Only Gujarat

Bollywood

આ એક્ટ્રેસિસે ગુપચુપ રીતે કર્યાં હતાં લગ્ન, આ હીરોઈને બે વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા લગ્ન

મુંબઈઃ બૉલિવૂડમાં એવાં અનેક એક્ટર અને એક્ટ્રસ છે જે ફિલ્મ ઉપરાંત તેમના લગ્ન અને પતિ-પત્નીને લીધે ચર્ચામાં રહે છે. ઘણાં એક્ટર અને એક્ટ્રસના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં, પણ કેટલાંક એવા પણ સ્ટાર છે જેમણે છુપાઈને લગ્ન કર્યાં હતાં, જેની કોઈને જાણ પણ થઈ નહોતી. આજે અમે તમને એવી બૉલિવૂડની એક્ટ્રસ વિશે જણાવીએ જેમણે છુપાઈને લગ્ન કર્યાં હતાં.

પૂજા બત્રાઃ પૂજા બત્રા 90નાં દશકની ચર્ચિત એક્ટ્રસમાંથી એક છે. પૂજા બત્રાએ ગયાં વર્ષે એક્ટર નવાબ શાહ સાથે દિલ્હીમાં છુપાઈને લગ્ન કર્યાં હતાં. પાંચ મહિના સુધી એકબીજાને ડેટ કર્યાં પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. નવાબ શાહ પણ બૉલિવૂડના ફૅમસ એક્ટર છે. પૂજા બત્રાના આ બીજા લગ્ન છે.

આરતી છાબડિયાઃ આરતી છાબડિયા ફિલ્મ ‘તુમસે અચ્છા કોન હૈ’ અને ‘આવારા પાગલ દીવાના’ સહિતની અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. આરતી છાબડિયાએ ગયાં વર્ષે 25 જૂને વિશારદ બીદાસેસી સાથે છુપાઈને લગ્ન કર્યાં હતાં. આરતીએ પારંપરિક રીતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં જેના ફોટો સોશિયલ મીડિયામાં છવાયા હતાં.

નેહા ધૂપિયાઃ નેહા ધૂપિયા બૉલિવૂડની ફૅમસ એક્ટ્રસમાંથી એક છે. નેહા ધૂપિયાએ વર્ષ 2018માં એક્ટર અંગદ બેદી સાથે છુપાઈને દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. પોતાના લગ્નનો ખુલાસો નેહા ધૂપિયાએ સોશિયલ મીડિયામાં કર્યો હતો. લગ્ન પહેલાં અંગદ બેદી અને નેહા ધૂપિયાએ એકબીજાને ઘણાં સમય સુધી ડેટ કર્યાં હતાં.

ઉર્મિલા માતોંડકરઃ ઉર્મિલા માતોંડકર બૉલિવૂડની સુપરહિટ એક્ટ્રસમાંથી એક છે. ઉર્મિલા માતોંડકરે વર્ષ 2016માં કશ્મીરી બિઝનેસમેન અને મૉડેલ મોહસિન અખ્તર સાથે છુપાઈને લગ્ન કર્યાં હતાં. મોહસિન ઉંમરમાં ઉર્મિલા માતોંડકર કરતાં 10 વર્ષ નાનો છે. ઉર્મિલા માતોંડકરે બૉલિવૂડની ફિલ્મ ‘રંગીલા’, ‘જુદાઈ’, ‘સત્યા’ અને ‘એક હસીના થી’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

સુરવીન ચાવલાઃ સુરવીન ચાવલા ફૅમસ એક્ટ્રસમાંથી એક છે. સુરવીન ચાવલાએ બૉલિવૂડની ફિલ્મ ‘હેટ સ્ટોરી 2’, ‘અગલી’ અને ‘પાર્ચડ’માં કામ કર્યું છે. સુરવીન ચાવલાએ વર્ષ 2015માં અક્ષય ઠક્કર સાથે છુપાઈને લગ્ન કર્યાં હતાં, પણ બંનેએ આ લગ્નને બે વર્ષ સુધી છુપાઈને રાખ્યા હતાં. સુરવીન ચાવલાએ તેમના લગ્નનો ખુલાસો વર્ષ 2017માં સોશિયલ મીડિયા દ્વારા કર્યો હતો.

You cannot copy content of this page