Only Gujarat

Bollywood FEATURED

એક્ટ્રેસની કાતિલ અદા પાછળ પાગલ હતા યુવાનો, મોત એવું મળ્યું કે…

સાઉથ ફિલ્મોની કોન્ટ્રોવર્શિયલ એક્ટ્રસ સિલ્ક સ્મિતાની 2 ડિસેમ્બર બર્થ એનિવર્સરી હતી. તેમનું સાચું નામ વિજયાલક્ષ્મી હતું. સાઉથના દર્શકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા. લોકો સિલ્ક સ્મિતાની બી ગ્રેડ ફિલ્મ જોવા માટે ટિકિટબારી પર મસમોટી લાઈનમાં કલાકો સુધી ઊભા રહેતાં હતાં, પણ સિલ્ક સ્મિતાને જીવતા જીવ જે સન્માન ન મળ્યું પણ, તેમના મોત પછી બનેલી ફિલ્મોને મળ્યું. સિલ્ક સ્મિતાએ 4 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેમનું જીવન મુશ્કેલીભર્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિને લીધે સિલ્ક સ્મિતાના લગ્ન નાની ઉંમરમાં કરી દેવામાં આવ્યા હતા. સાસરીના નિયમોને લીધે સ્મિતાનું જીવન મુશ્કેલ થઈ ગયું હતું. તેમને સાસરીનું ઘર છોડી દીધું અને મેકઅપ આસિસ્ટન્ટ બની ગયા. ઉલ્લેખનીય છે કે, તેમના જીવન કરતા તેમનું મોત વધારે ચર્ચામાં રહ્યું હતું.

લક્ષ્મીએ ફિલ્મોમાં નસીબ અજમાવ્યું હતું. ખૂબ જ જલ્દી તમને ફિલ્મ મળવા લાગી હતી. પછી તેમનું નામ લક્ષ્મીથી સિલ્ક કરી દેવામાં આવ્યું હતું. આ પછી સિલ્કે ઘણી એડલ્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. એક સમય એવો આવ્યો કે, સિલ્કની બોલ્ડ ઈમેજને લીધે ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સની લાઈન લાગતી હતી.

ઘણી હિટ ફિલ્મોમાં કામ કરનારી સિલ્કની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો જેમાં તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. સિલ્કે પ્રોડ્યુસર બની ફિલ્મોમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું, પણ તેમાં તેમને સફળતા મળી નહીં. ફિલ્મોમાં થયેલા નુકસાનની અસર તેમના અંગત જીવન પર પણ પડી હતી અને તે માનસિક રીતે ભાંગી પડી હતી.

સિલ્કનો પરિવાર એટલો ગરીબ હતો કે, ઘરવાળાએ તેમને ભણાવવા માટે સરકારી સ્કૂલ પણ મોકલી શક્યા નહતા. એવામાં ચોથા ધોરણમાં તેમનો અભ્યાસ છૂટી ગયો હતો. આ પછી તે ફિલ્મોમાં મેકઅપ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યા હતા.

વર્ષ 1979માં મલયાલમ ફિલ્મ ‘ઈનાયે થેડી’માં પહેલીવાર લોકોએ તેમને પડદાં પર જોયા હતાં. સ્મિતાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાના જાદુથી હચમચાવી નાખી હતી.

સિલ્કની વધતી ડિમાન્ડને જોઈ દરેક ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટરની માંગ હતી કે, ફિલ્મમાં જો સિલ્કનું આઈટમ નંબર નહીં હોય તો ફિલ્મ ખરીદશે નહીં. એવામાં દરેક પ્રોડ્યૂસર અને ડિરેક્ટર સિલ્કને ઓછામાં ઓછા એક ગીતમાં રાખવા માટે મજબૂર થઈ ગયા. સિલ્કે દસ વર્ષના કરિયરમાં લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું હતું.

‘વાંડીચક્રમ’ તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ જે વર્ષ 1980માં રિલીઝ થઈ હતી. ફિલ્મોમાં પોતાના રોલથી સિલ્કને મળેલી સફળતાને તેમણે પોતાની સાથે જોડતા તેમનું નામ ‘સિલ્ક સ્મિતા’ કરી લીધું હતું.

તેમણે કમલ હસન, રજનીકાંત અને ચિરંજીવી જેવાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આટલા મોટા સ્ટાર્સ સિલ્ક સાથે ગીત કરવા માટે હંમેશા તૈયાર રહેતાં હતાં.

36 વર્ષની ઉંમરમાં સિલ્કનું વર્ષ 1996માં રહસ્યમય રીતે મોત થઈ ગયું હતું. તેમનો મૃતદેહ ઘરમાં પંખા પરથી લટકતો મળી આવ્યો હતો. સિલ્ક સાઉથની ફિલ્મોની ખૂબ જ બોલ્ડ એક્ટ્રેસ હતી. ઉલ્લેખનીય છે કે, સિલ્ક સ્મિતાની કોન્ટ્રોવર્શિયલ લાઈફ પર વર્ષ 2011માં ‘ધી ડર્ટી પિક્ચર’ બની હતી. જેમાં વિદ્યા બાલને લીડ રોલ પ્લે કર્યો હતો.

You cannot copy content of this page