Only Gujarat

FEATURED National

ભાવિ પતિ કરતો હતો દુબઈમાં નોકરી, લૉકડાઉનને કારણે લગ્ન પાછા ઠેલાતા ભર્યું એવું પગલું કે…

રાયપુરઃ છત્તીગઢના રાધિકા નગરમાં એક 26 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. લોક ડાઉનના કારણે તેમના પરિવારજનોએ આ દીકરીના લગ્ન મુલતવી રાખ્યા તો નારાજ દીકરીએ જિંદગી ટૂંકાવી દીધી.

છત્તીસગઢના દુર્ગા સૂપેલ પોલીસ સ્ટેશન વિસ્તારના રાધિકા નગરમાં 26 વર્ષની એક યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મા હત્યા કરી લીધી. પરિવારજનોએ આ યુવતીના લગ્નની તારીખ બદલીને થોડી પાછળ ધકેલી હતી. પહેલા તેના લગ્ન માર્ચમાં થવાના હતા. પણ કોરોનાના વધતા કહેરના કારણે પરિવારજનોએ તેના લગ્ન ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. આ જ કારણથી યુવતી એટલી હેરાન હતી કે તેણે આત્મા હત્યા કરી લીધી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. યુવતીના પરિવારજનોનું કહવું છે કે, આ ઘટના અંગે તેમને આણસાર પણ ના આવ્યો. જ્યારે સવારે તેના રૂમમાંથી કોઈ અવાજ ના આવ્યો તો પરિવારજનોએ તેના રૂમમાં જોયું. રૂમના દ્રશ્યો જોતાં જ પરિવારજનોના હોશ ઉડી ગયા. યુવતી પંખે લટકેલી હાલતમાં હતી. પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણકારી અને મૃતદેહને નીચે ઉતાર્યો.

પંખા પર લટકીને કરી આત્મહત્યાઃ યુવતીના લગ્ન જે યુવક સાથે થવાના હતા તે યુવક દુબઈમાં કામ કરતો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્ન પાછા ઠેલાઈ રહ્યા હતા. જેના કારણે યુવતી ખૂબ જ પરેશાન રહેતી હતી અને ફરી એકવાર લગ્નની નક્કી કરેલી તારીખ પાછળ ધકેલાઇ તો તેમમે આત્મહત્યાનું પગલું ભર્યું. ઘટનાસ્થળે પોલીસને કોઈ સુસાઇડ નોટ નથી મળી. પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે નોંધ્યો આત્મહત્યાનો કેસઃ પોલીસ ઇન્સ્પેક્ટર ગોપાલ વૈશ્ય એ કહ્યું કે, અમને સમાચાર મળ્યા કે, રાધાનગરમાં 26 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળ પર જઈને અમે જોયું તો તેમનો મૃતદેહ પંખા પર લટકી રહ્યો હતો. ત્યારબાદ મૃતદેહને નીચે ઉતાર્યો અને તપાસ શરૂ કરી. તપાસમાં ખબર પડી કે લૉકડાઉનને કારણે યુવતીના લગ્ન પાછા ઠેલાઈ રહ્યા હતા. જેનાથી તે ઘણી ખૂબ જ પરેશાન હતી અને આખરે કંટાળીને તેમણે જિંદગી ટૂંકાવી દીધી.

You cannot copy content of this page