Only Gujarat

FEATURED International

પહેલી વાર આંખો પર નહીં થાય વિશ્વાસ, આ તળાવમાંથી બહાર આવ્યું એક ગામડું!

રોમ: ઈટાલીનું એક ગામ અંદાજે 26 વર્ષ બાદ તળાવમાંથી બહાર આવ્યું છે. હવે ઈટાલીની સરકારને આશા છે કે વર્ષના અંતે કે આગામી વર્ષના પ્રારંભે આ ઐતિહાસિક ગામને જોવા પ્રવાસીઓ આવી શકશે. આ ગામ છેલ્લા 73 વર્ષથી એક તળાવમાં ડૂબેલું હતું. અમુક લોકો કહે છે કે આ ગામમાં ભૂત રહેતા હતા. તેથી અહીં તળાવ બનાવી ગામને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યું હતું.

આ ગામનું નામ ફેબ્રિશ ડી કૈરીન (Fabbriche di Careggine) છે. આ ગામ 1947થી વાગલી તળાવમાં ડુબેલું હતું. 73 વર્ષથી પાણીમાં રહેલું આ ગામ માત્ર ચાર વાર જ જોવા મળ્યું છે. 1958, 1974, 1983 અને 1994. ત્યારે લોકો ફરવા આવ્યા હતા.

હવે 26 વર્ષ બાદ ફરી તળાવમાં પાણી ઓછું થઈ રહ્યું છે ત્યારે આ ગામ બહાર જોવા મળ્યું. ફેબ્રિશ ડી કૈરીન વિશે કહેવામાં આવે છે કે, આ ગામ 13મી સદીમાં વસ્યું હતું. આ ગામમાં લોખંડનું ઉત્પાદન થતું હતું. અહીં ઘણા લુહાર રહેતા હતા.

ઈટાલીના લુકા પ્રાંતના ટસકૈની શહેરમાં સ્થિત આ ગામ જોવાની તક હવે 26 વર્ષ બાદ મળી રહી છે. જ્યારે બાગલી તળાવ ખાલી થઈ જશે. આ ગામ હંમેશા 34 મિલિયન ક્યૂબિક મીટર પાણીમાં રહે છે. 1947માં આ ગામ ઉપર એક ડેમ બનાવવામાં આવ્યો હતો.

એવું કહેવાય છે કે, ગામમાં બુરી આત્માઓનો સાયો હોવાના કારણે તેને પાણીમાં દફન કરી દેવામાં આવ્યું હતું. હવે ડેમ ચલાવતી કંપનીએ કહ્યું કે, ‘અમે ધીમે-ધીમે તળાવનું પાણી ખાલી કરી રહ્યાં છીએ. જેથી થોડી સાફ-સફાઈ કરી શકીએ. આગામી વર્ષ સુધી આ કામ પુરું થઈ જશે.’

1947માં જ્યારે અહીં હાઈડ્રોઈલેક્ટ્રિક ડેમ બનાવવામાં આવ્યું ત્યારે અહીં રહેતા લોકોને નજીકના વાગલી ડી સોટોમાં વસાવવામાં આવ્યા હતા.

ફેબ્રિશ ડી કૈરીન ગામ જ્યારે બહાર આવશે ત્યારે લોકો તેમાં 13મી સદીના ઘરોને જોઈ શકશે. જે પથ્થરોથી બનેલા હતા. આ ગામમાં આજે પણ ચર્ચ, કબ્રસ્તાન અને પથ્થરોથી બનેલા ઘર પણ જોવા મળે છે.

વાગલી ડી સોટોના પૂર્વ મેયરે કહ્યું કે, ‘જેવું પાણી ઓછું થશે, લોકો તેને જોવા આવવા લાગશે. તળાવના ખાલી થવા પર આ ગામની અંદર ફરવા માટે લોકો આવતા હોય છે.’

ઈનેલ કંપનીએ કહ્યું કે, તેઓ તળાવ ખાલી કરી અમુક દિવસ માટે ગામની ફરી ખોલશે, જેથી આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધે. આ ઉપરાંત તળાવની સાફ-સફાઈ થઈ શકે તથા જુના ડેમનું રિપેરિંગ કામ પણ કરવામાં આવે.

You cannot copy content of this page