Only Gujarat

Bollywood

તારા સાથે વાતો કરતો હતો સુશાંત, મોત બાદ અધૂરાં રહી ગયા તમામ સપનાં

મુંબઈઃ બોલિવૂડ અને ટીવી એક્ટર સુશાંત સિંહ રાજપુતે મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં આત્મહત્યા કરી હતી. રવિવારે સુશાંત સિંહ રાજપુતનો મૃતદેહ તેમના ઘરના રૂમમાંથી મળ્યો હતો. આ પછી સુશાંતનો મૃતદેહ મુંબઈની કપૂર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં કોઈ પ્રકારનું જાહેર અથવા મૃત્યુનું અન્ય કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. જોકે, સુશાંતના મૃતદેહના વિસેરાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ થશે. સુશાંત સિંહનો પરિવાર મુંબઈ આવી ગયો છે. પોલીસે પરિવારને વિલે પાર્લે અથવા બાંદ્રામાં અંતિમ સંસ્કાર માટે કહ્યું છે. જોકે, સુશાંતનાં અંતિમ સંસ્કાર અંગે પરિવાર નિર્ણય કરશે.

સુશાંત સિંહ રાજપુત બોલિવૂડના ઉભરતા સ્ટાર હતા. તેમના મૃત્યુથી સમગ્ર બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મોમાં કામ કર્યાં પહેલાં ટીવીમાં કામ કર્યું હતું. સુશાંતના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર બોલિવૂડ સ્ટારે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

સુશાંત સિંહ રાજપૂત એક મહત્વકાંક્ષી એક્ટર હતાં. સુશાંત અને ઉત્તમ ફિલ્મોમાં કામ કરવાનો શોખ તો હતો જ પણ તેમના સપના પણ મોટા હતાં. સુશાંત સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ સાથે તેમના સપના શેર કરતા હતાં. સુશાંતના સપનાનાં તેમના ફેન્સ વખાણ કરતાં થાકતા ન હતાં.

સુશાંતના આ હતા સપના
સુશાંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તેમને પ્લેન ઉડાવવાથી લઈ નેત્રહીન લોકોને કોમ્પ્યુટર કોડિંગ શીખવાડવું હતું. આ ઉપરાંત સુશાંતને ગાડીઓનો પણ શોખ હતો અને તે લેમ્બોર્ગીની પણ ખરીદવા ઈચ્છતા હતા. સુશાંત સિંહ એક સારા એક્ટર ઉપરાંત સંવેદનશીલ વ્યક્તિ પણ હતા. તે પર્યાવરણ માટે પણ યોગદાન આપવા માંગતા હતા અને 1000 વૃક્ષ લગાડવાની તૈયારી પણ કરી રહ્યાં હતા.

તેમના લિસ્ટમાં સ્વામી વિવેકાનંદ પર ડોક્યુમેન્ટ્રી, સિનેમેટિક પર પ્રયોગ, ટ્રેનથી યુરોપની યાત્રા, ડિફેન્સ ફોર્સ માટે સ્ટુડન્ટ્સને તૈયારી કરાવવી, મહિલાઓને આત્મ સુરક્ષાની ટ્રેનિંગ આપવી અને ક્રિયા યોગ શીખવા જેવી વાત તેમના સપનાના લિસ્ટમાં સામેલ હતી.

આ ઉપરાંત પ્રોફેશનલ ખેલાડી સાથે ચેસ રમવું, પોકર રમવું, મોરસ કોડ શીખવું, ખેતી કરતા શીખવું, મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી જેવી બાબતો પણ સુશાંતના સપનાના લિસ્ટમાં સામેલ હતી.

સુશાંત સિંહને ક્રિકેટ રમવું પણ ખૂબ જ પસંદ હતું. તેમણે ખુદ કહ્યું હતું કે, તે ડાબા હાથે ક્રિકેટ રમવાનું શીખવા માગે છે, પણ હવે સુશાંતના આ સપના હવે સપના જ રહી ગયા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page