Only Gujarat

International TOP STORIES

વૈજ્ઞાનિકોનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: કેવી રીતે બનાવી કોરોનાની રસી તે જાણી નવાઈ લાગશે?

દુનિયાભરમાં ગ્રેટ ડિપ્રેશન કરતાં પણ મોટું મંદીનું કારણ બની રહેલાં કોરોનાવાયરસનો ઉપાય ફક્ત વેક્સિનની પાસે છે. તેના ઉત્પાદન અને ટ્રાયલની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર છે. છેલ્લા અઠવાડિયા સુધી, એવું લાગતું હતું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની રસી સૌથી પહેલાં માર્કેટમાં આવશે. જો કે, હવે રશિયાએ જાહેરાત કરી છે કે તેની રસી 10 અને 12 ઓગસ્ટની વચ્ચે રજીસ્ટર થઈ જશે,એટલે તેને અપ્રૂવલ મળી જશે.

આ સાંભળીને ભારત, બ્રાઝિલ, સાઉદી અરેબિયા સહિત 20 દેશોએ રશિયન રસી પ્રત્યે રસ દાખવ્યો છે. જ્યારે, અમેરિકન અને યુરોપિયન વૈજ્ઞાનિકોની આંખોમાં શંકાઓ દેખાવા લાગી. શું છે રશિયાની રસી અને તે કેવી રીતે સલામત અને અસરકારક સાબિત થશે? ચાલો તેના વિશે બધું જાણીએ.

આ રસી શું છે અને તે કેવી રીતે ઝડપથી બની?
આ રસીનું નામ Gam-Covid-Vac Lyo છે અને મોસ્કોમાં રશિયન આરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલ સંગઠન ગેમાલેય રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી છે. જૂનમાં, રશિયન સંસ્થાએ રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. ફેઝ -1 ટ્રાયલ્સ શરૂ કરી દેવામાં આવ્યુ છે. એવા રીપોર્ટ પણ આવ્યા છે કે આ રસી રશિયાની દિગ્ગજ હસ્તીઓ માટે લાગુ કરવામાં આવી રહી છે.

રશિયન રસીમાં હ્યુમન એડેનોવાયરસ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને નબળા પડવામાં આવ્યા છે જેથી તેઓ શરીરમાં વિકાસ કરી શકતા નથી અને શરીરને સુરક્ષિત રાખી શકે છે. આ માનવ એડેનોવાયરસને Ad5 અને Ad26નામ આપવામાં આવ્યા છે અને બંનેનું કોમ્બિનેશન છે. બંને કોરોનાવાયરસ જીનથી એન્જીનીયર કરાયેલાછે. હાલમાં, વિશ્વભરમાં વિકસિત થતી મોટાભાગની રસીઓ એક વેક્ટર પર આધારિત છે જ્યારે આ બે વેક્ટર પર આધારિત છે. દર્દીઓએ બીજો બૂસ્ટર શોટ પણ લગાવવો પડશે.

રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ અન્ય રોગો સામે લડવા માટે બનાવેલી રસીમાં ફેરફાર કર્યા છે અને તેનાંથી આ ઝડપી બની ગઈ છે. જોકે, અન્ય દેશો અને અન્ય કંપનીઓએ પણ આ અભિગમ અપનાવ્યો છે. મોડર્નાએ મર્સ નામના સંબંધિત વાયરસ માટેની રસીમાં થોડો ફેરફાર કર્યો છે. તેનાંથી વિકાસ પ્રક્રિયાને વેગ મળ્યો છે, પરંતુ યુ.એસ. અને યુરોપિયન રેગ્યુલેટર આ રસીની સેફ્ટી અને ઈફેક્ટિવનેસની નજીકથી દેખરેખ રાખી રહ્યુ છે.

આ રસીનું નામ Gam-Covid-Vac Lyo છે અને મોસ્કોમાં રશિયન આરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલ સંગઠન ગેમાલેય રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી છે. જૂનમાં, રશિયન સંસ્થાએ રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. ફેઝ -1 ટ્રાયલ્સ શરૂ કરી દેવામાં આવ્યુ છે. એવા રીપોર્ટ પણ આવ્યા છે કે આ રસી રશિયાની દિગ્ગજ હસ્તીઓ માટે લાગુ કરવામાં આવી રહી છે. રશિયન રસીમાં હ્યુમન એડેનોવાયરસ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને નબળા પડવામાં આવ્યા છે જેથી તેઓ શરીરમાં વિકાસ કરી શકતા નથી અને શરીરને સુરક્ષિત રાખી શકે છે.

