Only Gujarat

Bollywood

મેકઅપ વગર જોવા મળી રશ્મિ દેસાઈ, તસવીરો જોઈને પણ નહીં ઓળખી શકો

મુંબઈઃ કોરોના વાઇરસ દરમિયાન ‘બિગબૉસ’ કોન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઈ હાલમાં જ મુંબઈમાં સ્પૉટ થઈ હતી. આ દરમિયાન રશ્મિએ મરુન કરલનો ડ્રેસ પહોર્યો હતો અને તેમને ફૅસ પર બ્લેક કલરનું માસ્ક પહેર્યું હતું. રશ્મિએ જેવા જ ફોટોગ્રાફર્સને જોયા અને પૂછ્યું કે, ‘કેમ છો?’ આ પછી તે હસવા લાગી હતી. રશ્મિના સવાલ પર ફોટોગ્રાફરે તેમને પૂછ્યું કે, ‘તમે કેમ છો?’ જેના જવાબમાં રશ્મિએ હા કહી કહ્યું હતું કે, ‘હું સારી છું.’

આ પછી રશ્મિએ તેમની કારનો દરવાજો ખોલ્યો અને કહ્યું, ‘‘કોરોના મહામારીમાં હું ગાડી ચલાવવાનું ભૂલી ગઈ છું.’’ આ સાંભળી હાજર ફોટોગ્રાફર હસવા લાગ્યા હતાં. આ પછી રશ્મિ પણ હસવા લાગી હતી અને પછી કારમાં બેસી ગઈ હતી.

રશ્મિ દેસાઇના ફોટો અને વીડિયો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘યાર આ આટલી ક્યૂટ કેમ છે?’ તો બીજા શખ્સે લખ્યું કે, ‘આ તો ક્યૂટનેસનો ડબ્બો છે’

પોપ્યુલર ટીવી સિરિયલ ‘ઉતરન’થી ઘર ઘરમાં જાણીતી થયેલી ‘તપસ્યા’ એટલે કે રશ્મિ દેસાઈનો જન્મ 13 જાન્યુઆરી, 1986માં ગુજરાતી પરિવારમાં થયો હતો. રશ્મિ દેસાઈએ વર્ષ 2006માં કરિયરની શરૂઆત કરી હતી.

રશ્મિએ સૌથી પહેલાં ટીવી સિરિયલ ‘રાવણ’માં મંદોદરીનો રોલ પ્લે કર્યો હતો. જોકે, તેમને ઓળખ વર્ષ 2009માં શરૂ થયેલી ટીવી સિરિયલ ‘ઉતરન’થી મળી હતી. આ પછી રશ્મિએ ક્યારેય પાછળ વળની દોયું નહીં અને આજે તે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રસમાંથી એક છે.

રશ્મિ દેસાઈએ ફેબ્રુઆરી, 2012માં તેમના કો-સ્ટાર નંદિશ સંધૂ સાથે ધૌલપુરમાં લગ્ન કર્યાં હતાં. બંને ટીવી સિરિયલ ‘ઉતરન’ના સેટ પર જ મળ્યાં હતાં અને અહીંથી જ બંનેનો સંબંધ આગળ વધ્યો હતો. જોકે, 2 વર્ષ પછી બંને વચ્ચે મતભેદ વધવા લાગ્યા અને અલગ થઈ ગયાં હતાં. લગ્નના 4 વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા હતાં.

રશ્મિએ છૂટાછેડા માટે નંદીશના કૈસાનોવા સ્વભાવને જવાબદાર ગણાવ્યો હતો. જ્યારે નંદીશ રશ્મિના પજેસિવ નેચરથી હેરાન હતો. આ કારણે બંનેએ છૂટાછેડા લીધા હતાં. રશ્મિએ કહ્યું કે, ‘નંદીશની અનેક છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ હતી.’

એક ઇન્ટરવ્યૂમાં રશ્મિએ કહ્યું હતું કે, ‘અમે આ સંબંધને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ એવું થઈ શક્યું નહીં. જો બંને એકસાથે ખુશ ન હોય તો તેમણે અલગ થઈ જવું જોઈએ. એટલા માટે અમે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.’

નંદીશ અને રશ્મિ વચ્ચે ઘણાં સમયથી અંતર વધવા લાગ્યું હતું, પણ રશ્મિએ તેમના સંબંધને બીજી તક આપી. બંનેએ વર્ષ 2015માં પહેલાં શૉ ‘નચબલિયે’ અને ફરી રિયાલિટી શૉ ‘ફિયર ફેક્ટર’માં પણ ભાગ લીધો હતો. રશ્મિએ શૉમાં સ્વીકાર્યું હતું કે, ‘તેમના વચ્ચે અનેકવાર છૂટાછેડાની સ્થિતિ સર્જાઈ છે પણ તે સંબંધનો એક તક આપવા માગે છે.’ આ શૉમાં રશ્મિએ તેમના મિસકેરેજની વાતનો પણ ખુલાસો કર્યો હતો.

રશ્મિ દેસાઈ ‘પરી હૂં મૈ’, ‘મીત મિલા દે’, ‘શ્શ્શ… ફિર કોઈ હૈ’, ‘કૉમેડી સર્કસ’, ‘મહાસંગ્રામ’, ‘જરા નચકે દિખા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘બિગ મની’, ‘કિચન ચેમ્પિયન સીઝન 2’, ‘કૉમેડી કા મહામુકાબલા’ અને ‘બિગબૉસ સીઝન 13’માં જોવાં મળી છે.

રશ્મિ દેસાઈએ ભોજપુરીની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘બલમા બડા નાદાન’, ‘ગજબ ભઇલ રામા’, ‘કબ હોઇ ગૌના હમાર’, ‘ગબ્બર સિંહ’, ‘પપ્પૂ કે પ્યાર હો ગઈલ’, ‘તોહસે પ્યાર બા’, ‘બંદન ટૂટે ના’, ‘પ્યાર જબ કેહૂ સે હોઇ જાલા’, ‘શહર વાલી જાન મારેલી’, ‘ઉમરિયા કઈલી તોહરે નામ’ અને ‘સોહાગન બના ધ સજના હમાર’ જૈસી ફિલ્મમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page