Only Gujarat

FEATURED International

લગ્ન કર્યા બાદ પણ નથી માણતા સેક્સ, પતિ-પત્ની રહે છે એકબીજાથી દૂર

જાપાન દુનિયાના એ ચુનંદા દેશોમાંથી છે જ્યાં લોકો મોટી સંખ્યામાં આજીવન સિંગલ જ રહે છે. બીજી તરફ જાપાનમાં લગ્ન કર્યા બાદ પણ લોકો સેક્સથી અંતર રાખી રહ્યા છે. આ કારણે જાપાનમાં બાળકોના જન્મ દરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

ન્યૂઝ એજન્સી ડીપીએની રિપોર્ટ પ્રમાણે, જાપાનમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જે જીવનભર સિંગલ રહેવા માંગે છે. આ કારણે જાપાનની આબાદીમાં વૃદ્ધ થતા લોકોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિ ચિંતાજનક છે અને તેનાથી દેશમાં મોટા સંકટની જેમ જોવામાં આવી રહ્યું છે. જેનાથી દેશની ઈકોનૉમી પર ખરાબ અસર પડી રહી છે.

મેરિકો નામની મહિલાએ જણાવ્યું કે તે પોતાની એક દોસ્તને લઈને ચિંતિત છે. કારણ કે તેની દોસ્ત બાળક ઈચ્છે છે. પરંતુ તેનો પતિ સેક્સ નથી કરવા માંગતો. મેરિકો પોતે પતિ અને બાળકો ઈચ્છે છે, પરંતુ પાર્ટરની શોધ પુરી નથી થઈ રહી.

ચુઓ યુનિવર્સિટીના પ્રોફેસર મસાહિરો યામાડા કહે છે કે સંભવતઃ જાપાનના 25 ટકા યુવાનો સિંગલ જ રહેશે અને આખી લાઈફ લગ્ન નહીં કરે. રિપોર્ટના પ્રમાણે, જાપાનમાં છેલ્લા ત્રણ દાયકામાં સિંગલ લોકોની વસતી ઘણી વધી ગઈ છે.

જાપાનમાં એવી પણ પરંપરા રહી છે કે મહિલાઓ ઘરનું કામ સંભાળે અને પુરુષો કમાણી કરે. પરંતુ દેશની ઈકોનૉમી સારી ન હોવાના કારણે મહિલાઓને સારું કમાતા પાર્ટનર નથી મળતા. તો, દેશમાં કેટલાક લોકો એટલે પણ સિંગલ રહે છે કારણ કે વધુ કામના કારણે તેમની પાસે ખાલી સમય નથી.

2015માં એ પણ ખબર પડી હતી કે 1992ના મુકાબલે, દેશમાં 18 થી 39 વર્ષના યુવાનોમાં, સિંગલ મહિલાઓની સંખ્યા 22 લાખથી વધુ થઈ ગઈ છે અને સિંગલ પુરુષોની સંખ્યા 17 લાખથી વધી ગઈ છે. જણાવી દઈએ કે હાલમાં જાપાનની કુલ આબાદી સાડા બાર કરોડ છે.

પાંચ વર્ષ પહેલા એક સ્ટડીમાં એ પણ ખબર પડી હતી કે જાપાનની દરેક ચાર મહિલાઓમાંથી એક અને ત્રણ પુરુષોમાંથી એક પુરુષ 30 વર્ષથી વધુ ઉંમરના હોવા છતા સિંગલ છે. જેમાંથી અડધા લોકોને સંબંધોમાં રુચિ નથી. જાપાની મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, દેશમાં વર્જિન લોકોની સંખ્યા પણ વધી છે.

You cannot copy content of this page