Only Gujarat

FEATURED International

કોરોનાનો ડર તો એવો લાગ્યો કે 14 લાખ રૂપિયા પહેલા મશીનમાં ધોયા ને પછી ઓવનમાં સૂકવ્યાં

સિયોલઃ કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી બચવા માટે લોકો કેટકેટલી સાવધાની રાખી રહ્યાં છે. આ બધા વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જાણીને આપ દંગ રહી જશો. સાઉથ કોરિયામાં એક વ્યક્તિએ કોરોનાના ડરથી લાખોની નોટો પણ વોશિંગ મશીનમાં ધોઇ નાખી.

આ ઘટના દક્ષિણ કોરિયાની છે. સ્થાનિક મીડિયા મુજબ દક્ષિણ કોરિયામાં સિયોલની પાસે અંસન શહેરમાં રહેનાર એક વ્યક્તિએ કોરોના સંક્રમણના ડરથી તેમના બધા જ પૈસા ડિસઇન્ફેક્ટેડ કરવા માટે વોશિંગ મશીનમાં ધોઇ નાખ્યા. તેમણે 14 લાખ રૂપિયા વોશિંગ મશીનમાં ધોઇ નાખ્યા. ધોયા બાદ સુકવવા માટે તેમણે તેને ઓવનમાં મૂ્ક્યા જો કે આવું કરવાથી તેમની મોટાભાગની નોટો સળગી ગઇ.

આ શખ્સની નોટને ડિસઇન્ફેક્ટેડ કરવાની રીતથી બધા જ હેરાન છે. આવું કરવાથી આ વ્યક્તિને મોટું નુકસાન થયું મોટાભાગની નોટો તૂટી ફૂટી ગઇ હતી. આ સ્થિતિ સર્જાયા બાદ આ વ્યક્તિ બેન્ક ઓફ કોરિયા પહોંચ્યો અને નોટ બદલી આપવા માટે વિંનંતી કરી.

બેન્ક ઓફ કોરિયાના અધિકારીએ તેમને જણાવ્યું કે, તૂટી ફૂટી અને ક્ષતિગ્રસ્ત નોટોની બદલીનો નિયમ છે. અમુક નિયમો હેઠળ આ પ્રક્રિયા શક્ય છે. ત્યારબાદ આ વ્યક્તિને નિયમનો હેઠળ 23 મિલિયન ડોલર (19,320 ડોલર)ની કરન્સી આપવામાં આવી.

બેન્કના અધિકારી વાઉનએ જણાવ્યું કે, જો કે આ શખ્સની કેટલીક નોટો એમ જ વેસ્ટ ગઇ કારણે તે વધુ ડેમેજ હતી. બાકીની નોટોને નિયમ મુજબ બદલી દેવાઇ છે. બેન્કના અધિકારીઓનું કહેવું છે કે, આ સ્થિતિમાં કેટલી નોટો બદલી શકાય છે તે નોટો કેટલી ખરાબ છે તેના પરથી નક્કી કરી શકાય છે. જો નોટોને ઓછું નુકસાન પહોંચ્યું હોય તો બેન્ક બધી જ નોટ બદલી આપે છે.

આ વ્યક્તિની ઓળખ માત્ર ર્ઇઓએમ પરિવારથી થઇ છે. બેન્કના અધિકારીઓએ ગોપનીય કાયદાના કારણે બીજી કોઇ જાણકારી આ વ્યક્તિ વિશે નથી આપી. જો કે હાલ તો નોટો ડિસઇફેક્ટેડ કરવાના તેની રીત પર લોકોએ તેની મજાક ઉડાવી રહ્યા છે અને તેમનો આ કિસ્સો ચર્ચામાં છે.

You cannot copy content of this page