Only Gujarat

Bollywood

પોતાની જ મસ્તીમાં મસ્ત શાહરુખની દીકરી, અંદાજ એવો કે એક્ટ્રેસિસ પણ ક્યારેક લાગે ફિક્કી

મુંબઈઃ કોરોનાના ડરના કારણે સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ જરૂર હોય તો જ બહાર નીકળે છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા-કહાનીઓ, ફોટોઝ અને થ્રોબેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક જોવા જેવો છે. સુહાનાના નવા ફોટોસ જોઈને ફેન્સ પણ ક્રેઝી થઈ ગયા છે. તેની ખૂબસૂરતી અને સ્ટાઈલ પર કમેન્ટ્સ કરી રહ્યા છે. હાલ, સુહાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

સુહાનાએ બ્લેક પોલકા ડોટ્સ વાળો શોર્ટ ડ્રેસ પહેરી છે. તેના વાળ ખુલ્લા છે અને તિરછી નજરોથી જોઈ રહી છે. તેના હાથમાં એક નાનું પર્સ પણ છે.

સુહાનાએ ફોટો શેર કરતા લખ્યું કે-અંડર આર્મમાં એક બેબી લુઈ વિતોન બેગની સાથે. ચાહકોએ તેના વખાણ કરતા લખ્યું- પ્રીટી ગર્લ. અન્ય લોકોએ પણ તેના વખાણ કર્યા છે.

એક ફોટોમાં સુહાના અરીસા સામે ઉભી રહીને પોતાને નિહારી રહી છે. ઉલ્લેખનીય છે કે સુહાનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં પાપા શાહરુખને છોડીને પરિવારના દરેક સભ્યનો ફોટો શેર કર્યો હતો.

સુહાનાને ડાન્સિંગ અને સ્પોર્ટ્સ ખૂબ જ પસંદ છે અને તે સ્કૂલના અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં સામેલ થતી રહી છે.

પાપા શાહરુખ ઈચ્છે છે કે તે સારી ડાન્સર બનીને દુનિયામાં નામ રોશન કરે. સુહાના, પાપાની જેમ જ એક્ટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. તેણે સ્કૂલમાં અનેક પ્લેમાં ભાગ લીધો છે. સુહાના, પાપાની ખૂબ જ નજીક છે.

શાહરુખે એકવાર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં દીકરીના સવાલ પર કહ્યું હતું કે, જો કોઈ છોકરો મારી દીકરીના હોઠ પર કિસ કરશે તો હું તેના હોઠ ઉખાડીને ફેંકી દઈશ.

કેટલાક વર્ષ પહેલા શાહરુખ ખાને જાણીતા મેગેઝિન ફેમિનાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દીકરી સુહાનાને જે છોકરો ડેટ કરવા માંગે છે, તેના માટે કેટલીક શરતો નક્કી કરી છે.

You cannot copy content of this page