Only Gujarat

Bollywood FEATURED

19 વર્ષ પહેલાં ‘કેબીસી’માં વિનર બન્યા હતાં રવિ મોહન, હવે પોરબંદરના SP બન્યાં

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પેશિયલ બાળકોના ફોર્મેટ એટલે કે ‘જુનિયર કેબીસી’માં 14 વર્ષીય રવિ મોહન સૈનીએ વર્ષ 2001માં 15 સવાલોના સાચા જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા હતાં. બે દાયકા બાદ હવે, તેઓ આઈપીએસ બની ગયા છે. 33 વર્ષીય રવિએ 27 મેના રોજ પોરબંદરના સુપ્રીટેન્ડેટ ઓફ પોલીસનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્કૂલ બાદ તેમણે જયપુરમાં આવેલી મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરતા હતાં.

ઈન્ટર્નશીપ દરમિયાન તેમણે યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. તેમના પિતા નેવીમાં હતાં. તેમનામાંથી પ્રેરણા લઈને તેઓ પોલીસ ફોર્સમાં જોડાઈ ગયા. સૈની મૂળ રીતે રાજસ્થાનના અલવરના રહેવાસી છે.

વર્ષ 2014માં સૈની ઈન્ડિયન પોલીસ સર્વિસમાં ઓલ ઈન્ડિયા રેંકમાં 461માં સ્થાને આવ્યા હતાં. પોરબંદરને લઈને કહ્યું હતું કે તેઓ કોવિડ 19ને કારણે લૉકડાઉન છે, તેઓ હાલમાં પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળશે.

ઉલ્લેખનીય છે કે પોરબંદરનો ચાર્જ સંભાળતા પહેલાં તેઓ રાજકોટ ઝોન 1માં ડેપ્યૂટી પોલીસ કમિશ્નર હતાં. તે પહેલાં તેઓ ભરૂચ તથા સાબરકાંઠામાં ફરજ નિભાવતા હતાં.  પરિવારમાં એક મોટો ભાઈ તથા બહેન છે. તેમનો મોટો ભાઈ શશી મોહન એન્જીનિયર છે તો બહેન શમા ટિચર છે.

‘કેબીસી’ની 12મી સિઝન શરૂ થશેઃ આ દરમિયાન ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સિઝન શરૂ થશે. અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરતાં જોવા મળશે. તેમણે ઘરે રહીને જ આ શોનો પ્રોમો બનાવ્યો હતો. આ સીરિયલનું રજિસ્ટ્રેશન 9મેથી 22 મે સુધી હતું. આ દરમિયાન રોજ એક સવાલ પૂછવામાં આવ્યો હતો.

નવાઈની વાત એ છે કે આ વખતે સ્પર્ધકોની પસંદગી સંપૂર્ણ રીતે ઓનલાઈન જ કરવામાં આવી છે. જો બધું જ વ્યવસ્થિત રીતે પાર થશે તો ઓગસ્ટ એન્ડ કે પછી સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં આ શો ટીવી પર પ્રસારિત થશે.

You cannot copy content of this page