Only Gujarat

Bollywood

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નાં આ સાત સીન તમે ક્યારેય નહીં જ જોયા હોય તે નક્કી, મારો શરત!

મુંબઈઃ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બોલિવૂડની સૌથી લાંબા સમય સુધી ચાલનારી ફિલ્મ છે. 20 ઓક્ટોબર, 1995માં રિલીઝ થયેલી ફિલ્મને 25 વર્ષ થઈ ગયાં છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં 1009 અઠવાડિયા (લગભગ) સુધી ચાલી હતી. ફિલ્મમાં ઘણાં એવાં સીન છે, જે દર્શકોએ એકવાર નહીં પણ વારંવાર જોયાં છે. જોકે, આ ફિલ્મના કેટલાક એવા સીન પણ શૂટ કરવામાં આવ્યાં હતાં, જેનાથી દર્શકો આજ સુધી અજાણ છે. સિમરનનો કુલજીતને મલમ લગાવવાનો સીન હોય અથવા બલદેવ સિંહનો સિમરનને સ્ટેશન મૂકવા જવાનો સીન. જે ફિલ્મ માટે શૂટ તો થયાં પણ, પછી કોઈને કોઈ કારણે તેને હટાવી દેવામાં આવ્યાં હતાં. અમે તમને જણાવીએ ફિલ્મના તે 7 સીન અંગે.

સીન નંબર 1
ગોરી બનવા માટે સીમરનનું સ્ટીમ લેવું. ફિલ્મમાં આ સીનમાં સિમરન એટલે કે કાજોલ ગોરી બનવા માટે પોતાનનું મોં છુપાવતી જોવા મળે છે. જે અંગે તેની મા કહે છે કે, ‘તારે શું જરૂર છે પોતાનો રંગ સાફ કરવાની,, અને સાફ પણ થઈ ગયો તો તારે ક્યયાં ક્વીન એલિઝાબેથ બનવું છે. પોતાના દેશ પાછું જ જવું છે ને. ત્યાં ઘઉં જેવો રંગ ખૂબ જ પસંદ કરે છે. જેવો તારો છે. જોકે, આ સીન તમે ફિલ્મમાં જોયો નહીં હોયય, કેમ કે આ શૂટ કર્યાં પછી ડિલિટ કરી દેવામાં આવ્યો હતો.

સીન નંબર 2
પૂજા માટે સિમરનને મોડું થઈ જવું. આ સીનમાં સિમરનના પિતા બલદેવ સિંહ ચૌધરી એટલે કે અમરીશ પુરી, તેમની વાઇફ અને નાની દીકરી પૂજા કરતાં જોવા મળે છે. જોકે, સિમરનને પૂજા માટે મોડું થઈ જાય છે, પણ તે ભાગતી-ભાગતી આવે છે. પછી ડેરબેલ વગાડે છે તો બલદેવ સિંહ દરવાજો ખોલવા જાય છે. ત્યારે સિમરનની નાની બહેન ચૂટકી તેને ટોણો મારીને કહે છે કે, ફરીથી લેટ, વેરી બેડ. ફિલ્મમાં આ સીન પણ તમે જોયો નહીં હોય.

સીન નંબર 3
બલદેવ સિંહ સિમરનને સ્ટેશન મૂકવા જાય છે. સિમરન જ્યારે યૂરોપ ટ્રિપ પર જાય છે ત્યારે તેમના પિતા બલદેવ સિંહ તેને મૂકવા જાય છે. તે સિમરનને કહે છે કે, ‘હું જાણું છું કે તું મોટી થઈ ગઈ છું.પોતાના સારા-ખોટામાં ફરક સમજી શકે છે, પણ પહેલીવાર તું આટલી દૂર, આટલા દિવસો માટે જઈ રહી છએ. એટલે દિલ ડરે છે કે, ક્યાંક એવી વાત ના થઈ જાય. બસ દીકરા, ‘મારા વિશ્વાસને ક્યારેય શરમાવતી નહીં’

