Only Gujarat

Bollywood

શમ્મી કપૂર છે ગુજરાતના જમાઈ પણ લગ્ન પહેલા મૂકી હતી આવી આકરી શરત

મુંબઈઃ સિનેમાના પડદા પર શમ્મી કપૂર જ્યારે યાહૂ કરતા આવતા હતા, ત્યારે તેને કોઈ જંગલી કહે કે કાંઈ બીજું. શમશેર ઉર્ફ શમ્મી કપૂરને તેની ફિકર નહોતી. તેમણે પોતાની જિંદગીમાં જે કામ કર્યું તે ખૂબ જ શિદ્દત અને જિદ્દ સાથે કર્યું. છેલ્લી વાર શમ્મી કપૂર, રણબીર કપૂરની ફિલ્મ ‘રૉકસ્ટાર’માં નજર આવ્યા હતા. 14 ઑગસ્ટ 2011ના દિવસે તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમને પુણ્યતિથિ પર જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

શમ્મી કપૂરને સંગીત ખૂબ જ પસંદ હતું. બાળપણથી જ તેઓ થિયેટરમાં પોતાના પિતા સાથે ટૂર પર જતા હતા. શરૂઆતના સમયમાં શમ્મી કપૂરની ઓળખ રાજ કપૂરના ભાઈ અને ગીતા બાલીના પતિના રૂપમાં થતી હતી. પરંતુ તેમણે આ ફ્રેમ તોડીને પોતાની અલગ ઓળખ બનાવી અને દર્શકોની અપેક્ષા પર ખરા ઉતર્યા.

ગીતા બાલી અને શમ્મી કપૂરની લવ સ્ટોરીને અનોખી કહેવામાં આવે છે. બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 1955માં રાનીખેતમાં રંગીન રાતે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ સાથે જ બંને વચ્ચે પ્રેમની હવા ચાલી. એ દરમિયાન શમ્મી કપૂરે ગીતાને પ્રપોઝ કર્યું. પરંતુ ગીતા તેમને ના પાડતી રહી પરંતુ આવેગમાં એક નિર્ણય લેવામાં આવ્યો અને બંને તરત જ ત્યાંથી મુંબઈ આવી ગયા. ઑગસ્ટ 1955માં બંનેએ લગ્ન કરી લીધા.

શમ્મી અને ગીતાના બે બાળકો (એક દીકરો અને એક દીકરી) થયા. લગ્નના 10 વર્ષ બાદ જ ગીતાને શીતળા નિકળી આવ્યા અને તેમનું 1965માં નિધન થઈ ગયું. પત્નીના મોતથી શમ્મી કપૂર તૂટી ગયા. ગમમાં ડૂબેલા શમ્મી કપૂરનું વજન ધીમે-ધીમે વધતું ગયું. શમ્મી કપૂરને જે ઝટકો લાગ્યો તેન અસર તેની ફિલ્મો પર પણ પડવાનું શરૂ થઈ ગયું.

શમ્મી કપૂરે ગીતાના મૃત્યુના ચાર વર્ષ બાદ નીલા દેવી સાથે લગ્ન કર્યા. શમ્મીએ ખુદ ભાવનગરના નીલાને આ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જો કે શમ્મીએ લગ્ન પહેલા જ નીલા સામે એ શરત રાખી હતી કે તે ક્યારેય મા નહીં બને અને ગીતાના બાળકોને પોતાના બાળકોની જેમ ઉછેરશે. નીલાએ પણ આ શરત મંજૂર રાખી. બંને એકબીજાને બાળપણથી જાણતા હતા.

You cannot copy content of this page