Only Gujarat

Bollywood FEATURED

પાપા સૈફની સામે બેગમ કરીનાના લાડલાએ બનાવી ચોકલેટ

મુંબઈઃ કરીના કપૂર અત્યારે તેમનો પ્રેગ્નન્સિ પિરિયડ એન્જોય કરી રહી છે. અત્યારે તે મુંબઈમાં નહીં પણ હિમાચલ પ્રદેશમાં દીકરા તૈમૂર અલી ખાન સાથે મજા માણી રહી છે. કરીનાના પતિ સૈફ અલી ખાન હિમાચલના ધર્મશાળામાં તેમની અપકમિંગ ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યા છે. તો કરીના પણ પતિ પાસે રહેવા આવી ગઈ છે. કરીના બીજીવાર મા બનવા જઈ રહી છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમની પ્રેગ્નન્સિના સમાચાર સામે આવ્યા પછી તરત જ તે તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે દિલ્હી રવાના થઈ ગઈ હતી. 7 મહિનાની પ્રેગ્નન્ટ કરીના અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેમિલી ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેમનો દીકરો તૈમૂર ચોકલેટ બનાવતો જોવા મળી રહ્યો છે.

ફોટોમાં જોઈ શકાય છે કે, એક હોટેલમાં પિતા સૈફ અને મમ્મી કરીના સાથે તૈમૂર જોવા મળી રહ્યો છે. તૈમૂર શેફની જેવી રીતે એપ્રોન પહેરીને ચોકલેટ બનાવી રહ્યો છે. તો, સામે બેસેલા સૈફ અને કરીના તેને ધ્યાનથી જોઈ રહ્યાં છે. આ દરમિયાન કરીના બ્લેક આઉટફિટ અને સૈફ વ્હાઇટ કુર્તા પઝામામાં જોવા મળી રહ્યો છે.

દીકરા તૈમૂર સાથે કરીના વગર મેકઅપે જોવા મળી હતી. તેમને પોતાના વાળને ટાઇટ બાંધી રાખ્યાં હતાં. તેમની સામેના ટેબલ પર કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ પણ રાખેલી હતી.

હાલમાં જ કરીનનાએ પોતાની એક સેલ્ફી શેર કરી હતી. જેના પર લોકોએ ખૂબ જ કોમેન્ટ કરી હતી. આ ફોટોમાં કરીના ક્લોઝ અપ સેલ્ફી લેતાં જોવા મળી હતી. તેમને આંખોમાં ઘાટુ કાજલ લગાવ્યું હતું અને સાથે ડાર્ક પિંક કલરની લિપસ્ટિક કરી હતી.

કરીનાએ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘પાલમપુરમાં પિંક.’ તેમના આ ફોટો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો તેમના લુકને પસંદ કરી રહ્યાં છે. તો કેટલાકે એવી કોમેન્ટ કરી કે, ‘તમારા આ લુકે તો મને ડરાવી દીધા.’ એકે લખ્યું, ‘ખતરનાક.’ તો અનન્યા પાંડે, અમૃતા અરોરા, માહીપ કપૂર, સીમા ખાન, તમન્ના ભાટિયા અને સોનલ ચૌહાણે કરીનાના ફોટોને લાઇક કર્યો છે. તેમણે બ્યૂટિફુલ, ગોર્જિયસ જેવી કોમેન્ટ પણ કરી છે.

વાત તૈમૂરની કરીએ તો થોડા મહિના પહેલાં સૈફે એક ઇન્ટરવ્યૂમાં તૈમૂરના બિહેવિઅર અંગે કહ્યું કે, ‘તે ઘરમાં દરેક સાથે રોફ જમાવે છે.’

તૈમૂર પ્લે સ્કૂલ જાય છે. કિડ જિમ કમ સ્કૂલના 3 મહિનાની ફી 15 હજાર રૂપિયા છે એટલે કે દર મહિનાનો ચાર્જ 5 હજાર રૂપિયા છે. ખાસ વાત છે કે, બાળકોની આ સ્કૂલમાં વીકમાં માત્ર એક દિવસ ક્લાસ લે છે. અહીં બાળકોને રમવા અને સીખવા માટે ઘણાં ઇક્યૂપમેન્ટ્સ છે. અત્યારે સ્કૂલ બંધ છે.

કરીનાએ એક ઇન્ટરવ્યૂ પોર્ટલને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તૈમૂરને તે સામાન્ય કપડાં જ પહેરાવે છે.’ તેમણે જણાવ્યું કે, ‘મા દીકરા માટે જારા, એડિડાસ અને એનએનએમથી શોપિંગ કરું છું. તેના માટે ગુચી અથવા પરાડા જેવી બ્રાન્ડના કપડાં લેતી નથી.’

સૈફે કોફિ વિથ કરણમાં જણાવ્યાં હતાં. દીકરા તૈમૂરનો એક ફોટો 1500 રૂપિયામાં વેંચાય છે. સૈફ મુજબ ફોટોનો આટલો રેટ કોઈ સુપરસ્ટારનો પણ નથી. તૈમૂરના ફોટો મોંઘા હોવાનું કારણ તેમની ક્યૂટનેસ છે.

હાલમાં જ આપવામાં આવેલાં એક ઇન્ટરવ્યૂમાં કરીના પોતાની પ્રેગ્નન્સિ અંગે વાત કરી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે, કઈ એવી વસ્તુ છે જે બીજી પ્રેગ્નન્સિ દરમિયાન ઇચ્છતી નથી. કરીનાએ કહ્યું હતું કે, ‘તૈમૂર વખતે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મને દરેક લોકો વધારે ખાવાનું કહેતાં હતાં. જેને લીધે મારું વજન 25 કિલો વધી ગયું હતું. મારે ફરીથી એવું કરવું નથી. મારે બસ ફિટ અને હેલ્થી રહેવું છે.

You cannot copy content of this page