Only Gujarat

Bollywood

આ બોલિવૂડ સ્ટાર્સ છે જ્યોતિષમાં અથાગ શ્રદ્ધા, સફળતા માટે જ્યોતિષની લીધી હતી મદદ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર્સ પોતાની વસ્તુઓ બાબતે ઘણા ગંભીર રહેતા હોય છે. જો કોઈ વસ્તુ તેમને કરિયરમાં મુશ્કેલી ઉભી કરતી લાગે તો તેને પોતાનાથી દૂર કરી દે છે. અમુક એક્ટર્સે પોતાના નામ બદલ્યા અને સ્ટેજ નેમના કારણે તેમને અલગ જ ઓળખ મળી. અમુક એક્ટર્સ અંક જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે અને તેથી પોતાના નામની સ્પેલિંગમાં ફેરફાર કર્યા જેથી પર્સનલ લાઈફ અને કરિયરમાં લાભ મળે. અહીં અમે આવા જ 8 બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવી રહ્યાં છીએ.

સુનીલ શેટ્ટી: ફિલ્મ્સથી 4 વર્ષ દૂર રહ્યાં બાદ સુનીલ શેટ્ટીએ કમબેક કર્યું તો તેમણે લોકો માટે ફિટનેસ ગોલ સેટ કર્યા. 90ના દાયકામાં પોતાના એક્શન સીન્સ માટે જાણીતા સુનીલ હાલ ફિલ્મ્સમાં ઓછા જોવા મળે છે. તેમણે પોતાના નામની સ્પેલિંગમાં ફેરફાર કર્યો Sunil થી Suniel બની ગયા.

રાજકુમાર રાવઃ એક્ટર રાજકુમારે પણ અંક જ્યોતિષની મદદ લીધી અને પછી ટેલેન્ટની સાથે તેને જ્યોતિષ શાસ્ત્રનો પણ લાભ મળતા સફળતા મળી. પહેલા એક્ટરનું નામ Rajkumar Yadav હતું પરંતુ પછી તેણે સરનેમ બદલી રાવ કરી અને Rajkumar માં એક m વધાર્યો હતો.

આયુષ્યમાન ખુરાનાઃ ઘણા ઓછા લોકોને ખબર હશે કે આયુષ્માનના પિતા જ્યોતિષી છે. આયુષ્માને પણ પોતાના નામમાં ફેરફાર કર્યા હતા. તે પોતાનું નામ Ayushman Khurana લખતો હતો પરંતુ પછી n અને rનો ઉમેરો કર્યો અને Ayushmann Khurrana બની ગયો. તેનું નવું નામ થોડું કન્ફ્યૂઝીંગ છે પરંતુ તેને કરિયરમાં સારી એવી સફળતા અને બોલિવૂડમાં સારું સ્થાન મળી ગયું છે.

તુષાર કપૂરઃ ‘ગોલમાલ’ સીરિઝમાં પોતાની શાનદાર કોમેડીના કારણે જાણીતા Tussharએ પણ નામમાં એક વધુ s જોડ્યો હતો. જોકે તેનાથી પણ તેના કરિયરને ખાસ સફળતા મળી નહીં અને તે પોતાનો મોટાભાગનો સમય પર્સનલ લાઈફને આપે છે. અગાઉ તે Tushar નામ લખતો હતો.

રાની મુખર્જીઃ રાની બોલિવૂડની જાણીતી એક્ટ્રેસિસમાંથી એક છે. તે પોતાની શાનદાર એક્ટિંગના કારણે ઓળખાય છે. રાની પણ નામ બદલવા મામલે પાછળ નથી. તે પહેલા નામ Rani Mukherji લખતી હતી પરંતુ પછી અંક જ્યોતિષને કારણે Rani Mukerji કરી લીધું.

કરિશ્મા કપૂરઃ ઘણા એક્ટર્સે પોતાના નામમાં નવા અક્ષરો ઉમેર્યા તો રાની અને કરિશ્માએ પોતાના નામમાંથી અમુક અક્ષરની બાદબાકી કરી. કરિશ્માએ પોતાનું નામ Karishma Kapoor બદલી Karisma Kapoor કર્યું હતું.

જાવેદ જાફરીઃ આ લિસ્ટમાં જાવેદ જાફરીનું નામ પણ સામેલ છે. અગાઉ તે Javed Jaafery નામ લખતા પરંતુ પછી તેમણે નામ બદલી Javed Jaffrey કરી નાખ્યું. તેમણે પોતાના સરનેમમાં લેટર્સના પ્લેસમેન્ટમાં પણ ફેરફાર કર્યો.

You cannot copy content of this page