Only Gujarat

Bollywood

‘સિંઘમ’ની લાડલીએ કર્યો જબરજસ્ત ડાન્સ, નજર નહીં હટાવી શકો!

મુંબઈઃ કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન ભલે અત્યારે ફિલ્મોથી દૂર છે, પણ તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર હંમેશાં છવાયેલા રહે છે. બૉલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલાં ન્યાસાની ફૅન ફૉલોઇંગ ઝડપથી વધવા લાગી છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણાં ફેન્સ એકાઉન્ટ પણ બની ગયાં છે. આ દરમિયાન નીસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

નીસા દેવગનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયોમાં તે પોતાના ફ્રેન્ડ સાથે ડાન્સ મૂવ્સને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. નીસાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં નીસા ‘સ્ટેન્ડ બાય મી’ ગીત પર પોતાની બે ફ્રેન્ડ સાથે ડાન્સ કરી રહી છે. જેમાં તેમણે વ્હાઇટ કલરનું ક્રોપ ટૉપ અને બ્લૂ કલરનું જીન્સ પહેર્યું છે. ખુલ્લા વાળમાં ન્યાસાનો આ લુક તેમના પર ખૂબ જ ખીલી રહ્યો છે.

ન્યાસા પોતાના લુક માટે ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ હતી. કેટલાક મહિના પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, ‘તેમના પર સેલેબ્રિટી કિડ હોવાનું પ્રેશર રહે છે, પણ તેમના માતા-પિતાના સપોર્ટને લીધે તેમને આ બધી વસ્તુનો સામનો કરવાની તાકાત મળે છે.’

ઉલ્લેખનીય છે કે, ન્યાસા અત્યારે માત્ર 17 વર્ષની છે, તે સિંગાપુરથી સ્ટડી કરી રહી છે. કોરોના વાઇરસને લીધે તે સિંગાપુરમાં ફસાઈ ગઈ હતી. જોકે, પછી તે મુંબઈ પાછી આવી ગઈ હતી.

You cannot copy content of this page