Only Gujarat

International

અહીં માત્ર રૂપિયા 150 થાય છે દેહના સોદા, લોકડાઉનના કારણે સાવ આવી હાલતમાં આવી ગઈ સેક્સ વર્કરો

લોકડાઉનમાં અનેક લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. દરમિયાન જીસ્મના ધંધામાં ફસાયેલી યુવતીઓની હચમચાવી મૂકતી કહાની વાઈરલ થઈ છે. આ યુવતીનું નામ છે નોડી. નોડી માત્ર 14 વર્ષની હતી ત્યારે તેને વેશ્યાવૃતિના દલદલમાં ધકેલી દેવામાં આવી હતી. પરીણિત અને એક બાળકની માતા પોતાના પતિની શોધખોળ કરવા ઘરની બહાર નીકળી હતી જે પૂર્વ બાંગ્લાદેશનો એક નામચીન જુગારી હતો. એટલામાં એક ડ્રાઇવર તકનો લાભ લઇને બહારની દુનિયાની સૌથી મોટી સેક્સ વર્કર્સની બસ્તી દૌલતદિયા (બાંગ્લાદેશ)માં તેણીને વેંચી દીધી.

નોડીએ જણાવ્યું કે એ શખ્સે મને છેતરી અને હું તેની ઝાળમાં ફંસાઇ ગઇ. વેશ્યાવૃતિના ધંધામાં ગ્રાહક તેને તેના પહેલાના નામ નોડી સાથે જોડવા લાગ્યા. નોડીએ જણાવ્યું કે તેના પતિ અને ઘરવાળાએ એક વખત તેને શોધી પણ લીધો પરંતુ સેક્સ વર્કરના કલંક બાદ તેને કોઇ સાથે લઇ જવા તૈયાર ન થયો. અંદાજે 10 વર્ષ સુધી પોતાનું શરીર વેંચ્યા બાદ તેને આ નર્કમાંથી છૂટકારો મળ્યો જ્યારે તેને અન્ય જગ્યાએ વેંચી દેવામાં આવી. બાંગ્લાદેશમાં કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનના કારણે 25 વર્ષની નોડી આજે ભુખમરી સામે લડી રહી છે.

નોડીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે આજે અમે મોટા સંકટમાં છીએ. અમારી પાસે કોઇ કામ નથી. બાંગ્લાદેશમાં માર્ચના અંતમાં લોકડાઉન લાગુ થયું હતું. જોન હોપકિંસ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે આજે દેશમાં કોરોનાના 36,000થી વધુ કેસ સામે આવ્યા જેમાંથી 500થી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

લોકડાઉનના કારણે અહીં વેપાર અને પરિવહન સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા છે. સરકારે પણ તમામ વેશ્યાલય બંધ કરી દીધા છે અને હવે અહીં ગ્રાહકોને જવાની મંજુરી નથી. વેશ્યાવૃતિને અહીં વર્ષ 2000માં લીગલ રાઇટ મળ્યું હતું. પરંતુ લોકો આજે પણ તેને ખરાબ નજરથી જ જુએ છે.અમારું વેશ્યાલય પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશી ચેરિટી મુક્તિ મહિલા સમિતીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર મોરિજીના બેગમે જણાવ્યું કે બહારથી આવતા કોઇપણ ગ્રાહકને અહીં જવાની મંજુરી નથી. હવે સેક્સ વર્કરની પાસે કમાણીનું કોઇ સાધન નથી.

એક સમયે પોતે પણ સેક્સ વર્કર રહેલી બેગમે જણાવ્યું કે સરકાર, પોલીસ, લોકલ એનજીઓ સહિત તેમનું સંગઠન આવી મહિલાઓ સુધી દરેક સંભવ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે વેશ્યાલયોમાં રહેતી અનેક મહિલાઓએ સીએનએનના હવાલેથી કહ્યું કે તેમને પુરતી મદદ નથી મળી રહી. 12 એકરની આ જગ્યા પર આજે અંદાજે 1500 મહિલાઓ ફંસાયેલી છે. જે ઝૂપડપટ્ટી, સાંકડી શેરી, નાની દુકાનો અને ખુલ્લી ગટરમાં ઘેરાયેલી છે. આ જગ્યાએ દિવસ-રાત બદબુ આવતી રહે છે.

તેમાંથી અનેક ગર્ભવતી મહિલાઓએ વેશ્યાલયમાં જ નવજાત બાળકને જન્મ આપ્યા છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે અહીં રહેતા અંદાજે 500 બાળકોમાંથી અંદાજે 300 બાળકો 6 વર્ષથી નાની વયના છે. નોડીએ જણાવ્યું કે અમારી પાસે ખાવાનો સામાન નથી. જો આવું લાંબા સમય સુધી ચાલતુ રહ્યું તો અમારા બાળકો ભૂખ્યા મરી જશે. અમે દુઆ કરીએ છીએ કે વાયરસ ઝડપથી માણસની દુનિયામાંથી જતો રહે.

કેટલીક મહિલાએ પોતાના બાળકોને અહીંથી દૂર કોઇ સંબંધીની પાસે અથવા ચેરિટી શેલ્ટરમાં મોકલી દીધા છે. કારણ કે તેઓ નથી ઇચ્છતી કે તેમના બાળકો આવું જીવન જીવે. નોડીએ જણાવ્યું કે તેનો 11 વર્ષનો પુત્ર છે જેની સાથે તેની આજ સુધી વાત થઇ નથી.

નોડીનો પુત્ર હવે તેના સાસરિયાવાળા સાથે ઢાકામાં રહે છે. નોડીએ જણાવ્યું કે તે ઇચ્છે છે કે તેનો પુત્ર તેનાથી દૂર રહે અને એક સારો માણસ બને. ઉલ્લેખનીય છે કે દૌલતદિયામાં અંદાજે 1500 મહિલાઓ રહે છે. જે દેહવ્યાપારથી માત્ર 150 રૂપિયાના હિસાબે કમાણી કરે છે. અગાઉ અહીં રોજના ત્રણ હજારથી વધુ લોકો આવતા હતા.

You cannot copy content of this page