Only Gujarat

Bollywood

આજે પણ દિવ્યા ભારતીના મોતનું રહસ્ય છે વણઉકેલ્યું, એક્ટ્રેસને હંમેશાં સતાવતી હતી આ વાત

મુંબઇઃ 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ દિવ્યા ભારતી બોલિવૂડની એકમાત્ર એવી એક્ટ્રેસ રહી ચૂકી છે જેણે ફક્ત 16 વર્ષની ઉંમરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. 25 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઇમાં જન્મેલી દિવ્યા ભારતી 1990મા આવેલી તેલુગુ ફિલ્મ બોબસી રાજાથી ડેબ્યૂ કર્યું હતું. તેણે 1992માં બોલિવૂડ ફિલ્મ વિશ્વાત્મામાં કામ કર્યું હતું. નોંધનીય છે કે પાંચ એપ્રિલ 1993ના રોજ ફક્ત 19 વર્ષની ઉંમરમાં પાંચ માળની ઇમારત પરથી પડતા દિવ્યા ભારતીનું મોત થઇ ગયું હશે. તેનું મોત આજે પણ એક રહસ્ય છે.

દિવ્યા ભારતીએ ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. 1990માં જ્યારે ગોવિંદા અને દિવ્યા ફિલ્મસિટીમાં સોલા ઓર શબનમનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સાજિદ પોતાના મિત્રો સાથે ગોવિંદાના સેટ પર પહોંચ્યા હતા. ગોવિંદાએ જ બંન્નેની પ્રથમ મુલાકાત કરાવી હતી. બાદમાં બંન્ને પ્રેમમાં પડ્યા હતા.

એક ઇન્ટરવ્યૂમાં સાજિદે જણાવ્યું હતુ કે, 15 જાન્યુઆરી 1992ના રોજ દિવ્યાએ લગ્ન કરવાની વાત કરી. તે પોતાનું નામ અન્ય સાથે જોડાવાને લઇને પરેશાન હતી. જેને કારણે તે લગ્ન કરવા માંગતી હતી. બાદમાં 20 મે 1992ના રોજ દિવ્યા અને સાજિદના લગ્ન થયા હતા. સાજિદના વર્સાવા સ્થિત તુલસી એપાર્ટમેન્ટમાં કાજીએ તેમના નિકાહ કરાવ્યા હતા. દિવ્યાએ ઇસ્લામ કબૂલ કરી પોતાનું નામ બદલીને સના રાખી લીધું હતું.


સાજિદે કહ્યું કે, અમે લગ્ન છૂપાવી રાખ્યા હતા. કારણ કે દિવ્યાનું કરિયર દાવ પર લાગ્યું હતું. આ વાત બહાર આવતી તો પ્રોડ્યુસર ડરી જતા. જ્યારે મને લાગતું હતુ કે આ વાતને જાહેર કરી દેવી જોઇ. દિવ્યા ભારતી બતાને આ વાત જણાવવા માંગતી હતી પરંતુ હું તેને વારંવાર ના પાડતો હતો.

જે દિવસે તેનું મોત થયું તે દિવસે તેણે પોતાના એક નવા એપાર્ટમેન્ટની ડીલ સાઇન કરી હતી. તે ચેન્નઇથી એક ફિલ્મનું શૂટિંગ ખત્મ કરી પાછી ફરી હતી અને આગામી શૂટિંગ માટે હૈદરાબાદ જવાની હતી. જોકે, તેણે નવા એપાર્ટમેન્ટની ડીલ માટે હૈદરાબાદનું શૂટિંગ પાછળ ઠેલ્યું હતું.

શૂટિંગ રદ કર્યા બાદ દિવ્યાના ડિઝાઇનર ફ્રેન્ડ નીતા લુલ્લાનો ફોન આવ્યો અને તેણે નીતા સાથે મળીને પોતાની આગામી ફિલ્મ માટે કોચ્યૂમ ફાઇનલ કરવા માટે નીતાને બોલાવી હતી. નીતા સાથે તેનો પતિ ડો.શ્યામ લુલ્લા પણ દિવ્યાના વર્સાવાવાળા ફ્લેટ પર પહોચ્યા હતા. નીતા અને તેના પતિ દિવ્યાના ફ્લેટ પર લિવિંગ રૂમમાં દારૂ પીતા રહ્યા. આ દરમિયાન દિવ્યાની મેડ અમૃતા સાથે લિવિંગ રૂમમાં એક વીડિયો જોઇ રહ્યા હતા. બિલ્ડિંગ ની બીજી બારીઓની જેમ આ બારીમાં પણ ગ્રીલ નહોતી. દિવ્યા આ બારી પણ બેઠી પરંતુ જેવી ઉભી થઇ કે બેલેન્સ બગડયું.

બિલ્ડિંગમાંથી પડવાના કારણે તે લોહીથી લથપથ પડી ગઇ હતી પરંતુ શ્વાસ ચાલી રહ્યા હતા. હોસ્પિટલ લઇ જતા સમયે તેની તબિયત બગડી અને તેણે કપૂર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.


અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે દિવ્યાની હત્યા થઇ ગઇ છે. તેની મોત પાછળ અંડરવર્લ્ડનો હાથ હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં કહેવામાં આવ્યું કે, બિલ્ડિંગમાંથી પડીને તેનું મોત થઇ ગયું. કપૂર હોસ્પિટલમાં ડો ત્રિપાઠીએ દિવ્યાના ડેથ સર્ટિફિકેટ પર સાઇન કર્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page