Only Gujarat

Bollywood FEATURED

ફિલ્મોની દુનિયાથી દુર રહીને હાલ 2 બાળકોને સાચવે છે સલમાન ખાનની આ ‘ખાસ’ એક્ટ્રેસ

મુંબઈઃ 23 વર્ષ પહેલાં સલમાન ખાનની ફિલ્મ ‘જુડવા’ (1997)થી ફેમસ થયેલી એક્ટ્રસ રંભા 44 વર્ષની થઈ ગઈ છે. 5 જૂન, 1976માં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં જન્મેલી રંભાનું સાચુ નામ વિજયલક્ષ્મી છે. તેમણે 1992માં આવેલી તેલુગુ ફિલ્મ ‘આ ઓકટ્ટી અડક્કુ’થી ડેબ્યુ કર્યું હતું. 17 બોલિવૂડ અને 100થી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રંભા અત્યારે ગ્લેમરની દુનીયાથી દૂર તેના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

રંભા છેલ્લીવાર 10 વર્ષ પહેલાં વર્ષ 2010માં આવેલી તમિલ ફિલ્મ ‘પેન સિંગમ’માં જોવા મળી હતી. આ પછી તેમની ફિલ્મ દુનિયા છોડી તેમણે 8, એપ્રિલે કેનેડા બેસ્ડ બિઝનેસમેન ઇન્દ્રાણ પદ્મનાથન સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ રંભા કેનેડામાં શિફ્ટ થઈ ગઈ હતી.

રંભાએ જાન્યુઆરી, 2011માં તેમને મોટી દીકરી લાન્યાને જન્મ આપ્યો હતો. આ પછી માર્ચ 2015માં તેમની નાની દીકરી સાશાને જન્મ આપ્યો હતો. 23 સપ્ટેમ્બર, 2018એ રંભાએ તેમના ત્રીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો હતો.

2008માં રંભાએ સુસાઈડ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, ખરેખર તો રંભાને બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના પછી તે વાત મીડિયામાં સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, રંભાએ આ ઘટના પર પોતે નિવેદન કર્યું હતું.

રંભાએ જણાવ્યા મુજબ, તેમણે ક્યારેય સુસાઇડ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. મીડિયાને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં રંભાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં લક્ષ્મી પૂજા હતી અને તેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. બીજા દિવસે શૂટિંગ પર જવાનું હતું અને તે થોડો નાસ્તો કરી શૂટિંગ પર જતી રહી હતી. શૂટિંગ દરમિયાન તે બેભાન થઈ ગઈ અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

રંભાનું નામ તે એક્ટ્ર્સમાં સામેલ છે, જેમાં તેમને ઓછી ઉંમરમાં ડેબ્યુ કર્યું. તે જ્યારે 16 વર્ષની હતી, ત્યારે મલયાલી ફિલ્મ ‘સરગમ’થી તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. તેમણે 1995માં ફિલ્મ ‘જલ્લાદ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

આ પછી રંભઆએ ‘દાનવીર’, ‘જંગ’, ‘કહેર’, ‘જુડવા’, ‘સજના’, ‘ઘરવાલી બહારવાલી’, ‘બંધન’, ‘મૈં તેરે પ્યાર મેં પાગલ’, ‘બેટી નંબર વન’, ‘દિલ હી દિલ મેં’, ‘પ્યાર દિવાના હોતા હૈ’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

રંભાએ સલમાન ખાન ઉપરાંત રજનીકાંત, ગોવિંદા, અક્ષય કુમાર, અજય દેવગન, મિથુન ચક્રવર્તી જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી રંભા ફિલ્મથી દૂર છે. રંભાએ 2017માં ‘કિંગ્સ ઓફ કોમેડી જૂનિયર’ ટીની શોમાં કામ કર્યું હતું.

You cannot copy content of this page