Only Gujarat

Bollywood FEATURED

માતાનું મોત થયું ત્યારે દુખી થવાની બદલે આ કામ કરી રહ્યો હતો સંજય દત્ત

મુંબઈઃ સંજય દત્ત 61 વર્ષનો થઈ ગયો છે. તેમનો જન્મ 29, જુલાઈ 1959એ મુંબઈમાં થયો હતો. સંજય દત્તના જન્મદિવસના દિવસે તેમની અપકમિંગ ફિલ્મ ‘KGF 2’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. સંજય દત્ત આ ફિલ્મમાં વિલન અધિરાનો રોલ પ્લે કરશે અને આ સાથે સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યું કરશે. જોકે, સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘સંજૂ’માં તેમના ઊતાર-ચઢાવ દેખાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અમે તમને સંજય દત્તના જીવન સાથે જોડાયેલા અમુક કિસ્સા જણાવીએ. (નોંધ: ઉપર જે તસવીર લેવામાં આવી છે તે The Indian Express માંથી લેવામાં આવેલ છે)

સંજય દત્તને બાળપણથી જ ઘરમાં તે દરેક સુખ સુવિધાઓ મળી જે અમુક જ લોકોના નસીબમાં હોય છે. સંજય દત્તના માતા-પિતા નરગીસ અને સુનિલ દત્ત બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતાં. એવામાં પરિવાર પાસે રૂપિયાની કોઈ અછત નહોતી અને માતા-પિતા બંને તેમના કરિયરમાં વ્યસ્ત હતા. આ દરમિયાન સંજય દત્તે કૉલેજ જવાનું શરૂ કર્યું અને ખરાબ સંગતને લીધે ગાંજા અને ડ્રગ્સની લત લાગી ગયો. સંજયને બાળપણથી જ ભણવામાં કોઈ રસ નહોતો પણ, તેમના પિતા સુનિલ દત્તના કહેવાથી તેમણે કૉલેજનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

સંજય દત્તના પિતા સુનિલ દત્તને સંજયની ગાંજા અને ડ્રગ્સની લત વિશે જાણ નહોતી, પણ તેમની માતા નરગીસને જાણ થઈ ગઈ હતી. જ્યારે સંજય દત્ત જાતે જ તેમના રૂમમાં બંધ રહેવા લાગ્યો હતો ત્યારે નરગીસને સંજય દત્ત પર ત્યારે શંકા થઈ હતી. સંજય દત્તની માતા નરગીસને જાણ હોવાં છતાં તેમણે આ વાતની જાણ સુનિલ દત્તને કરી નહોતી. નરગીસને લાગ્યું કે, તે તેમના પ્રેમ અને પોતાની રીતે સંજયને લાઇન પર લાવી શકે છે, પણ આવું થઈ શક્યું નહોતું.

સુનિલ દત્તને જ્યારે સંજય દત્તની ગાંજા અને ડ્રગ્સની લત વિશે ત્યારે જાણ થઈ જ્યારે સંજયની ડ્રગ્સની લતમાં ધરપકડ થઈ અને સનીલ દત્તને ખૂબ જ દુખ થયું હતું. તેમણે સંજયને કામમાં વ્યસ્ત રાખવાનું શરૂ કરી દીધું. સુનીલ દત્તને લાગ્યું કે, સંજય દત્તને ડ્રગ્સ લેવાની ખોટી આદત છૂટી જશે. આ માટે સુનીલ દત્તે એક દિવસ સંજય દત્તને તેમની ઑફિસ ડેબ્યુ ફિલ્મ અંગે વાતચીત કરવા બોલાવ્યો હતો. તે સમયે સંજયે ડ્રગ્સનો હાઇડૉઝ લીધો હતો. સુનીલ દત્તે તેમના દિકરાને આવી હાલતમાં પહેલીવાર જોયો હતો.

ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત એક તરફ ડેબ્યુ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત હતાં, બીજી તરફ તેમની માતા નરગીસ દત્તની તબિયત બગડવા લાગી હતી. નરગીસને કેન્સર હતું. વર્ષ 1981માં સંજય દત્તની ડેબ્યુ ફિલ્મની રિલીઝ ડેટ 8 મે નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન નરગીસની તબિયત બગડવાને લીધે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યાં, એક તરફ સુનીલ દત્ત અને તેમનો પરિવાર નગરીસના સ્વાસ્થ્યને અંગે ચિંતામાં હતો, નરગીસને તેમના દીકરાના નશાની લતની ચિંતા સતાવતી હતી. સુનીલ દત્તે ફિલ્મના પ્રિમિયર માટે ઘરમાં જ થિએટર બનાવડાવ્યું હતું. કેમ કે, નરગીસ તેમના દીકરાની ડેબ્યુ ફિલ્મ જોવા આવી શકે, પણ જોત જોતાંમાં અચાનક જ નરગીસની તબિયત વધારે બગડવા લાગી અને તેમને બીજા રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ વાત પરથી કહી શકાય કે, સંજય દત્તના જીવનનો તે સમય કેટલો ભયાનક હશે કે, નરગીસના મોત પર રડવાની જગ્યાએ સંજય તેમની બહેન પ્રિયા દત્ત પાસે ચરસ માગી રહ્યો હતો. કેમ કે, તે સમયે સંજયને નશાની લત એટલી હદ સુધી હતી કે તેમને ખબર જ નહોતી કે, ઘરમાં શું ચાલી રહ્યું છે. સંજય દત્તની આવી હાલત જોઈ સુનીલ દત્ત સાવ ભાંગી પડ્યા હતાં.

સુનીલ દત્ત એક તરફ પત્નીના નિધનથી દુખી હતી અને બીજી બાજુ તેમના દીકરાની હાલત જોઈ સ્તબ્ધ હતાં. સુનીલ દત્ત સાવ ભાંડી પડ્યા હતાં. આ પછી તેમણે મોડું કર્યાં વગર વિદેશી ડૉક્ટર અને સાવાર માટે પહેલાં જર્મીનમાં લઈ ગયા અને પછી અમેરિકા. આ પછી સંજય દત્તને ખબર પડી હતી કે, તેમની માતાનું થઈ ગયું છે અને તે ચાર દિવસ સુધી સતત રડ્યો હતો. સંજય દત્ત માની શકતા નહોતા કે, તેમની મા હવે આ દુનિયામાં નથી રહ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page