Only Gujarat

International TOP STORIES

માત્ર આ કરવાથી કોરોનાના સંક્રમણને ગંભીર થતું અટકાવી શકાય? શું માનવું છે વૈજ્ઞાનિકોનું?

કોરોના વાયરસનના સતત વધતા જતા સંક્રમણને રોકવા આખી દુનિયામાં દવા અને રસી શોધવા સંશોધનો ચાલી રહ્યાં છે. વિવિધ દેશના વૈજ્ઞાનિકો આ વાયરસથી છૂટકારો મેળવવા માટેના ઉપાયો શોધવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ વાત તો અત્યાર સુધીમાં સ્પષ્ટ થઈ ગઈ છે કે, આપણા નાખ, આંખ, મોં વગેરે દ્વારા આ વાયરસ આપણી આંખમાં પ્રવેશે છે. ત્યારબાદ ગળા દ્વારા ફેફસાં સુધી પહોંચે છે.

ફેફસાંમાં તેનું સંક્રમણ ફેલાયા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે. રોજ અલગ-અલગ લોકો કોરોના વાયરસથી બચવાના અલગ-અલગ ઉપાય જણાવે છે. તાજેતરમાં જ એક નવા સંશોધનકર્તાઓનું કહેવું છે કે, માઉથવોશ કરી કોરોનાના સંક્રમણને ગંભીર થતું અટકાવી શકાય છે. કહેવાય છે કે, સંક્રમણ ફેલાય એ પહેલાં માઉથવોશ દરમિયાન કોરોના વાયરસ નષ્ટ થઈ શકે છે.

ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર, સંશોધનકર્તાઓનું કહેવું છે કે, માઉથવોશ કરવાથી કોરોના વાયરસને સંક્રમણ ફેલાય એ પહેલાં રોકી શકાય છે. તેમનો એવો તર્ક છે કે, વાયરસના બહારના ભાગમાં એક ચરબીનું લેયર હોય છે, તેને કેટલાંક કેમિકલ્સથી નષ્ટ કરી શકાય છે. સંશોધનકર્તાઓની ટીમને જાણવા મળ્યું છે કે, માઉથવોશની મદદથી વાયરસના બહારના લેયરને નષ્ટ કરી શકાય છે અને ત્યારબાદ તે મોં અને ગળામાં રેપ્લિકેશન નથી કરી શકતો, એટલે કે, પોતાની સંખ્યા વધારી શકતો નથી.

આ રિસર્ચ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ટેસ્ટ ટ્યૂબ પ્રયોગ અને મર્યાદિત પ્રયોગમાં જાણવા મણવા મળ્યું છે કે, વાયરસોને ખતમ કરનાર રસાયણ લિપિડ્સને ટાર્ગેટ કરે છે. વાયરસના બહારના લેયરમાં આવાં જ લિપિડ્સ હોય છે, જેને માઉથવોશ દ્વારા નષ્ટ કરી શકાય છે. જોકે હજી સુધી આ બાબતે પૂરતા પૂરાવા નથી મળ્યા કે, માઉથવોશ કોરોના વાયરસના લેયર પર પણ અસર કરશે કે નહીં.

હજી વધુ સંશોધનની જરૂર
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસને નષ્ટ કરવામાં માઉથવોશ કેટલું કારગર છે, એ સ્પષ્ટ જાણવા હજી વધારે રિસર્ચની જરૂર છે. આ રિસર્ચમાં લેખકોનું કહેવું છે કે, માથવોશમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો પર સંશોધન કરવું જોઇએ. આ સંશોધનકર્તાઓની ટીમમાં વાયરોલજિસ્ટ, લિપિડ સાયન્ટિસ્ટ અને હેલ્થેકેર એક્સપર્ટની ટીમનો સમાવેશ થાય છે. કાર્ડિક યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિન અને નોટિંઘમ, કોલોરાડો, ઓટાવા, બાર્સિલોના અને કેંબ્રિજ ઈન્સ્ટીટ્યૂટે મળીને આ રિસર્ચ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page