Only Gujarat

Bollywood

સાઉથના સુપરસ્ટારના આકસ્મિક અવસાનથી પત્ની સરી ગઈ ઊંડા આઘાતમાં, કરી આંખો ભીની કરી દેતી વાત

મુંબઇ/હૈદરાબાદ: સાઉથની ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી સરજાનું થોડા દિવસો પહેલા (7 જૂન)ના અવસાન થયું હતું. ચિરંજીવી માત્ર 39 વર્ષના હતા. તેમના આકસ્મિક અવસાનથી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. જણાવીએ કે ચિરંજીવીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિરંજીવી સરજાની પત્ની મેઘના રાજ ગર્ભવતી છે. આવી સ્થિતિમાં પતિના અચાનક અવસાન બાદ મેઘના ઊંડા આઘાતમાં છે. આ દંપતી આતુરતાથી તેમના બાળકની રાહ જોઈ રહ્યું હતું. મેઘના હજુ પણ આઘાતમાં છે અને તે પોતાને સંભાળી શકતી નથી. તેણે તેના આગામી બાળક અને પતિ વિશે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

પતિને કર્યા યાદ
મેઘના રાજે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, મેઘનાએ પોતાના પતિ ચિરંજીવી સરજાને યાદ કર્યા છે. પતિના મૃત્યુના 10 દિવસ પછી મેઘનાએ તેની પોસ્ટમાં લખ્યું, ‘ચિરુ મેં ઘણી વાર પ્રયત્ન કર્યો પણ હું જે કહેવું ચાહું છું તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. આ વિશ્વના બધા શબ્દો તમે મારા માટે શું છો તે સમજાવી નહિ શકે. મારા મિત્ર, મારા પ્રેમી, મારા પાર્ટનર, મારા બાળક, મારા હમરાજ, મારા પતિ – તમે આ બધાથી ઉપર છો. તમે મારા આત્માના ભાગ છો … ચિરુ. ‘

હ્રદયમાં શૂન્યતા
મેઘનાએ લખ્યું- ‘દર વખતે જ્યારે હું દરવાજો જોઉં છું ત્યારે મારા આત્માને ખૂબ જ દુઃખ થાય છે અને તમે ત્યાંથી નહિ કહેતા -‘ હું ઘરે આવી ગયો છું ‘. જ્યારે હું તમને સ્પર્શ કરી શકતી નથી ત્યારે મારા હૃદયની અંદર એક શૂન્યતા રહી જાય છે. આ એક ધીમી મૃત્યુ જેવી દુ:ખદાયક ક્ષણ હોય છે. પરંતુ તે પછી હું મારી આસપાસ એક જાદુ અનુભવું છું. જ્યારે પણ હું એકલતા અનુભવું છું તમે દેવદૂતની જેમ મારી આસપાસ હાજર રહો છો.

બાળક વિશે કહી આ વાત
મેઘનાએ તેની ગર્ભાવસ્થા વિશે લખ્યું- ‘જો તમે મને ખૂબ પ્રેમ કરતા હોત, તો તમે મને ક્યારેય એકલા છોડી ના શક્યા હોત, ખરું? અમારું બાળક મને આપની સૌથી મોટી ભેટ હશે – અમારા પ્રેમની નિશાની – હું આ નાના ચમત્કાર માટે કાયમ તમારી આભારી રહીશ. હું આપણા બાળકના રૂપમાં તમારી પરત આવવાની વધુ રાહ જોઈ શકતી નથી. હું તમને ફરીથી હસતાં જોવાની વધુ રાહ જોઈ શકતી નથી. હું તમારી રાહ જોઇશ અને તમે પણ તે જગતમાં મારી રાહ દેખજો.’

ડેટિંગના 10 વર્ષ પછી લગ્ન કર્યા
ચિરંજીવીએ મે 2018માં મેઘના સાથે લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, મેઘનાની ગર્ભાવસ્થાનો આ બીજો મહિનો છે. પતિ-પત્ની બંને આતુરતાથી તેમના પ્રથમ બાળકની રાહ જોતા હતા. લગભગ 10 વર્ષ એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી, મેઘના અને ચિરંજીવીના લગ્ન બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં જ થયા હતા.

ચિરંજીવીએ 11 વર્ષ લાંબી કારકિર્દીમાં કુલ 22 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ચિરુ, કેમ્પેગૌડા, વરદનાયકા, વ્હિસલ, ચંદ્રલેખા, રામલીલા, સીઝર, અમ્મા આઈ લવ યુ, ખાકી, આદ્યા અને શિવર્જુનનો સમાવેશ થાય છે.

 

You cannot copy content of this page