Only Gujarat

Bollywood

‘દિયર-ભાભી’ કરવા લાગ્યા એકબીજાને પ્રેમ, ડિવોર્સી સાથે અંતે કર્યાં લગ્ન

મુંબઈઃ ટીવી અને બોલીવુડના એક્ટર રામ કપૂર 47 વર્ષના થઈ ગયા છે. 1 સપ્ટેમ્બર, 1973ના નવી દિલ્લીમાં જન્મેલા રામને ઓળખ એકતા કપૂરના શો ‘બડે અચ્છે લગતે હૈ’થી મળી. સોની ચેનલ પર 2011 થી 2014 વચ્ચે પ્રસારિત થયેલા શોમાં તેના કિરદારનું નામ પણ રામ કપૂર હતું. શોમાં તેની અને સાક્ષી તંવરની કેમિસ્ટ્રીને ઘણી પસંદ કરવામાં આવી હતી.જેના માધ્યમથી રામે સાબિત કરી દીધું હતું કે જરૂરી નથી કે ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે સ્લિમ ટ્રીમ ફિગરની જરૂર હોય. ઉલ્લેખનીય છે કે રામ કપૂર પણ એક સમયે સ્લિમ ટ્રીમ હતા. તેમણે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

રામ 1997થી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેને પહેલી સફળતા અને બ્રેક વર્ષ 2000માં આવેલી શો ‘ઘર એક મંદિર’થી મળી. જ્યાં એક તરફ આ શોથી તેઓ સફળ થયા તો બીજી તરફ તેની રીઅલ લાઈફ માટે પણ શો લકી રહ્યો. શોમાં તેમની કો-સ્ટાર હતી ગૌતમી ગાડગિલ. સેટ પર બંનેને પ્રેમ થઈ ગયો. રામનો પરિવાર પંજાબી છે અને ગૌતમીનો મરાઠી. એવામાં બંનેએ જ્યારે તેમના પરિવારને વાત કરી તો તેઓ રાજી ન થયા. ત્યારે બંનેએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા.

આ સીરિયલમાં ગૌતમીએ રામની ભાભીનો રોલ કર્યો હતો. બંનેની રોજ થતી મુલાકાતોના કારણે તેમનામાં સારી મિત્રતા થઈ ગઈ. 14 ફેબ્રુઆરી, 2003ના દિવસે રામ કપૂરે ગૌતમી ગાડગિલ સાથે લગ્ન કર્યા.

ગૌતમી અને રામના બે બાળકો છે. દીકરીનું નામ સિયા અને દીકરાનું નામ અક્સ છે.ઘણા ઓછા લોકો જાણે છે કે આ ગૌતમીના આ બીજા લગ્ન હતાં. પહેલા તેણે કમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રૉફ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેઓ અલગ થઈ ગયા.

રામની જેમ ગૌતમીએ પણ અનેક શો અને ફિલ્મો કરી છે. તેણે ‘ઘર એક મંદિર’ (2000-02), ‘લિપસ્ટિક’ (2002-04), ‘કહતા હૈ દિલ’ (2002-05), ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ (2006-07) અને ‘ખેલતી હૈ ઝિંદગી, આંખ મિચૌલી’ (2013-14) જેવા શો કર્યા છે. આ સાથે જ ‘કુછ ના કહો’, ‘ફના’, ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’ અને ‘શાદી કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મો કરી છે.

ટીવીની સાથે રામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે. ‘મૉન્સૂન વેડિંગ’, ‘હજારોં ખ્વાહિશે ઐસી’, ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’, ‘એક મે ઔર એક તૂ’, ‘એજંટ વિનોદ’, ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’, ‘મેરે ડેડ કી મારૂતિ’, ‘શાદી કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘હમશકલ્સ’ જેવી ફિલ્મોમાં રામે મહત્વની ભૂમિકા નિભાવી છે.

એક વર્ષ પહેલા રામે પોતાનું વજન ઘટાડીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે પોતાનું વજન 30 કિલો ઘટાડ્યું હતું. આ ટ્રાન્સફોર્મેશન બાદ રામની પત્ની ગૌતમીએ જણાવ્યું હતું કે કેવી રીતે ડાએટ કંટ્રોલ અને એક્સરસાઈઝ કરીને રામે પોતાનું વજન ઘટાડ્યું હતું.

You cannot copy content of this page