Only Gujarat

FEATURED National

આ લેડી ઈન્સ્પેક્ટરે જે કર્યું તે ભલભલા પુરુષો પણ નથી કરી શકતા, દેશ માટે કર્યું આ કામ

તિરુનેલવેલી: તમિલનાડુની એક લેડી ઈન્સ્પેક્ટરે દેશભક્તિની એક અનોખી મિસાલ કાયમ કરી છે, જેને આજે સૌ સેલ્યૂટ કરી રહ્યા છે. તેમણે સાબિત કરી દીધું કે તેમના માટે ફરજથી વધીને કાંઈ જ નથી. સ્વતંત્રતા દિવસ પર પરેડને લીડ કરી રહેલા ઈન્સ્પેક્ટર એન માહેશ્વરીના પિતાનું એક રાત પહેલા જ મોત થયું હતું. એ પછી પણ તેમણે પોતાને તૂટવા ન દીધા અને પહેલા દેશને પ્રાધાન્ય આપ્યું. જ્યારે તેઓ તિરંગાને સલામી આપી રહ્યા હતા, ત્યારે એવું નહોતું લાગી રહ્યું કે તેઓ દુ:ખમાં છે. તેમણે પોતાના ચહેરા પર દુ:ખના ભાવ ન આવવા દીધા.

જેવી સવાર પડી તે ઈન્સ્પેક્ટર માહેશ્વરી પોતાના દુ:ખને કિનારે રાખી સ્વતંત્રતા પર્વની પરેડને લીડ કરવા વીઓસી સ્ટેડિયમમાં આવી ગયા. એટલું જ નહીં તેમના પાછા ફરવા સુધી પિતાનો અંતિમ સંસ્કાર રોકી રાખવામાં આવ્યા હતા.. પરેડ ખતમ થતા જ તેઓ તરત પિતાને અંતિમ વિદાય આપવા ડિંગીગુલ રવાના થયા.

ઉલ્લેખનીય છે કે માહેશ્વરીના પિતા નારાયણસ્વામી (83) અનેક બીમારીઓથી પરેશાન હતા, લાંબા સમયથી બીમાર હતા. 14 ઑગસ્ટે ઈલાજ દરમિયાન અંતિમ શ્વાસ લીધા.

ઈન્સ્પેક્ટર માહેશ્વરીના પતિ બાલામુરુગન પણ તિરુનેલવેલી સિટી પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટમાં સામેલ છે. તેઓ કેટલાક દિવસ પહેલા જ કોરોના સામે જંગ જીતીને ડ્યૂટી પર પાછા આવ્યા છે, જેના કારણે માહેશ્વરીને બે અઠવાડિયા સુધી ક્વૉરન્ટીન રહેવું પડ્યું હતું.

પતિ-પત્ની બંને પોલીસમાં પોતાની સેવા આપી રહ્યા છે, જ્યાં માહેશ્વરી 12 કલાક ડ્યૂટી કરીને સાથે બાળકોનું ધ્યાન રાખે છે તો લોકો તેમના ફેન થઈ ગયા છે. તેમની તસવીર શેર કરીને વખાણ પણ કરી રહ્યા છે.

You cannot copy content of this page