રશિયા તરફથી કેવા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે?
રશિયાના નાયબ વડા પ્રધાન તાત્યાના ગોલિકોવાએ કહ્યું કે રસી ઓગસ્ટમાં નોંધવામાં આવશે. તેનું સપ્ટેમ્બરમાં જ તેનું માસ પ્રોડક્શન શરૂ થશે.આ પહેલા 15 જુલાઈએ રશિયન વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ રસી એડિનોવાયરસ આધારિત છે. તેના પ્રારંભિક તબક્કાના પરીક્ષણો થયા છે. અત્યાર સુધીનાં પરિણામો સફળ રહ્યા છે.

જુલાઈના છેલ્લા અઠવાડિયામાં, રશિયન આરોગ્ય પ્રધાને કહ્યું કે ગેમાલિયાએ રસીના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા છે. રજીસ્ટ્રેશન માટે પેપર વર્ક કરી રહ્યા છીએ. CNNના એક રિપોર્ટમાં રશિયન અધિકારીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ભારત, બ્રાઝિલ, સાઉદી અરેબિયા સહિત 20 થી વધુ દેશોએ આ રસી પ્રત્યે રસ દાખવ્યો છે.

અધિકારીઓએ સીએનએનને એમ પણ કહ્યું કે 12 ઓગસ્ટની અંતિમ તારીખ છે. નિયમનકાર જાહેર ઉપયોગ માટે મંજૂરી આપશે. તે પછી તેનો ઉપયોગ આરોગ્ય કર્મચારીઓ પર કરવામાં આવશે. રશિયન આરોગ્ય પ્રધાને શનિવારે કહ્યું હતું કે ઓક્ટોબરમાં સમૂહ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. તેની શરૂઆત ડોકટરો અને શિક્ષકોથી થશે.

રશિયન રસી સાથે વિશ્વનાં અન્ય દેશોને સમસ્યા શું છે?
બ્રિટન, યુરોપિયન દેશો અને અમેરિકનનાં કેટલાંક નિષ્ણાતોને રશિયાના ફાસ્ટ-ટ્રેક અભિગમથી સમસ્યા છે. તેઓ તેની સલામતી અને અસરકારકતા પર સવાલ કરી રહ્યા છે. ચેપી રોગોના અમેરિકન નિષ્ણાત ડો. એન્થોની ફોસીને ડર છે કે રશિયા અને ચીનમાં રસી અસરકારક અને સલામત નથી. તેની વ્યાપક તપાસ થવી જોઈએ.

અમેરિકન નિષ્ણાંતે એમ પણ કહ્યું હતું કે યુ.એસ. આ વર્ષના અંત સુધીમાં રસી બનાવશે અને અન્ય કોઈ દેશ પર નિર્ભર રહેવું નહીં પડે. આમતો, રશિયાએ રસીની અસરકારકતા અને સલામતી શોધવા માટે રસી પરીક્ષણ સંબંધિત કોઈ વૈજ્ઞાનિક ડેટા રજૂ કર્યો નથી. વિવેચકો કહે છે કે, વૈજ્ઞાનિકો પર ક્રેમલિન (રશિયન સંરક્ષણ મંત્રાલય)નું દબાણ છે. તે રશિયાને વૈશ્વિક વૈજ્ઞાનિક ફોર્સ તરીકે રજૂ કરવા માંગે છે.

ટીકાઓ પર રશિયાનું શું કહેવાનું છે?
રશિયન ડેવલપર્સની યોજના હતી કે, 3 ઓગષ્ટ સુધી ફેઝ-2 પૂર્ણ થઈ જશે. ફેઝ -3 પરીક્ષણ અને તબીબી કર્મચારીઓની રસી એકસાથે ચાલશે. હ્યુમન ટ્રાયલ્સ માટે રશિયન સૈનિકોને સ્વયંસેવક બનાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ડિરેક્ટર એલેક્ઝાંડર જીન્સબર્ગે જણાવ્યું હતું કે તેમણે પણ જાતે જ આ રસી અજમાવી છે. રશિયન અધિકારીઓ પણ દાવો કરે છે કે, રસી બનાવવા માટે ફાસ્ટ ટ્રેક પ્રક્રિયાની મંજૂરી આપી છે. આ વૈશ્વિક રોગચાળાને હલ કરવા માટે કરવામાં આવ્યું હતું. રશિયન અધિકારીઓનું એમ પણ કહેવું છે કે હ્યુમન ટ્રાયલ્સનાં ડેટા પીઅર રીવ્યૂ અને પ્રકાશન માટે ઓગસ્ટના પ્રારંભિક અઠવાડિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.

