Only Gujarat

FEATURED National

સિગારેટ પી રહેલી બે યુવતીનો વીડિયો બનાવવો પોલીસ કર્મીને ભારે પડ્યો? જાણો કેમ

મધ્યપ્રદેશના જબલપુરમાં લોકડાઉન દરમિયાન બે તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. પ્રથમ તસવીરમાં એક સ્કૂટી પર સવાર બે યુવતીઓ નજર આવી રહી છે જે લોકડાઉન તોડી માસ્ક વગર ઘરની બહાર નીકળી અને જાહેર રસ્તા પર સિગારેટ પી રહી હતી. પોલીસના બે કોરોના ફાઇટરે યુવતીઓને સમજાવી તેમનો વીડિયો બનાવી લીધો અને તેને વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ બંને યુવતીઓએ વીડિયો વાયરલ કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

લોકડાઉન તોડવા અને માસ્ક વગર રસ્તા પર સ્કૂટીમાં ફરતી પકડાયા બાદ યુવતીઓએ હાથ જોડી માફી માગી લેતા તેઓને છોડી મૂકવામાં આવી હતી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ યુવતીઓએ બંને કોરોના ફાઇટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ઘટના ગ્વારીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે કોરોના ફાઇટર વિરુદ્ધ છેડછાડ અને આઇટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

વાયરલ થઇ રહેલી બીજી તસવીર લોકડાઉન તોડી એક જ સ્કૂટર પર પોતાની બહેન અને બે નાના-નાના બાળકો સાથે રસ્તા પર ફરી રહેલા શખ્સની છે. વીડિયોમાં મહિલા પોલીસ દ્વાર તેનું નામ-સરનામું પુછ્યા બાદ નાના નાના બાળકો સાથે ફરવા પર ગુસ્સાનો સામનો કરવો પડ્યો. જબલપુરમાં હાલ કોરોનાના 76 પોઝિટિવ કેસ છે અને પ્રશાસને લોકડાઉનનું કડક પાલન કરવાના આદેશ આપ્યા છે.

મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. પોલીસ અને પ્રસાસન સંપૂર્ણ રીતે સતર્ક છે જે લોકો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ નિયમનું પાલન નથી કરી રહ્યાં તેમની સાથે કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page