Only Gujarat

FEATURED National

આ વ્યક્તિએ કર્યું એવું કામ કે મુંબઈમાં લૉકડાઉન હોવા છતાંય હજારોની સંખ્યા ભેગા થયા લોકો

મુંબઈઃ લોકડાઉન પછી મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશનની સામે એક અફવાને કારણે હજારો માણસોની ભીડ એકત્ર થઇ હતી. અફવા ફેલાવનારને પોલીસે કસ્ટડીમાં લીધો છે, આરોપીનું નામ વિનય દુબે છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિની ધરપકડ મંગળવારે (14 એપ્રિલ) રાત્રે નવી મુંબઈના એરોલી વિસ્તારમાંથી કરવામાં આવી છે.

કોણ છે આ વિનય દુબે: મીડિયા રીપોર્ટ પ્રમાણે આ વ્યક્તિ એક સામાજીક કાર્યકર છે.એના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપરથી જાણી શકાય છે કે આ વ્યક્તિનો સંબંધ NCP સાથે પણ હોઈ શકે છે. વિનયે એક ટ્વીટ માં જણાવ્યું હતું કે તેના પિતાએ કોરોના સામેની આ લડાઇમાં પોતાની સમગ્ર મરણ મૂડી મહારાષ્ટ્ર સરકારને દાન આપી દીધી છે.

સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેલાવી અફવા: મીડિયા રિપોર્ટ અનુસાર, વિનયે સોશ્યલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવી અને પોતાના ફેસબુક એકાઉન્ટની વોલ ઉપર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે મહારાષ્ટ્ર સરકારની સામે માગ કરી હતી કે એ પરપ્રાંતિય મજૂરોને પાછા એમના વતન મોકલવાની કોઈ વ્યવસ્થા કરે, કે જેઓ કોરોના વાયરસ મહામારીના લીધે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના લીધે ફસાઈ ગયા છે, જેઓ પાછા પોતાના વતન જવા ઈચ્છે છે.

ટ્વીટ કરીને પણ લોકોને ભડકાવ્યા: વિનયે ફેસબુક ઉપરાંત ટ્વિટર પર ટ્વીટ કરીને પણ લોકોને ભડકાવવાના પ્રયાસ કર્યા અને ટ્વીટ કરીને લખ્યું જો સરકાર 18 એપ્રિલ સુધી કોઈ ટ્રેનની વ્યવસ્થા નહિ કરે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.

પોલીસને શંકા છે કે એના આવા સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને લીધે, હજારો માણસોની ભીડ મંગળવારે (14 એપ્રિલ) બાંદ્રા રેલ્વે સ્ટેશનની બહાર ભેગી થઈ હતી, જેમાં મોટા ભાગના લોકો બિહાર, યુ.પી અને પશ્ચિમ બંગાળના હતાં.

પોલીસ ને આશંકા છે કે આ વાયરલ મેસેજને કારણે 18 એપ્રિલે ફરી પાછી એક આવી જ ભીડ ભેગી થઈ શકે છે, જેથી સાવધાનીના ભાગરૂપે તંત્રમાં દોડધામ વધી ગઈ છે.

બાંદ્રામાં હજારો પરપ્રાંતિય મજૂરોની ભીડ થયા પછી મહારાષ્ટ્રના સી.એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું આપણે કોરોના સામેની લડાઇ ને ગંભીરતાપૂર્વક લડી રહ્યા છીએ, પ્રધાનમંત્રીએ લોકડાઉનને ૩ મે સુધી લંબાવ્યું છે તેમનો આ નિર્ણય તેમને આવકાર્ય છે, થોડા દિવસ પહેલા જ્યારે બધા રાજ્યના સી.એમની પ્રધામંત્રી જોડે બેઠક થઇ હતી તેમાં તેમણે આજ સૂચન કર્યું હતું કે લોકડાઉનને લંબાવવું પડશે માટે તેમનો આભાર માને છે.

બાંદ્રા ઘટના ઉપર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પરપ્રાંતિય મજૂરોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, મહારાષ્ટ્રમાં બધા જ પરપ્રાંતિય મજૂરોની જવાબદારી રાજ્ય સરકારની છે, તેમને બધાને રાશન પૂરું પાડવામાં આવશે, તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે 6 લાખ જેટલા પરપ્રાંતિય મજૂરોને રાજ્ય સરકાર પહેલાથી જ આશ્રય પૂરો પાડી રહી છે, માટે તે બધાને અપીલ કરે છે કે કોરોના સામેની આ લડાઇ સાથે મળીને લડવાની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page