Only Gujarat

FEATURED Gujarat

માત્ર 500 રૂપિયા લઈને ઘરેથી મુંબઈ નિકળ્યાં હતાં ધીરૂભાઈ અંબાણી પછી….

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે દેશનું સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરનારા ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો. ધીરુભાઇનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. ધીરૂભાઈ અંબાણીની સંઘર્ષભરી કહાની વાત કરવામાં આવે તો, ગુજરાતના નાનકડા ગામમાંથી ધીરુભાઈ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે એમનાં ખિસ્સામાં માત્ર ને માત્ર 500 રૂપિયા હતાં. ત્યારબાદ એમણે 500 રૂપિયામાંથી અરબો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કર્યું. જે હાલ ધુરૂભાઈ અંબાણીને પુત્ર મુકેશ અંબાણી સંભાળી રહ્યાં છે.

‘જો તમે તમારાં સપના પૂરા કરવાની કોશિશ નહીં કરો તો બીજા લોકો તમને એમનાં સપના પૂરા કરવાનાં કામે લગાડી દેશે.’ આ શબ્દો દેશનાં જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન ધીરુભાઈ અંબાણીએ કહેલા છે.

ધીરુભાઈ અંબાણીએ ભારતના વેપાર-ઉદ્યોગને એક નવી દિશા આપી. એક ભજીયા વેચનાર સામાન્ય માણસ આખી દુનિયામાં પ્રસિધ્ધ થઈ ગયો. ભજીયા વેચનાર માણસ બની ગયો “બિઝનેસ ટાઈકૂન”. ધીરજલાલ હીરાલાલ અંબાણી ઉર્ફે ધીરુભાઈ અંબાણી ગુજરાતના સામાન્ય શિક્ષક પરિવારમાં 28 ડિસેમ્બર 1932ના રોજ જન્મ્યા હતાં. એમણે ફક્ત હાઈસ્કુલ સુધી જ અભ્યાસ કર્યો હતો પરંતુ પોતાની મહેનત, લગન અને દ્રઢ સંકલ્પથી પોતાના સપના પૂરા કર્યા.

પોતાના શરૂઆતનાં દિવસોમાં ધીરુભાઈ અંબાણી જૂનાગઢ માં માઉન્ટ ગિરનાર પર આવનાર તીર્થયાત્રીઓ ને ભજીયા વેચતા. ત્યારબાદ યમનનાં એડેન શહેર માં “એ. બેસ્સી એન્ડ કંપની” માં રૂ.300 પ્રતિમાસના પગારે એમણે કામ કર્યું અને પછી ભારત પાછા આવ્યાં.

વર્ષ 1966માં ધીરુભાઈ અંબાણીએ ગુજરાતનાં નરોડામાં પહેલી ટેક્સટાઈલ મિલની સ્થાપના કરી. લગભગ 14 મહિનામાં જ દસ હજાર ટન પોલિએસ્ટર યાર્ન ઉત્પાદન પ્લાન્ટ બનાવીને વિશ્વ વિક્રમ બનાવ્યો. ત્યારબાદ ધીરુભાઈએ “વિમલ”‘ (Vimal) બ્રાન્ડ શરૂ કરી. આર્થિક પરિસ્થિતિને કારણે ધોરણ-10 થી વધું નહીં ભણેલ યુવાન જાણી ગયેલ કે શેર માર્કેટને આપણાં પક્ષમાં કેમ કરવું. આજે શેર માર્કેટમાં એમનું નામ ખૂબ જાણીતું છે.

ધીરુભાઈ અંબાણીની મહેનત અને વિઝનથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે આસમાને પહોંચી છે. 1976 માં 70 કરોડ રૂપિયાની કંપની 2002માં 75000 કરોડ ની બની ગઈ. કંપનીના આ જબરદસ્ત ગ્રોથને કારણે દુનિયાની 500 મોટી કંપનીમાં નામ સામેલ થયુ. વિશ્વની મોટી કંપનીમાં સૌપ્રથમવાર નામના મેળવનાર રિલાયન્સ ભારતની એકમાત્ર કંપની છે.

વર્ષ 2006 માં દુનિયાની ધનિક વ્યક્તિઓનાં નામની ફોર્બ્સ યાદીમાં ધીરુભાઈએ 138મું સ્થાન મેળવ્યું હતુ. આ સમયે એમની સંપતિ 2.9 બિલિયન ડોલર હતી. એ જ વર્ષે 6 જુલાઈના રોજ ધીરુભાઈ અંબાણીએ દુનિયાને અલવિદા કહીં દીધું હતું.

You cannot copy content of this page