Only Gujarat

Bollywood

વિરાટ કોહલીની પત્ની લાંબી કે રણવીર સિંહની? ભાઈજાનની કેટ કયા નંબર પર આવે?

મુંબઈઃ બોલીવુડમાં અભિનેત્રીઓની ઊંચાઈનું મહત્વનું યોગદાન હોય છે. અહીં તમારો લૂક, તમારું ફિગર, તમારી ચાલ, બધાંનું પોતાનું મહત્વ છે. પડદાં પર સૌ કોઈ સારું દેખાવા ઈચ્છે છે. એવામાં સારી ઊંચાઈ પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. બોલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જેની ઊંચાઈ ઘણી સારી છે. તો ઘણી અભિનેત્રીઓ હીરો કરતા પણ લાંબી છે અને એ તમે ફિલ્મોમાં નોટિસ કરી ચૂક્યા હશો. તો ચાલો આજે તમને જણાવીએ આવી લાંબી અભિનેત્રીઓ વિશે..

સુષ્મિતા સેનઃ પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન હાલમાં પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં છે. ચર્ચા છે કે તે જલ્દી જ પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે છે. હાલમાં જ સુષ્મિતા એક વેબ સીરિઝમાં નજર આવી હતી. તેણે પોતાના કરિયરમાં ગોવિંદાથી લઈને સલમાન ખાન સુધી અને આમિર સાથે પણ કામ કર્યું છે. સુષ્મિતાની ઊંચાઈ 5 ફૂટ 7 ઈંચ છે.

કેટરીના કૈફઃ કેટરીનાની ગણતરી પણ સારી હાઈટ ધરાવતી અભિનેત્રીઓમાં થાય છે. કેટરીના જલ્દી જ ફિલ્મ ‘સૂર્યવંશી’માં નજર આવશે. તેની હાઈટ 5 ફૂટ 6 ઈંચ છે.

અનુષ્કા શર્મા: અનુષ્કા હાલ ફિલ્મોથી દૂર છે. તે પોતાના પ્રોડક્શન હાઉસ પર ધ્યાન આપી રહી છે. અનુષ્કાએ શાહરુખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ 8 ઈંચ છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણનું નામ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. છેલ્લે તે ફિલ્મ ‘છપાક’માં નજર આવી હતી. દીપિકામાં ઊંચાઈ 5 ફૂટ 9 ઈંચ છે.

બિપાશા બસુઃ બિપાશા બસુ બોલીવુડમાં પોતાની ફિટનેસ માટે જાણીતી છે. આ બંગાળી બાળાની ઊંચાઈ પણ કોઈનાથી ઓછી નથી. બિપાશાની હાઈટ 5 ફૂટ 7 ઈંચ છે.

શિલ્પા શેટ્ટીઃ શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા બન્યા બાદ પણ ફિટનેસના મામલે નાની ઉંમરની અભિનેત્રીઓને મ્હાત આપે છે. શિલ્પા હંમેશા ફિટનેસ ફ્રીક રહી છે. તેની ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ છે.

 

પ્રિયંકા ચોપરાઃ પૂર્વ મિસ વર્લ્ડ અને દુનિયાભરમાં પોતાની અદાકારીનો જલવો બતાવી રહેલી બબલી ગર્લ પ્રિયંકા ચોપરાની ઊંચાઈ 5.5 ફૂટ છે. પ્રિયંકાને હીલ્સ પહેરવાનો ખૂબ જ શોખ છે.

સોનમ કપૂરઃ ‘સાંવરિયા’ ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરનારી સોનમ કપૂર ફિલ્મોમાં વધુ કમાલ નથી કરી શકી. તેણે આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા. તે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. સોનમની ઊંચાઈ 5 ફૂટ 9 ઈંચ છે.

કૃતિ સેનનઃ કૃતિ સેનને પોતાના કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મોથી કરી હતી. બોલીવુડમાં તેણે પોતાનું ડેબ્યૂ ટાઈગર શ્રૉફની સાથે ફિલ્મ ‘હીરોપંતી’ કરી હતી. તેની ઊંચાઈ 5 ફૂટ 10 ઈંચ છે.

You cannot copy content of this page