Only Gujarat

FEATURED National

ચુલા પર કરે છે રસોઈ ને યુ ટ્યૂબમાં અપલોડ કરે વીડિયો, આ મહિલા વર્ષે કરે લાખોમાં કમાણી

ચંદીગઢઃ વર્ષ 2017ની વાત છે. હરિયાણાના ભિવાની જીલ્લાના નૌરંગાબાદ ગામમાં રહેતી બબીતા પરમારે રોજની જેમ રોટલી બનાવવાનું કામ શરૂ કર્યું, પરંતુ તે દિવસે દિયર વીડિયો બનાવી રહ્યો હતો. 10 હજાર રૂપિયાનમો ફોન હતો. ના વીડિયો શૂટ કરવા અંગે ખબર હતી ના તો એડિટિંગ આવડતું હતું.

દિયર રંજીતે વીડિયો શૂટ કરી ફિલ્મોરા નામની એપથી મોબાઈલમાં એડિટ કરી યુટ્યૂબ પર અપલોડ કરી દીધો. 2 દિવસ બાદ આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા. તેના કારણે બબીતા, રંજીત અને અન્ય લોકો ચોંક્યા હતા. તે પછી બબીતાએ શરૂ કરેલી આ અલગ કિચન કારકિર્દીમાં પાછળ વળીને જોયું નથી. છેલ્લા 3 વર્ષથી તે દરમહિને 60-70 હજારની કમાણી કરી લે છે.

બબીતાના દિયર રંજીતે જણાવ્યું કે,‘મે યુટ્યૂબ અંગે ઘણું સાંભળ્યું હતું પરંતુ અગાઉ તે પ્રોફેશનલ લોકો કે કંપનીઓ માટેનું સાધન હોય તે માનતો હતો. તે પછી લોકોએ કોઈપણ વ્યક્તિ યુટ્યૂબ પર વીડિયો અપલોડ કરી શકે છે તે અંગે જણાવ્યું. હું ભોજન સંબંધિત વીડિયો વધુ જોતો. ભાભીને રસોઈ સારી આવડતી તેથી મેં તેમને કુકિંગ કરતા વીડિયો બનાવવા તથા તેને યુટ્યૂબ પર પોસ્ટ કરવા અંગે વાત કરી.’

 


‘તે પછી અમે મે 2017માં લોટ બાંધવાનો વીડિયો શૂટ કર્યો અને તે અંગે લોકો અમુક સૂચન આપ્યા. તેની પર વધુ વ્યૂઝ ના આવ્યા. તે પછીના અઠવાડિયે મે ભાભીને રોટલી બનાવતા જોયા અને તેનો વીડિયો શૂટ કર્યો. તે સમયે મારી પાસે કાર્બનનો 10 હજારવાળો ફોન હતો. શૂટિંગ આવડતું નહોતું અને સાધનો પણ નહોતા. રોટલી બનાવવાનો વીડિયો ફિલ્મોરા પર એડિટ કર્યો અને તેની વિશે યુટ્યૂબ પરથી જ જાણવા મળ્યું હતું.’

‘રોટલી બનાવવાનો વીડિયો અપલોડ કર્યાના 2 દિવસમાં જ 1 મિલિયન વ્યૂઝ આવતા અમારો ઉત્સાહ વધ્યો. ભાભી ઘણા ખુશ થયા. તે પછી અમે દર અઠવાડિયે 2 વીડિયો બનાવતા. પહેલા સામાન્ય રીતે જ વીડિયો બનાવતા, જેમકે ભાભી ખાવાનું બનાવે અને હું વીડિયો શૂટ કરું. ચાને બાદ કરતા બધુ ચુલા પર બને છે. તેથી વીડિયો પણ ચૂલા પર દેશી ભોજન બનાવવા અંગે શૂટ કરતા. ’

‘કોઈપણ પ્રમોશન વગર અમારા વીડિયોઝને વ્યૂઝ મળવા લાગ્યા. 6 મહિના બાદ યુટ્યૂબે અમારી ચેનલે મોનેટાઈઝ કર્યા અને અકાઉન્ટમાં પૈસા દેખાવવા લાગ્યા. પરંતુ ગામના મિત્રો કહેતા કે પૈસા દેખાય જ છે આવતા નથી. પરંતુ અમુક મહિના બાદ મારા અકાઉન્ટમાં 13,400 રૂપિયા આવ્યા. આ પૈસા આવવા પર અમે ઘણા ખુશ થયા. સંપૂર્ણ ગામને ખબર પડી કે અમને યુટ્યૂબથી પૈસો મળ્યો છે. ઘરમાં તમામ લોકો ઘણા ખુશ હતા.’

