Only Gujarat

FEATURED International

સુપરકાર લઈને ફરવા નીકળ્યો પણ આગળ જ એવી જોરદાર અથડાઈ કે…

લંડનઃ અકસ્માત તમારા વશમાં નથી હોતો. કેટલાક અકસ્માત જ્યાં લોકોના જીવ પર ભારે પડે છે તો કેટલાક અકસ્માત એવા હોય છે, જેના નુકસાનની માત્ર કલ્પના જ કરી શકાય છે. આપણામાંથી અનેક લોકો એવા લોકોને મળ્યા હશે જે પોતાની ગાડીની બાળકની જેમ સંભાળ રાખે છે. તેની દેખભાળ કરે છે. કેટલાક તેના કિંમતી હોવાના કારણે તો કેટલાક તેની સાથે જોડાયેલી ભાવનાઓના કારણે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક સુપર કારના એવા ફોટોસ વાયરલ થયા છે, જેને જોઈને તેના માલિકની હાલતનો અંદાજ લગાવી શકાય છે. દોઢ કરોડ રૂપિયાની આ કાર એવી થઈ ગઈ છે કે કદાચ ભંગારવાળો પણ તેને ના ખરીદે. જેણે પર કારની સ્થિતિ જોઈ તેણે માથું પછાડ્યું.

આ મામલો સામે આવ્યો સેંટ્રલ સ્ટ્રીટ લંડનથી. જ્યાં એક ડ્રાઈવર પોતાની બેહદ ખૂબસૂરત પિંક રંગની સુપર કાર લઈને રસ્તા પર નિકળ્યો, પરંતુ તેનું કચુંબર કાઢી નાખ્યું.

ધ મૈક્લોરેન 520 મૉડેલનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો છે. તેનો આગળનો ભાગ આખો બરબાદ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ અકસ્માત થયો, ત્યારે તે 203 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.

એ દરમિયાન ડ્રાઈવરનો તેના પરથી કંટ્રોલ હટી ગયો. જે રસ્તા પર અકસ્માત થયો ત્યાં સ્પીડ લિમિટ 20 માઈલ પ્રતિ કલાક છે. પરંતુ આ કારની મિનિમમ સ્પીડ જ 60 માઈલ પ્રતિ કલાકની છે.

કારની સીટ અકસ્માતમાં ખરાબ રીતે તૂટી ગઈ છે. તેની જે તસવીર શેર કરવામાં આવી છે, તેમાં સામેથી તેના પર ટેપ લગાવી દેવામાં આવી છે. માર્કેટમાં આ કારની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. કારનો કાટમાળ જમા કરવા ગયેલી પોલીસને કારની હાલત જોઈને અફસોસ થઈ રહ્યો છે. તેમણે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જ્યાંથી વાયરલ થઈ ગઈ છે.

You cannot copy content of this page