Only Gujarat

Bollywood

અહીં સ્ટડી કરે છે બોલિવૂડના સ્ટાર કિડ્ઝ, સ્કૂલની ફી સાંભળશો તો આંખો થઈ જશે પહોળી

મુંબઈ: હાલમાં તમામ શાળાઓ લોકડાઉનને કારણે બંધ છે. બાળકોને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ તમારા મનમાં પણ આ સવાલ આવ્યો થશે કે પ્રખ્યાત કલાકારોના બાળકો કઈ શાળામાં અભ્યાસ કરે છે? ચાલો તમને જણાવીએ કે ક્યા સ્ટારના બાળકો કઇ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

ઋતિક રોશન અને સુઝાનના બંને પુત્રો ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલકેજીથી સાતમા વર્ગની ફી ત્યાં 1 લાખ 70 હજાર રૂપિયા સુધી છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ જુહુની ઇકોલે મોંડીઆલે વર્લ્ડ સ્કૂલમાં ભણેલો છે. આરવને માર્શલ આર્ટ્સમાં રસ છે. ફેબ્રુઆરી 2016 માં અક્ષયે તેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં પીએમ મોદી તેના કાન ખેંચતા નજરે પડ્યા હતા. અહેવાલો અનુસાર અક્ષયની પુત્રી નિતારા પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

માધુરી દીક્ષિત નેનેના બંને દીકરા અરિન અને રયાન મુંબઈની ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલ ભારતની ટોચની ત્રણ શાળાઓમાં શામેલ છે.

શાહરૂખ ખાનનો દીકરો અબરામ પણ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અબરામ પહેલાં શાહરૂખના બંને બાળકોએ પણ અહીંયા જ અભ્યાસ કરેલો છે.

સાથે જણાવવાનું કે અભિષેક અને ઐશ્વર્યાની લાડલી પુત્રી આરાધ્યા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 2003 માં નીતા અંબાણી દ્વારા આ શાળાની શરૂઆત કરવામાં આવી હતી.

કરિશ્મા કપૂરનો પુત્ર કિઆન પણ ધીરુભાઇ અંબાણી આંતરરાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરે છે.

You cannot copy content of this page