Only Gujarat

Bollywood

માતાની એક ખોટી જીદને કારણે કરીનાની કરિયર પર લાગ્યો છે આ ડાઘ

મુંબઈઃ ઋત્વિક રોશનના પિતા અને એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર રાકેશ રોશન 71 વર્ષના થઈ ચુક્યા છે. 6 સપ્ટેમ્બર, 1949માં મુંબઈમાં જન્મેલા રાકેશનું સાચું નામ રાકેશ રોશનલાલ નાગરથ છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મો ડાયરેક્ટર કરી છે, જેમાં 2000માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ પણ સામેલ છે. મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર, જો કરીનાની માતા બબીતા વચ્ચે ના આવી હોત તો આ સુપરહિટ ફિલ્મ કરીનાની ડેબ્યૂ ફિલ્મ હોત. આ ફિલ્મમાં અમીષા પહેલા કરીનાને સાઈન કરવામાં આવી હતી. એટલું જ નહીં, કરીનાએ ફિલ્મના કેટલાક સીન પણ શૂટ કરી લીધા હતા. પરંતુ માતા બબીતાની એક જીદના કારણે તેણે આ ફિલ્મ વચ્ચેથી છોડવી પડી. ઉલ્લેખનીય છે કે બબીતાની જીદને કારણે જ મોટી દીકરી કરિશ્માની સગાઈ તૂટી ગઈ હતી. કરિશ્માએ અભિષેક બચ્ચન સાથે સગાઈ કરી હતી. જોકે, બબીતાની જીદ હતી કે લગ્ન બાદ કરિશ્મા કામ ચાલુ રાખશે અને તેને  સંપત્તિનો 50 ટકા હિસ્સો મળે.

મુહૂર્ત બાદ રાકેશ રોશને વર્સોવામાં કૉન્વેંટ વિલામાં ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’નું શૂટિંગ શરૂ કર્યું. કરીનાના શૂટિંગના પહેલા દિવસે એક ડાન્સ ફિલ્માવવાનો હતો. એટલે તેને સપોર્ટ કરવા માટે માતા બબિતા અને કરિશ્મા હાજર હતી. કોરિયોગ્રાફરે કરીનાને સરળ સ્ટેપ આપ્યા કારણ કે તે પહેલી વાર કેમેરાને ફેસ કરી રહી હતી. જેમતેમ પહેલો દિવસ ખતમ થતાની સાથે કરીનાએ કેટલાક ડાન્સ સ્ટેપ ફાઈનલ કર્યા. પછીના દિવસે માતા બબિતાએ રાકેશ રોશનને ફોન કર્યો અને કહ્યું – કરીના પહેલા દિવસે જ ડાન્સ માટે કમ્ફર્ટેબલ નથી, એટલે તેની પાસે ગીતના બદલે એક્ટિંગ સીન શૂટ કરાવી લો.

બબિતાની આ વાત સાંભળીને રાકેશ રોશન હેરાન રહી ગયા. કારણ કે ગીતને શૂટ કરવા માટે તે આખો સેટ તૈયાર કરાવી ચૂક્યા હતા. એવામાં તેણે બબિતાને સમજાવ્યું કે કરીના સારું કામ કરી રહી છે અને તેને ડાન્સ કરવામાં કોઈ સમસ્યા નથી.

પરંતુ બબિતા પર તેની કોઈ જ અસર ન થઈ અને દલીલો કરીને તેમણે ગુસ્સામાં ફોન પછાડતા પહેલા કહ્યું કે કરીના પાસેથી પહેલા ગીત નહીં પરંતુ ફિલ્મનો સીન શૂટ કરાવવામાં આવે. જો તમે એવું નહીં કરી શકો તો હું કરીનાને ફિલ્મ નહીં કરવા દઉં.