તેને સ્પૂતનિક મોમેન્ટ કહેવામાં આવી રહ્યું છે, કેમ?
વાસ્તવમાં,1957 માં વિશ્વનો પ્રથમ ઉપગ્રહ તત્કાલીન સોવિયત સંઘે લોન્ચ કર્યો અને યુએસ વિરુદ્ધ તેની વૈજ્ઞાનિક દક્ષતા સાબિત કરી હતી. આ ઉપગ્રહનું નામ સ્પુતનિક હતું. રશિયાના સોવરેન ફંડના વડા કિરીલ દિમિત્રીવ કહે છે કે રસીની શોધ પણ સ્પૂતનિક મોમેન્ટ છે. તેમણે સીએનએનને કહ્યું, અમેરિકનો સ્પુતનિકથી સ્તબ્ધ થઈ ગયા. રસીના કિસ્સામાં પણ આવું જ બનશે. રશિયા રસી બનાવનાર પ્રથમ દેશ હશે. રશિયાએ ઇબોલા અને મર્સ રસીઓમાં શ્રેષ્ઠતા સાબિત કરી. વિશ્વની સૌથી મોટી સમસ્યાને પહોંચી વળવા માટે હવે પ્રથમ સલામત અને અસરકારક રસી લાવી રહ્યુ છે.

રશિયા પરના હેકિંગના આરોપો વિશે શું સત્ય છે?
ગયા મહિને, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો હતો કે રશિયન હેકિંગ જૂથોએ કોરોનાવાયરસ રસી ઉત્પન્ન કરતી સંસ્થાઓને નિશાન બનાવી હતી. યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેંટરે જણાવ્યું હતું કે હુમલો એપીટી 29 જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને ડ્યુક્સ અથવા કોઝી બિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રશિયન ગુપ્તચર સેવાઓનો ભાગ હતો.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન જૂથો રસીથી સંબંધિત માહિતી ચોરી કરવા માટે આ પ્રકારની રણનીતિ વાપરી રહ્યા છે. આ આરોપોને બ્રિટનમાં રશિયાના રાજદૂત, આન્દ્રે કેલિને નકારી કાઢ્યા હતા. તેમણે બીબીસીને કહ્યું કે આ આરોપોનો કોઈ આધાર નથી.

અન્ય રસીઓની સ્થિતિ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રસી ટ્રેકરના જણાવ્યા મુજબ, હાલમાં વિશ્વભરમાં 165 થી વધુ રસી વિકસિત કરવામાં આવી છે. ચીની મીડિયાએ જાહેરાત કરી હતી કે કેન્સિનો બાયોલોજિકસ દ્વારા ઉત્પાદિત રસી ચિની સૈન્ય દ્વારા વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. તે પ્રથમ માન્ય રસી બની ગઈ.

સિનોવેક અને સિનોફર્મ નામની બીજી બે ચીની કંપનીઓએ જુલાઇમાં બ્રાઝિલ અને યુએઈમાં તેમની રસીના ફેઝ -3 ટ્રાયલ્સ શરૂ કર્યા છે. તેમના પરિણામો પણ સપ્ટેમ્બર સુધીમાં આવશે. રશિયામાં જ, નોવોસિબિસ્ક (સાઇબિરીયા) માં વેક્ટર સ્ટેટ લેબોરેટરીએ પણ એક રસી તૈયાર કરી છે, જેનું ઉત્પાદન ઓક્ટોબર સુધીમાં થવાની ધારણા છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા રસીના પરીક્ષણોએ સારા પરિણામ દર્શાવ્યા છે, પરંતુ ડબ્લ્યુએચઓ કહે છે કે હજી તેને આગળ લાંબી મજલ કાપવાની બાકી છે. એ જ રીતે, યુ.એસ. સરકાર સમર્થિત મોડર્ના રસીના ફેઝ -3 ટ્રાયલ્સનો પ્રારંભ ગયા અઠવાડિયે જ થયો હતો. આ રસી આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવે તેવી સંભાવના છે.

ભારતીય રસીની સ્થિતિ શું છે?
ભારતમાં, બે રસી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ભારત બાયોટેકે આઈસીએમઆરના સહયોગથી કોવાક્સિન વિકસાવી છે. જેનું હ્યુમન ટ્રાયલ ગયા મહિને શરૂ કરવામાં આવ્યુ હતું. ફેઝ-1 અને ફેઝ -2 ટ્રાયલ એક સાથે થઈ રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં તેની રસી બજારમાં આવવાની અપેક્ષા છે. અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ZyCoV-D નામની રસી પણ વિકસાવી છે. આ દેશી રસી આવતા વર્ષના પ્રારંભમાં શરૂ કરવામાં આવશે. ઝાયડસ કેડિલા રસીને ફેઝ-1 અને ફેઝ-2ના માનવ પરીક્ષણો માટે નિયમનકારો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ માટેની પ્રક્રિયા પણ ઝડપી કરવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page