‘અમે પછી દર મહિને 5 વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું. કારણ કે મે યુટ્યૂબ પર જોયું હતું કે ભલે ઓછા વીડિયો અપલોડ કરો પરંતુ સતત કરતા રહો. જેમકે 5 વીડિયો અપલોડ કરો પરંતુ પછી તે 5 વચ્ચે વધુ અંતર ના આવવું જોઈએ. ગામમાં નેટવર્કની સમસ્યા હોવાથી ધાબા પરથી કે ખેતરે જઈ વીડિયો અપલોડ કરવો પડતો હતો. યુટ્યૂબથી પૈસા આવવા પર ઘરે વાઈફાઈ લગાવડાવ્યું. ઘણીવાર અમને યુટ્યૂબથી મહિને 2-2 લાખ રૂપિયા મળ્યા તો અમુકવાર 10-12 હજાર પણ આવ્યા. જોકે છેલ્લા 3 વર્ષની સરેરાશ કમાણી મહિને 60-70 હજારની રહેશે.’

‘કમાણીને કારણે 2 કેમેરા ખરીદ્યા. લેપટોપ અને ટ્રાઈપોડ પણ લઈ લીધા. ભાભીને પણ હવે શૂટ કરતા આવડે છે, જેથી મારા ના હોવા પર તેઓ વીડિયો બનાવી શકે. મારી યોજના ઘરના ટેરેસ પર જ કંઈ બનાવવાની છે, પરંતુ ચેનલનું કન્ટેન્ટ અમે દેશી જ રાખીશું કારણ કે તે જ અમારી ખાસિયત છે. હવે અમારી ચેનલ Indian Girl Babita’s Village પર 4.22 લાખથી વધુ સબ્સક્રાઈબર છે, અમારો ટાર્ગેટ 1 મિલિયન સબ્સક્રાઈબરનો છે.’

આ રીતે બનાવી શકો છો યુટ્યૂબ ચેનલઃ સૌપ્રથમ યુટ્યૂબ ચેનલ શરૂ કરવા તમારી પાસે ગૂગલ અકાઉન્ટ હોવું જોઈએ, તે ગૂગલ અકાઉન્ટમાં સાઈન ઈન કર્યા બાદ નીચેના સ્ટેપ અનુસાર ચેનલ બનાવી શકો છો.

1.યુટ્યૂબ પર જઈ જમણી તરફ યુટ્યૂબ અકાઉન્ટની થમ્બનેલ ઈમેજ પર ક્લિક કરો. તે પછી ‘ક્રિએટ એ ચેનલ’ વિકલ્પને સિલેક્ટ કરો. 2. યુટ્યૂબ ચેનલનું નામ નાંખો. આ નામ એવું હોય જેનાથી ચેનલ અંગે સારી રીતે જાણી શકાય. 3. નામની પસંદગી બાદ કેટેગરી પસંદ કરો, જે હેઠળ તમારા વીડિયો કયા વિષયો પર આધારિત રહેશે તે જણાવવું. (નિયમો અને શરતો વાંચી લેવી) 4 . યુટ્યૂબ ચેનલ તૈયાર છે. હવે નવા પેજ પર બ્રાન્ડ સંબંધિત તસવીરો, ચેનલ આઈકોન અપલોડ કરી શકો છો. ચેનલ વિશે રસપ્રદ કેપ્શન એડ કરી શકો છો. તમારી ચેનલ વિશે વધુ માહિતી શેર કરી શકો છો. બિઝનેસ ઈન્કવાયરી માટે ઈમેલ આઈડી અપલોડ કરી શકો છો. વીડિયો અપલોડના વિકલ્પનો ઉપયોગ કરી ચેનલનો પ્રારંભ કરી શકો છો.

You cannot copy content of this page