જે બાદ રાકેશ રોશને રણધીર કપૂર સાથે વાત કરીને તેમને બબિતાને સમજાવવા કહ્યું, પરંતુ તેમની પર કોઈ જ અસર ન થઈ. મીડિયામાં પણ એમ પણ ચર્ચાતું હતું કે બબિતાએ રાકેશ રોશનને અનપ્રોફેશનલ ડાયરેક્ટર ગણાવ્યા હતા. બાદમાં એક ઈન્ટરવ્યૂમાં રાકેશ રોશને જણાવ્યું કે કરીના હવે ‘કહોના પ્યાર હૈ’માં કામ નથી કરી રહી. જો કે રાકેશ રોશને કરીનાને ફિલ્મમાંથી બહાર કાઢવાનું ચોક્કસ કારણ નહોતું જણાવ્યું. કારણ કે કરીનાના પિતા રણધીર કપૂર બેહદ સારા મિત્રો છે.

એક ઈન્ટરવ્યૂમાં બબિતા પર આરોપ મુકતા રાકેશે કહ્યું હતું કે કરીનાની મદદ કરવાના બદલે તેનું કરિયર બરબાદ કરી રહી છે. કરીના એક નવી અભિનેત્રી છે, એવામાં તેને કેવી રીતે ટ્રીટ કરવી તે એક ડાયરેક્ટરને ખબર છે. માત્ર એટલા માટે જ કરીનાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ ના આપી શકાય, કારણ કે તે કરિશ્મા કપૂરની બહેન છે.

રાકેશે કહ્યું કે, બબિતાએ મારી સાથે શાંતિથી વાત કરવાની હતી, જેવી રીતે એક ન્યૂકમરની માતા કરે છે. પરંતુ તેમની ડિમાંડ તો અલગ હતી. બબિતાના કારણે રાકેશ રોશનને ઘણું નુકસાન થયું. જો કે તેમ છતાં તેણે રણધીરને એક વાર વિચારવાનો મોકો આપ્યો. તેમ છતાં બબિતા પોતાની વાત પર કાયમ રહી અને ફાઈનલી અમીષાને સાઈન કરી લેવામાં આવી.

બાદમાં કરીનાની માતા બબિતાએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે નબળી સ્ક્રિપ્ટના કારણે કરીનાએ આ ફિલ્મ છોડી છે. જો કે બાદમાં બબિતાને ડાયરેક્ટર જેપી દત્તીની ફિલ્મ ‘આખિરી મુગલ’ની સ્ક્રિપ્ટ પસંદ આવી અને કરીનાને આ ફિલ્મ કરાવી દીધી. પરંતુ કેટલાક કારણોથી આ ફિલ્મ ન બની શકી.

જે બાદ જેપી દત્તાએ આગામી ફિલ્મ ‘રિફયૂજી’ શરૂ કરી. બબિતાના કહેવાથી આ ફિલ્મમાંથી કરીનાને લઈ લેવામાં આવી, જેમાં તેની સામે અભિષેક બચ્ચન હતો, આ તેની પણ ડેબ્યૂ ફિલ્મ હતી. જો કે ‘કહોના પ્યાર હૈ’ સુપર-ડુપર હિટ સાબિત થઈ તો, ‘રિફ્યૂજી’ની ગણતરી આજે પણ ફ્લૉપ ફિલ્મોમાં થાય છે.

આ બાદ કરીના અને ઋતિક 2001માં સુભાષ ઘાઈની ફિલ્મ ‘યાદે’માં સાથે જોવા મળ્યા હતા. પરંતુ તે પણ ફ્લૉપ ગઈ. જે બાદ બંનેની જોડી ‘કભી ખુશી કભી ગમ’માં જોવા મળી. જે સુપરહિટ ગઈ. બાદમાં બંનેએ ‘મુઝસે શાદી કરોગી’ અને ‘મે પ્રેમ કી દીવાની હૂં’ જેવી ફિલ્મો કરી પણ તે સફળ ન રહી.

You cannot copy content of this page