Only Gujarat

Bollywood FEATURED

જ્યારે કરીનાની સાસુમાને હતો કેપ્ટન કોહલીના બાળકનો ડર, લાડલા પૌત્ર અંગે કહી હતી આ વાત

મુંબઈઃ ગર્ભવતી બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલ મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં પતિ સૈફ અલી ખાન સાથે છે. વાસ્તવમાં સૈફ પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ અહીં કરી રહ્યો છે. આ કારણે દીકરો તૈમૂર અલી ખાન પણ તેમની સાથે જ છે. કરીના અને સૈફ અલી ખાને દિવાળી પણ અહીં જ સેલિબ્રેટ કરી હતી. તમામ લોકો જાણ છે કે તૈમૂર નાની વયે જ એક સ્ટાર કિડ છે અને ઘણો લોકપ્રિય પણ થઈ ચૂક્યો છે.


તૈમૂર સૌથી વધુ લાઈમલાઈટમાં રહેતો સ્ટાર કિડ છે. હવે કરીના બીજી વખત માતા બનાવી છે. બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પ્રેગ્નન્ટ છે તથા વહેલી તકે માતા બનવાની છે. હવે કરીનાની સાસુ શર્મિલા ટાગોરનો એક જુનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના પૌત્ર અંગે ચિંતા વ્યક્ત કરતી જોવા મળી રહી છે.

અમુક મહિના અગાઉ તૈમૂરની દાદી પોતાની વહુ કરીનાના ચેટ શો કુચમાં સામેલ થઈ હતી અને ઘણા મુદ્દાઓ પર તેમણે વાત કરી હતી. જેમાં તૈમૂર અંગે પણ સવાલ કરાયો હતો. આ સમયે શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા એક ચિંતાનો વિષય છે અને કઈ રીતે તેની બાળકો પર અસર થશે અને તેમના પેરેન્ટ્સ પર આ વાત કોઈના કંટ્રોલમાં નથી. આ બાબતોથી તૈમૂર હાલ પ્રભાવિત નહીં થાય કારણ કે તે નાનો છે, પરંતુ જ્યારે તે મોટો થશે ત્યારે તેને અમુક સમસ્યાઓ થઈ શકે છે.

શર્મિલાએ કહ્યું કે,‘જ્યારે તૈમુર મોટો થઈ સોશિયલ મીડિયા વાપરતો થશે ત્યારે તેની પર ઘણા પ્રકારની માહિતીઓનો વરસાદ થશે. મને લાગે છે જ્યારે મીડિયા આમ કરે છે ત્યારે તમને મોટો બનાવે છે અને પછી અચાનક છોડી દે છે. એવું બની શકે જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ત્યાં બાળક આવશે ત્યારે તૈમૂર પરથી ધ્યાન હટાવી લેવામાં આવશે.’

શર્મિલાએ કહ્યું કે, ‘હાલ તૈમૂર આ બધી વાતો સમજવા ઘણો નાનો છે પરંતુ જો 7-8 વર્ષની વય સુધી તેની પર ફોક્સ રહે છે અને અચાનક પછી તેને છોડી દેવામાં આવશે તો તેની અસર તૈમૂર પર થશે. આ અંગે માતા-પિતાએ ધ્યાન આપવાની જરૂર છે.

દાદી હોવાના કારણે હું આ સમસ્યાઓ અંગે જણાવી શકું છું.’ તૈમૂરનો જન્મ ડિસેમ્બર 2016માં થયો હતો અને ત્યારથી અત્યારસુધી તે ચર્ચામાં રહે છે. હવે તૈમૂર વહેલી તકે મોટો ભાઈ બનવા જઈ રહ્યાં છે. બીજી તરફ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આગામી વર્ષના પ્રારંભ માતા-પિતા બનશે.

તૈમૂરના પિતા સૈફ અલી ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તૈમૂરના વર્તન અંગે કહ્યું હતું કે, ‘તે ઘરમાં અત્યારથી જ બધાની પર પોતાનો રોફ જમાવે છે. મને લાગે છે કે, તૈમૂર અંગે થોડું સ્ટ્રિક્ટ થવું પડશે પરંતુ મે છોડી દીધું. તૈમૂર મારું ત્રીજું સંતાન છે અને કરીનાનું પ્રથમ. તેથી તે તૈમૂરને થોડું બગાડી રહી છે.’

સૈફ અલી ખાને કરણના શોમાં કહ્યું હતું કે, તૈમૂરની એક તસવીર 1500 રૂપિયામાં વેચાય છે. સૈફના મતે આટલી કિંમત કોઈ સુપરસ્ટારની તસવીરની પણ નહીં હોય. તૈમૂરની તસવીરોની કિંમત વધુ હોવાનું કારણ તેની ક્યૂટનેસ છે.

You cannot copy content of this page