Only Gujarat

Bollywood

પહેલી જ ફિલ્મના શૂટિંગમાં અભિનેત્રી નમ્રતા શિરોડકરને દીલ આપી બેઠો હતો મહેશ બાબુ

મુંબઈ: સાઉથ ઈન્ડિયાના સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની અને અભિનેત્રી નમ્રતા શિરોડકરની ગણના એક જમાનામાં સુંદર અભિનેત્રીઓમાં થતી હતી. તેણે સલમાન ખાન સાથે પહેલી ફિલ્મ કરી હતી. પહેલી ફિલ્મથી જ નમ્રતા જાણીતો ચહેરો બની ગઈ હતી. 22 જાન્યુઆરીએ નમ્રતાનો જન્મદિવસ છે. પોતાની સુંદરતાથી લોકોને દિવાના કરનાર નમ્રતા હવે બે બાળકોની માતા છે. નમ્રતાનો લૂક ઘણો બદલાઈ ગયો છે. આવો તસવીરો જોઈએ તેનો બદલાયેલો લૂક…

નમ્રતા વર્ષ 1993માં ‘ફેમિના મિસ ઈન્ડિયા’ બની હતી. ત્યાર પછી નમ્રતાએ સલમાન ખાન અને ટ્વિંકલ ખન્ના સાથે ‘જબ પ્યાર કીસી સે હોતા હૈ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી નમ્રતાએ તેલુગુ ફિલ્મ ‘વામસી’ સાઈન કરી હતી, જેમાં તેની સાથે લીડ રોડમા મહેશ હતો. ‘વામસી’ મહેશ બાબુની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.

‘વામસી’ ફિલ્મનું શૂટિંગ પૂરું થતા થતાં બંને એકબીજાને દીલ આપી બેઠા હતા. નમ્રતા અને મહેશ બાબુ પર ક્યારેય સ્ટારડમ હાવી થયું નહોતું. મહેશબાબુએ પોતાના અને નમ્રતાના સંબંધ બાબતે સૌ પહેલાં પોતાની બહેનને જણાવ્યું હતું. અંદાજે 4 વર્ષ સુધી મહેશ બાબુ અને નમ્રતા વચ્ચે અફેર રહ્યું હતું. ત્યાર પછી નમ્રતા અને મહેશ બાબુએ 10 ફેબ્રુઆરી, 2005ના રોજ લગ્ન કરી લીધા હતા.

હિન્દી ઉપરાંત નમ્રતાએ કન્નડ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મો પણ કરી હતી. નમ્રતાને ‘પુકાર’, ‘વાસ્તવ’, ‘કચ્ચેધાગે’, ‘એલઓસી કારગિલ’ અને ‘તેરા મેરા સાથ હૈ’ જેવી ફિલ્મોથી ઓળખ મળી હતી. ‘વાસ્તવ’ ફિલ્મથી નમ્રતા સુપરસ્ટાર્સની ગણતરીમાં સામેલ થઈ ગઈ હતી. બોલિવૂડમાં હિટ થયા બાદ પણ નમ્રતા ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ હતી.


વર્ષ 2006માં મહેશ બાબુ અને નમ્રતાના પહેલા પુત્ર ગૌતમનો જન્મ થયો હતો. ત્યાર પછી 20 જુલાઈ, 2012માં નમ્રતાએ પુત્રી સિતારાને જન્મ આપ્યો હતો.

હવે ફિલ્મ દુનિયાથી દૂર નમ્રતા પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. જ્યારે મહેશબાબુ આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે.

You cannot copy content of this page