Only Gujarat

Bollywood FEATURED

સાઉથની ફેમસ અભિનેત્રીની કારમાંથી ઝડપાયો દારૂ, સેલિબ્રિટી જગતમાં ફફડાટ

મુંબઈઃ બોલિવૂડ અને સાઉથની સુપરહિટ ફિલ્મમાં કામ કરનારી એક્ટ્રસ રામ્યા કૃષ્ણન અત્યારે ચર્ચામાં છે. બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બોહુબલી’માં શિવાગામીનો રોલ પ્લે કરનાની રામ્યા કૃષ્ણનને પોલીસે કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ, રામ્યાની કારમાંથી પોલીસને 100 દારૂની અને બીઅરની બોટલ ચેકિંગ દરમિયાન મળી હતી, આ પછી રામ્યા અને તેમના ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન રામ્યા કૃષ્ણન સાથછે તેમની બહેન વિનાયા કૃષ્ણન પણ હતી. ઉલ્લેખનીય છે કે, બંને મલ્લાપુરાથી ચેન્નઈ તરફ જઈ રહ્યા હતાં.

4 દિવસ પહેલીની છે ઘટના
રિપોર્ટ મુજબ, કારમાંથી લગભગ 96 બીઅર અને દારૂની 8 બોટલ પોલીસે જપ્ત કરી છે. આ પછી પોલીસે દરેકની ધરપકડ કરી હતી. ડ્રાઇરને પૂછપરછ માટે કંથૂર પોલીસે સ્ટેશમાં લાવવામાં આવ્યો છે. રામ્યાએ તેમના ડ્રાઇવરને જામીન પર છોડાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના 11 જૂનની કહેવામાં આવી રહી છે.

નિયમો વિરુદ્ધ
રિપોર્ટ મુજબ, પોલીસ અધિકારી મહાબલીપુરમ તરફથી આવી રહેલી કારને ચેક કરી રહ્યા હતાં. તે સમયે પોલીસે મુતુકાડુ ચેક પોસ્ટ પર રામ્યાની ટોયોટા ઇનોવા કારને રોકી હતી. જ્યારે પોલીસે કારની તપાસ કરવા કહ્યું તો રામ્યા ચૂપચાપ તેના માટે તૈયાર થઈ ગઈ હતી.

તપાસ દરમિયાન તેમને દારૂની બોટલ મળી, જેમાં આઠ બોટલ હાર્ડ દારૂની હતી. અધિકારીઓએ બોટલને જપ્ત કરી છે, કેમ કે આ લૉકડાઉનના નિયમ વિરુદ્ધ છે. આ મામલે રામ્યા કૃષ્ણનનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

રામ્યાના વર્કફ્રન્ટ
રામ્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તામિનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર આધારિત એક વેબ સીરિઝમાં જોવા મળ્યા હતાં. આ વેબ સીરિઝ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. વેબ સીરિઝ હિન્દી, તામિલ અને તેલુગુમાં રીલિઝ થઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page