Only Gujarat

Bollywood FEATURED

મોંઘી નહીં પણ ઘરમાં રહેલી સાવ સસ્તી વસ્તુઓથી આ બોલિવૂડ સુંદરીઓ ચમકાવે ચહેરો!

મુંબઈઃ બોલિવૂડના મોટાભાગના સેલેબ્સ પોતે તો કોસ્મેટિક પ્રોડક્ટ્સની જાહેરાત કરતાં જોવા મળે છે. ઘણાં લોકોને લાગતું હશે કે સેલેબ્સ પોતાના ચહેરાની ચમક માટે મોંઘી પ્રોડક્ટ્સ વાપરતાં હશે. જોકે, મોટાભાગના સેલેબ્સ પોતાના ચહેરાની ચમક માટે ઘરેલું ફેસ પેક અને વસ્તુઓનો ઉપયોગ કરે છે. ત્યારે અમે તમને જણાવીએ કે બોલિવૂડની એક્ટ્રસ પોતાના ચહેરાની ચમક બનાવી રાખવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે. કરીના કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરા સહિતની આ એક્ટ્રસ ખૂબ જ સસ્તી વસ્તુનો ઉપયોગ તેમના ચહેરાની ચમક બનાવી રાખવા માટે કરે છે.

અનુષ્કા શર્મા અત્યારે પ્રેગ્નન્ટ છે. પ્રેગ્નન્સીમાં પણ તે તેની સ્કિનનું ખાસ ધ્યાન રાખે છે. તે ચહેરા પર ઘરે બનાવેલો ફેસ પેક જ લગાવવાનું પસંદ કરે છે.

પ્રિયંકા ચોપરા પોતાની સ્કિનને ચમકદાર બનાવી રાખવા માટે દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવે છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે શૂટિંગ ન હોય ત્યારે મેકઅપથી દૂર રહે છે. તેની સુંદરતાનું રહસ્ય હળદર અને દહીંનો ફેસ પેક છે.

દીપિકા પાદુકોણ પોતાની સ્કિનને હાઇડ્રેડ રાખવા માટે દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવે છે અને જંક ફૂડથી દૂર રહે છે. તે દરરોજ ક્લિનિંગ, ટોનિંગ અને મોઇસ્ચરાઇઝિંગના નિયમોને ફોલો કરે છે.

કરીના કપૂર પોતાની નેચરલ બ્યૂટી માટે ઓળખાય છે. તે મોટેભાગે વગર મેકઅપે જોવા મળે છે. કરીનાની સ્કીન ખૂબ જ ચમકદાર છે. તે પોતાની સ્કીન પર મધથી મસાજ કરે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન પણ પોતાની સ્કિનને ફ્લૉલેસ રાખવા માટે માત્ર નેચરલ વસ્તુનો જ ઉપયોગ કરે છે. તે બેસન, મધ અને દહીંનો ઉપયોગ કરે છે. ઐશ્વર્યા તે વાતનું પણ ધ્યાન રાખે છે કે તે અઠવાડિયામાં એકવાર તેના વાળમાં તેલ જરૂર નાખે છે. તે ચહેરા પર કાકડીનો ફેસપેક લગાવે છે.

કેટરીના કૈફ પોતાની સ્કિન પર મેકઅપ લગાવવાનું પસંદ નથી. જ્યારે તેનું શૂટિંગ ના હોય, ત્યારે તે સનસ્ક્રીન લોશન અને એક લિપ બામ લગાવે છે. પોતાની સ્કિનના ગ્લો માટે એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરે છે.

આલિયા ભટ્ટ વગર મેકઅપે પણ સુંદર લાગે છે. આલિયાની ગ્લોઇંગ સ્કિનનું રહસ્ય છે મુલતાની માટી. આલિયા તેના ચહેરા પર મુલતાની માટીનો ફેસપેક લગાવે છે. આ ફેસ પેક સ્કિનમાં ઓઇલના પ્રોડક્શનને કન્ટ્રોલ કરે છે, જેનાથી ચહેરા પરથી એક્ને, પિમ્પલ્સ અને ડાઘા જતાં રહે છે.

શિલ્પા શેટ્ટી પોતાની સ્કિન પર સાબૂનો પ્રયોગ કરતી નથી. તે પોતાનો મેકઅપ કાઢવા માટે બેબી ઓઇલ અને નારિયેળ તેલનો પ્રયોગ કરે છે. રોજ સવારે તે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવે છે અને દિવસ દરમિયાન ગરમ પાણી પીવે છે, જેનાથી તેમનું વજન વધે નહીં.

સોનાક્ષી સિન્હા પોતાના ચહેરા પર આઇસથી મસાજ કરે છે, જેનાથી તેમની સ્કિનના બંધ પોર્સ ખુલી જાય છે અને જેનાથી તેમને ચમકતી ત્વચા મળે છે. આ ઉપરાંત તે સૂતા પહેલાં મેકઅપને સાફ કરી દે છે.

You cannot copy content of this page