Only Gujarat

Bollywood FEATURED

શું ત્રીજીવાર પ્રેગ્નેન્ટ છે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત?

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુત સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. હાલમાં જ મીરાએ ઈન્સ્ટાગ્રામ પર AskMeAnything સેશન આયોજિત કર્યું હતું જેમાં ચાહકોએ તેને સવાલ કર્યો હતો. મીરાએ પોતાના પસંદગી જમવાને લઈને પસંદગી હોલિડે ડેસ્ટિનેશન્સ સુધી સવાલોના જવાબો આપ્યા હતાં. એક ચાહકે મીરા રાજપૂતને પૂછ્યું હતું કે, શું તે ત્રીજીવાર પ્રેગ્રેન્ટ છે?

મીરા રાજપુતએ ઈન્સ્ટાસ્ટોર પર ચાહકોના સવાલનો જવાબ આપતા લખ્યું હતું કે, ‘No’. સાથે જ મીરાએ જોરથી હસવાવાળું એક ઈમોજી પણ બનાવ્યું હતું. એક અન્ય ચાહકે મીરાને પૂછ્યું હતું કે, શું ફિલ્મોમાં એન્ટ્રી કરવાનો તમારો કોઈ વિચાર છે? જેના જવાબમાં મીરાએ હાથ જોડીને ઈમોજી બતાવતાં લખ્યું હતું કે, ના. ભલે મીરાનું એક્ટિંગ તરફ કોઈ રૂઝાન નથી પરંતુ કેમેરો ફેસ કરવો તે તેના માટે બિલકુલ નવું છે.

તેણે વર્ષ 2018માં એક એન્ટી એજિંગ ક્રીમની જાહેરાત શૂટ કરી હતી. આ ઉપરાંત તે પોતાના સોશિયલ મીડિયા પેજના આધારે પણ ઘણી પ્રોડક્ટ્સની જાહેરાત કરે છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન 2015માં થયા હતાં. બન્ને બે બાળકો છે. બન્નેની પુત્રી મીશા ચાર વર્ષ થઈ ગઈ છે અને તેમનો પુત્ર જૈન 2 વર્ષનો થઈ ગયો છે. એક ઈન્ટરવ્યૂમાં શાહિદ કપૂરે કહ્યું હતુંકે, કેવી રીતે લગ્ન બાદ તેમના માટે વસ્તુઓનું મેનેજ કરવું મુશ્કેલ હતું.

શાહિક કપૂરે કહ્યું તું કે, તેના લગ્ન જલ્દી થઈ ગયા હતા, બે બાળકો હતા અને તેને એ વસ્તુ જોવી હતી કે તેને આ બધું કેવી રીતે સંભાળવાનું હતું. જ્યારે તે પોતાના નાનપણથી આગળ વધી રહી હતી. જ્યારે તેના પોતાના પણ સપનાં અને ઈચ્છાઓ હશે જેને તેણે છોડી દીધા. આ બહુ જ મોટી વસ્તુ હોય છે. અમારી વચ્ચે ઉંમરનું મોટું અંતર છે. અમારી ઉંમરમાં 13 વર્ષનો ફરક છે.

You cannot copy content of this page