Only Gujarat

Bollywood FEATURED

કરીનાનો લાડલો રમાડી રહ્યો છે નાનકડી બેબીને, જાણો આખરે શું છે આ તસવીરની હકીકત?

કરીના કપૂર હાલનાં દિવસોમાં પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કરીનાને પ્રેગ્નેન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. હવે તેના બેબી બંપ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આવી હાલતમાં કરીના ઘરમાં આરામ કરવાની જગ્યાએ પોતાના કામ પતાવી રહી છે. એટલું જ નહી તે નિયમિતરૂપે સાંજે ફરવા માટે પણ જરૂર નીકળે છે. જોકે, હવે કરીનાને ચાલવા-ફરવામં થોડી તકલીફો પડી રહી છે. તે ચાલતા-ચાલતા વારંવાર પોતાના પેટને સંભાળતી દેખાઈ રહી છે. હાલમાં જ કરીનાએ તેની પર્સનલ આસિસ્ટેંટ અને દોસ્ત પૂનમ દમાનિયાને ઘરે આમંત્રણ આપ્યુ હતુ. અને ઘરે નાનું દિવાળી સેલિબ્રેશન કર્યુ હતુ. આ દરમ્યાન એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં તૈમૂર અલી ખાન એક નાનાકડા બાળકને ખોળામાં લઈને ખીલખીલાટ હસતો દેખાઈ રહ્યો છે. આ ફોટાને જોઈને લોકો સોશિયલ મીડિયામાં કંઈક અલગ જ મતલબ કાઢી રહ્યા છે. ઘણા લોકોને તો લાગી રહ્યુ છેકે, આ કરીનાનું જ બાળક છે.

જોકે, હકીકત કંઈક અલગ જ છે. વાસ્તવમાં આ ફોટો નૈના સિંહની પુત્રીની છે. નૈના સિંહે પોતાના ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. તેણે ફોટો પોસ્ટ કરતાં લખ્યુ છેકે, બેબો અમને બોલાવવા માટે આભાર, સિયાએ પોતાનો પહેલો ફ્રેન્ડ બનાવ્યો, તમને બંનેને પ્રેમ.

જણાવી દઈએકે, હાલમાં કરીના તૈમૂરની સાથે ઘરે એકલી છે. વાસ્તવમાં તેના પતિ સૈફ તેની અપકમિંગ મૂવી માટે હિમાચલમાં છે. કરીના પણ દિલ્હીમાં તેની અપકમિંગ મૂવી લાલસિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે ગઈ હતી.

કરીના પ્રેગ્નેન્સીમાં તેનું બરાબર ધ્યાન રાખી રહી છે. તે પોતાના ડાયેટથી લઈને હેલ્થ સુધીનું ધ્યાન આપી રહી છે. પ્રેગ્નેન્સીમાં કરીનાનાં ચહેરોના ગ્લો ઓછો થયો નથી, જોકે, તેનું વજન વધતુ જઈ રહ્યુ છે. તેણે કેટલીક એડ શૂટ પણ કરી છે.

જણાવી દઇએ કે, જ્યારે કરીના 2016માં પહેલીવાર ગર્ભવતી હતી, ત્યારે તેણીએ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તેના ઘરે પુત્રી જન્મે. રિપોર્ટ્સ અનુસાર, કરીનાએ કહ્યું હતું કે તે જ્યાં પણ જાય છે, ત્યારે તેમને પૂછવામાં આવે છે કે, તેને પુત્ર થવાનો છે કે પુત્રી?

આ સવાલનો જવાબ આપતી વખતે કરીનાએ કહ્યું કે, તેમાં શું ફરક પડે છે? તે એક છોકરી છે અને તે ઈચ્છે છેકે, તેના ઘરે એક છોકરી જન્મે. કરીનાએ એમ પણ કહ્યું હતું કે, તેણે એક પુત્ર કરતા તેના માતાપિતા માટે વધુ કામ કર્યું છે.

કરીનાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે સૈફ અલી ખાનને તેની બીજી પ્રેગ્નેન્સી વિશે કહ્યું ત્યારે તેણે કેવી પ્રતિક્રિયા આપી હતી. કરીનાએ કહ્યું કે, તેને પરિવાર તરફથી કોઈ ફિલ્મી પ્રતિક્રિયા મળી નથી. સૈફની પ્રતિક્રિયા પણ સામાન્ય હતી.

થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે, તે કઈ વસ્તુ છે જે તે બીજા ગર્ભાવસ્થામાં પુનરાવર્તન કરવા માંગતી નથી. કરીનાએ કહ્યું હતું કે – જ્યારે હું તૈમૂર સમયે ગર્ભવતી હતી ત્યારે દરેક મને ઘણું ખાવાનું કહેતા હતા અને તેથી જ મારું વજન 25 કિલો વધી ગયુ હતુ. મારે ફરીથી એવું જ કામ નથી કરવું. હું ફક્ત સ્વસ્થ અને ફીટ રહેવા માંગું છું

કરીનાની ફિલ્મ વીરે દી વેડિંગને લઈને એક સમાચાર પણ સામે આવ્યા છે. આખરે નિર્માતાઓએ આ ફિલ્મનો બીજો ભાગ બનાવવાનો નિર્ણય લીધો છે.

પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદીએ પીપિંગમૂન સાથે વાત કરતી વખતે ખુલાસો કર્યો છે કે, તેઓ જલ્દી વીરે દી વેડિંગની સિક્વલ શરૂ કરી શકે છે. નિખિલે કહ્યું- અમે ‘વીરે દી વેડિંગ 2’ બનાવવા માંગીએ છીએ. અમે માત્ર કરીનાની ફરી માતા બનવાની રાહ જોઇ રહ્યા છીએ. એકવાર તે માતા બની જાય, તે પછી અમે ફિલ્મની સિક્વલ શરૂ કરી શકીએ છીએ.

You cannot copy content of this page