Only Gujarat

Bollywood

આલિયા ભટ્ટનું સાવ સામાન્ય લાગતું આ સ્વેટરની કિંમત સાંભળીને ચમકી જશો!

મુંબઈઃ એક્ટ્રસ આલિયા ભટ્ટ પોતાની એક્ટિંગ ઉપરાંત ફૅશન સેન્સને લીધે પણ ચર્ચામાં રહે છે. તેમની એક એવી સ્ટાઇલ છે કે ફેન્સ તેમના પર ફિદા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર પણ તેમના દરેક ફોટો વાઇરલ થઈ રહ્યાં છે.

અત્યારે આલિયા ભટ્ટ હાલમાં જ એક ડબિંગ સ્ટૂડિયોમાં જતાં દેખાઈ હતી. આલિયા ત્યાં પોતાની ફિલ્મને લીધે ગઈ હતી, પણ ચર્ચામાં તેમનો લુક હતો. આલિયાએ એક પિંક કલરનું સ્વેટશર્ટ પહેર્યું હતું.

આમ તો આલિયાનું આ સ્વેટશર્ટ કંઈ ખાસ નથી, પણ જો તમે તેમની કિંમત જાણશો તો વિચારમાં પડી જશો. આલિયા હંમેશા ટૉપ બ્રાન્ડ કપડાં પહેરે છે. તેમના દરેક ડ્રેસની કિંમત ખૂબ જ વધારે હોય છે.

આ ફોટોમાં આલિયાએ જે પિંક સ્વેટશર્ટ પહેર્યું છે તે ગૂચી બ્રાન્ડનું છે. તેની કિંમત 97 હજાર કહેવામાં આવી રહી છે. સામાન્ય દેખાતું આ સ્વેટશર્ટ એટલું મોંઘું છે કે, ફેન્સને હેરાન કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી આલિયા સતત બાંદ્રાના ડબિંગ સ્ટૂડિયોમાં જઈ રહી છે. તે જ્યારે પણ અહીંથી નીકળે છે, ત્યારે કેમેરામાં તેમનો લુક કેદ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ટ્રેન્ડ કરી રહ્યો છે.

છેલ્લે આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ રિલીઝ થઈ હતી. ફિલ્મ સુપર ફ્લોપ હતી. નેપોટિઝ્મને લીધે લોકોના ગુસ્સાએ આલિયાની ફિલ્મને ફ્લોપ બનાવી દીધી હતી. ફિલ્મનું નિર્દેશન તેમના પિતા મહેશ ભટ્ટે કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ અત્યારના સમયે ફિલ્મની તૈયારીમાં છે. તે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહી છે. આ ફિલ્મન અંગે તે જબરદસ્ત બઝ લાગી રહી છે.

You cannot copy content of this page