Only Gujarat

Bollywood FEATURED

ગરીબીમાં પસાર થયું હતું ભારતીસિંહનું બાળપણ, એક સમયે પરિવારને ખાવાના પણ હતાં ફાંફાં

મુંબઈઃ કોમેડિયન ભારતીસિંહને દરેક લોકો ઓળખે છે. ભારતીનો હસાવવાનો અંદાજ દરેક લોકોને ખૂબ જ પસંદ છે અને આ સાથે જ આજે તે એક સફળ સેલેબ્રિટી પણ છે. ભારતીસિંહે સફળ થવાં ખૂબ જ મહેનત કરી છે. ભારતીએ બાળપણમાં જ તેનાં પિતાને ગુમાવ્યા હતાં. ભારતીના પરિવારની સ્થિતી ખરાબ હોવાથી ઘણીવાર તેમને ભૂખ્યા પેટે સૂવું પડતું હતું. ભારતી તેના વજનને લીધે રાત-દિવસ રડ્યા પણ કરતી હતી. તો આજે સુપર કોમેડિયન ભારતીસિંહની આવી જ કેટલીક અજાણી વાતો તમને જણાવીએ…

ભારતીએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘હું એક મિડલ ક્લાસ ફેમેલિમાંથી આવું છુ અને અમે ત્રણ ભાઈ બહેન છીએ. મારી માતાએ 17 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હતાં અને તમે વિશ્વાસ નહીં કરો કે 23 વર્ષની ઉંમરે તે ત્રણ બાળકોની માતા બની ચૂક્યા હતાં.’

ભારતીએ કહ્યું હતું કે, ‘મેં 2 વર્ષની ઉંમરે જ મારા પિતા ગુમાવ્યા હતાં. એટલા માટે તેમના સાથે જોડાયેલી કોઈ યાદ મારી પાસે નથી. મારી માતાએ બીજા લગ્ન કરવાનું વિચાર્યા કરતાં સ્ટ્રગલ કરવાનું નક્કી કર્યું. મારું બાળપણ ગરીબીમાં પસાર થયું. મોટાં ભાઈ બહેન દિવસ-રાત અમારા માટે ખાવાનું અને સુરક્ષિત છત્રછાયામાં રાખવામાં મહેનત કરતાં હતાં. ક્યારે ભૂખ્યા પેટે ખાઈને સૂવું પડતું હતું.’

ભારતીએ કહ્યું કે, ‘હું પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. રાઇફલ શૂટર બનવા માગતી હતી. કૉલેજના દિવસોમાં મને નેશનલ અને સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં પંજાબથી રિપ્રેજન્ટ કરાઈ હતી પણ, તે પછી કૉલેજ છૂટી ગઈ હતી. કેમકે, મારો પરિવાર પિસ્તોલ શૂટિંગની ટ્રેનિંગનો ખર્ચો કરી શકવા સક્ષમ નહોતી.’

કૉમેડિક્વીન ભારતીએ કહ્યું કે, ‘મેં તે સમય પણ જોયો છે કે , જ્યારે મારી પાસે કૉલેજની ફી ભરવા માટે પણ રૂપિયા નહોતાં. જો કે, મેં પંજાબ માટે અનેક મેડલ જીત્યા, જેને લીધે મારું એજ્યુકેશન ફ્રીમાં થયું હતું. મેં પંજાબની ટેક્નિકલ યૂનીવર્સિટીથી હિસ્ટ્રીમાં MA કર્યું છે.’

ભારતીએ વધુમાં કહ્યું કે, ‘મારી પાસે રૂપિયાની કમી હતી. એટલા માટે મેં એક્ટિંગ લાઇન પસંદ કરી. મારી ફેમિલી આર્થિક તંગીથી ઝઝૂમી રહી હતી. જ્યારે હું કરિયર બનાવવા માટે મુંબઈ આવી તો મારા રિલેટિવ શંકા કરી રહ્યા હતાં. જ્યારે હું સ્ટેજ પર કોમેડી કરતી હતી ત્યારે તે લોકો મારી મજાક ઉડાવતાં હતાં પણ, અત્યારે તે લોકો તેમના બાળકોનું મુંબઈમાં કરિયર બનાવવા માટે મારી પાસે સલાહ લે છે.’

ભારતીએ 2018માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતાં. બંનેએ એક બીજાને સાત વર્ષ સુધી ડેટ કર્યા હતાં. આ ઉપરાંત બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ પણ છે. આજે બંને સોશિયલ મીડિયાથી એકબીજાનાં કોમેડી વીડિયોથી લોકોને હસાવતાં રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page