Only Gujarat

Bollywood

અજય દેવગનની દીકરીની મજાક ઉડાવતા લોકો પહેલાં આ તસવીરો જોઈ લે

મુંબઈ: અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસાના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોમાં તે મમ્મી કાજોલ સાથે ખિલખિલાટ હસતાં જોવા મળે છે. તેની સ્માઈલ પણ તેની મમ્મી કાજોલને મળતી આવે છે. યલો રંગની ટી-શર્ટમાં ન્યાસાની આ તસવીરોની જોઈને તેની સુંદરતાના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.


નોંઘનીય છે કે અજય દેવગનની દીકરી ન્યાસાની હંમેશા તેના રંગને લઈને લોકો મજાક ઉડાવતા હોય છે. પણ આ તસવીરો જોઈને બધાની બોલતી બંધ થઈ ગઈ છે. આ નવી તસવીરમાં ન્યાસનો અલગ જ ક્યૂટ અવતાર જોવા મળે છે.

20 એપ્રિલ 2003ના રોજ જન્મેલી ન્યાસા હવે 16 વર્ષની થઈ ગઈ છે અને સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. ન્યાસા તેના પિતા અજયની ખૂબ નજીક છે. બા-દીકરી સાથે હોય એવી અનેક તસવીરો જોવા મળે છે.


ન્યાસા અંગે એક ઈન્ટર્વ્યૂમાં અજય દેવગને જણાવ્યું હતં કે ન્યાસા ખૂબ સમજદાર છે. તે બહુ બધુ વચારે છે અને વસ્તુઓને એનેલાઇઝ કરે છે. જોકે ન્યાસાને વારંવાર ટ્રોલ કરતાં લોકોને પણ અભિનેતા અજય દેવગને જોરદાર જવાબ આપ્યો હતો.


મમ્મી કાજોલ સાથે પણ ન્યાસાને સારું બોન્ડિંગ છે. ન્યાસના કહેવા મુજબ તે ક્યારેય ફિલ્મોમાં એક્ટિંગ કરવા નથી ઈચ્છતી. તેનું સપનું વર્લ્ડ ફેમસ શેફ બનવાનું છે. ન્યાસાને તેના મમ્મી-પપ્પાએ પણ કરિયર પસંદ કરવાન તમામ છૂટ આપી છે.

કાજોલે થોડાક સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ન્યાસા આ સમયે બેકિંગમાં હાથ અજમાવી રહી છે અને ન્યાસાને બેકિંગ કરવું ખૂબ પસંદ છે .

ઉલ્લેખનીય છે કે ન્યાસા હાલ સિંગાપોરમાં સ્ટડી કરી રહી છે. તે ભણવામાં હોશિંયાર હોવાની સાથે સાથે એક સારી સ્વિમર પણ છે.કાજોલ પોતાના બાળકોને લઈને ખૂબ પ્રોટેક્ટિવ છે. એક ઈન્ટર્વ્યૂમાં તેણે કહ્યું હતું, ‘‘હું ખૂબ પ્રોટેક્ટિવ છું. જો કોઈએ મારા બાળકો સામે આંખ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો મને લાગે છે કે હું એને કાપી નાંખીશ ’’

કાજોલે વધુમાં જણાવ્યું હતું, ‘‘મારા બાળકો મારા માટે સૌથી મોટી પ્રાયોરિટી છે અને રહેશે. મારા બાળકો અને મારો પિરવાર હંમેશા મારા માટે નંબરથી નંબર દસ સુધી રહેશે. મારા બાળકો મારી જિંદગી છે.’’

You cannot copy content of this page