Only Gujarat

Bollywood FEATURED

સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ જાહેરમાં બોયફ્રેન્ડને ખખડાવી નાખ્યો

અંકિતા લોખંડે ટીવીની એક સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. તે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈનને કારણે સમાચારોમાં રહે છે. અંકિતા લોખંડે અને વિકી જૈન ઘણીવાર સાથે જોવા મળે છે. દરમિયાન આ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિક્કી જૈનને ઠપકો આપતી નજરે પડી રહી છે.

વાસ્તવમાં, અંકિતા લોખંડે અને વિકી જૈનનો આ વીડિયો દિવાળીનો છે. દિવાળી નિમિત્તે બંનેએ પોતાના ત્યાં પાર્ટી રાખી હતી. પાર્ટીમાં અંકિતા લોખંડે અને વિકી જૈનના ઘણા નજીકના મિત્રો શામેલ હતા. મિત્રો સાથે મળીને બંનેએ સેલ્ફી વીડિયો દ્વારા તેમના ચાહકો અને નજીકના મિત્રોને દિવાળીની શુભકામનાઓ આપી હતી. આ દરમિયાન, વિકી જૈને કંઇક એવું કહ્યું કે, અંકિતા લોખંડેએ તેને ઠપકો આપ્યો હતો.

અંકિતા લોખંડેએ વિકી જૈનને ઠપકો આપતો આ વીડિયો voompla દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યુછેકે, અંકિતા વિકી જૈનને ઠપકો આપતા કહે છે કે, બેબી તારે આ રીતે સોશ્યલ મીડિયા પર ન બોલવું જોઈએ. જોકે, અંકિતા લોખંડે થોડા સમય પછી સામાન્ય દેખાય છે. વીડિયોમાં અંકિતા લોખંડે લાલ લેહેંગામાં ખૂબસૂરત દેખાઈ રહી છે.

અંકિતા લોખંડે અને વિકી જૈનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. અભિનેત્રીના ઘણા ચાહકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય અંકિતા લોખંડેની સોશ્યલ મીડિયા પર વિક્કી જૈન સાથેની તેની તસવીરોને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

દિવાળી નિમિત્તે તેણે બોયફ્રેન્ડ વિકી જૈન સાથે તસવીર શેર કરી હતી. અંકિતા લોખંડેએ આ પ્રસંગે સફેદ રંગની સાડી પહેરી છે. આ સાથે તેણે ગળામાં અને કાનમાં મેચિંગ જ્વેલરી પહેરી છે. આ લુકમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. આમાં ચાહકો અંકિતાના ટ્રેડિશનલ લુકની પ્રશંસા કરતાં થાકતા નથી.

અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે બે તસવીરો શેર કરી છે. તેમાં બંનેની જોડી કમાલની લાગે છે. અંકિતા અને વિકીની આ તસવીરો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને વિકી જૈન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

You cannot copy content of this page