રૉલ્સ રૉયસ અને સ્કોડા રેપિડ જેવી અનેક લગ્ઝરી કાર ચલાવે છે.

માધુરી રિઆલિટી શૉને જજ કરવા માટે એક સેશનનાં 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટ માટે અલગથી ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત તે એડર્વટાઇઝમેન્ટથી પણ અધધધ… કમાણી કરે છે.

માધુરી અને તેના પતિ છેલ્લા પાંચ વર્ષથી યુરેકા ફોર્બ્સ એમ્બેસેડર છે અને તે 100 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે.

માધુરીએ 1984માં ફિલ્મ ‘અબોધ’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલી જ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. આ પછી 1988માં આવેલી ફિલ્મ ‘તેજાબ’થી માધુરી રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મનું ‘એક દો તીન’ આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

માધુરી દીક્ષિતે ‘રામ લખન’, ‘ત્રિદેવ’, ‘બેટા’, ‘ખલનાયક’, ‘કિશન કનૈયા’, ‘દિલ’, ‘હમ આપકે હૈ કોન’, ‘દીલ તો પાગલ હૈ’, ‘દેવદાસ’, ‘સાજન’, ‘થાનેદાર’ સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page