સીન નંબર 4
રાજ અને સિમરનનો ટેરેસવાળો સીન. આ સીનમાં સિમરન રાતે છુપાઈને ટેરેસ પર મળવા જાય છે. અહીં રાજ (શાહરૂખ) સિમરન (કાજોલ)ને કહે છે કે, ‘તું મારી પરીક્ષા કેમ કરી રહી છે. દરેકની સહમતિ છે. બસ તારા પિતા સિવાય. એક સરખો બાપ નહોતી પસંદ કરી શકતી હતી તું. બધા બાપમાંથી તને એક જ બાપ મળ્યો હતો. તું નથી જાણતી કે મારો અને તેમનો સંબંધ કેટલો જૂનો છે. હું 100 તીર્થ યાત્રા કરી લવ તો પણ કોઈ ફેર પડશે નહીં.’

સીન નંબર 5
સિમરનનું કુલજીતને મલમ લગાડવું. સિમરને ઇમ્પ્રેસ કરવા માટે રાજ કુલજીતનો માર ખાય છે, પણ અહીં ઉંધુ થઈ જાય છે. એટલે રાજ કુલજીતને ખૂબ મારે છે. માર ખાવાને લીધે કુલજીત પથારીમાં પડ્યો રહે છે. આ પછી સિમરન મલમ લઈને આવે છે અને રાજ અને કુલજીત બંને ફ્રેન્ડ સામે જ તે મલમ લગાવે છે. સિમરન કહે છે કે, ‘કેટલી બેરહેમીથી માર માર્યો છે. આખું શરીર વાદળી થઈ ગયું છે.’ તો બીજી તરફ કુલજીતની બહેન પ્રીતિ (મંદિરા બેદી) પણ રાજને મલમ લગાવે છે.

સીન નંબર 6
લાજોના પતિને સિમરનના પ્રેમવાળી વાત કહેવી
આ સીનમાં સિમરનની મા લાજો તેના પતિને સિમરન અને રાજના પ્રેમવાળી વાત કહી દે છે. લાજો કહે છે કે, તમે મને પૂછ્યું હતું કે, સિમરન તે ભૂલી છે કે નહીં અને મેં કહ્યું હતું કે, ‘તે ધીરે-ધીરે બધુ ભૂલી જશે. તે ભૂલલી નથી. તે હજુ પણ ખૂબ જ પ્રેમ કરે છે. જો સિમરન તેને એટલો પ્રેમ કરે છે, તો તમને લાગતું નથી કે આપણે એકવાર પૂછી લેવું જોઇએ. કદાચ છોકરો ખૂબ જ સારો હોય.’ લાજોની આ વાત સાંભળી બલદેવ સિંહ ભડકી જાય છે અને કહે છે કે, ‘સિમરન કરતાં આજે તે મને વધારે શરમાવી દીધો છે.’

સીન નંબર 7
રાજનું સિમરન અને બીજા લોકોને વાર્તા સંભળાવી. આ સીનમાં રાજ સિમરનને વાર્તા સંભળાવી રહ્યો છે. છોકરો એકદમ એકલો ઊભો હતો. ટ્રેન ચાલવાની હતી, સીટી પણ વાગી ગઈ હતી. ત્યારે જ છોકરી દેખાઈ. દૂરથી દોડતી-દોડતી આવતી હતી. ટ્રેન ચાલવા લાગી છુક-છુક-છુક. છોકરી પણ તેમની સાથે ભાગવા લાગી અને પછી તેને પોતાનો હાથ આગળ વધાર્યો અને તેનો હાથ પકડનવી ખેંચી લીધો. એટલામાં જ સિમરનની કાકીએ પૂછ્યું, ‘આગળ શું થયું.’ જેૉના જવાબમાં રાજે કહ્યું, ‘આગળ એક ડોસો આવી ગયો. છોકરીનો બાપ.’

You cannot copy content of this page