Only Gujarat

FEATURED National

વિકાસ દુબે સંબંધીઓને ધમકી આપી રોકાયો હતો તેમના ઘરે, કેમ કર્યું આવું તે જાણી નવાઈ લાગશે

કાનપુર ગોળીકાંડનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો, પરંતુ તેનાથી સંબંધિત ખુલાસાઓ ચાલુ જ છે. ફરીદાબાદમાં રહેતા વિકાસ દુબેના સંબંધીએ જણાવ્યું છે કે તેણે ધમકી આપી હતી અને તેના ઘરે રોકાયો હતો. તેનો તેના સાથી અમર દુબે સાથે ઝઘડો પણ થયો હતો.

ઉલ્લેખનીયછે કે કાનપુરના બીકરુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યા કર્યા પછી વિકાસ દુબે નાસી છૂટ્યો હતો. ઉજ્જૈનમાં પકડાયો તે પહેલાં તે છેલ્લે ફરીદાબાદમાં જોવા મળ્યો હતો. તે ફરીદાબાદમાં તેના સગાના ઘરે રોકાયો હતો.

વિકાસ દુબેના સગાએ જણાવ્યું કે તે થોડા કલાકો રોકાયો હતો. વિકાસના સાથી પ્રભાત મિશ્રાની એક સંબંધીએ ધરપકડ કરાવી હતી. સંબંધીઓએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં મરતા પહેલા અમર દુબેનો વિકાસ સાથે ઝઘડો થયો હતો. તે વિકાસને છોડીને જતો રહ્યો હતો.

6 જૂલાઈએ પહોંચ્યો હતો સંબંધીનાં ઘરે
ફરીદાબાદમાં વિકાસને આશ્રય આપનારા પરિવારના જણાવ્યા અનુસાર, 6 જુલાઈના રોજ સવારે 9 વાગ્યે વિકાસ તેના સાથી અમર દુબે અને પ્રભાત સાથે ઘરમાં ઘૂસ્યો હતો. તેણે દરેકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીદાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી શ્રવણની પત્ની શરણ મિશ્રાના જણાવ્યા અનુસાર, 6 જુલાઈની બપોરે વિકાસ હોટલની શોધમાં ઘરની બહાર નીકળ્યો હતો, જ્યારે પ્રભાત અને અમર 6 જુલાઈની રાત્રે ઘરની બહાર નીકળ્યા હતા.

વિકાસ અને અમર વચ્ચે થયો ઝઘડો
શાંતિ મિશ્રાના કહેવા મુજબ, આ લોકોએ ઘરના તમામ મોબાઇલ પોતાની પાસે રાખ્યા હતા, જેથી અમે કોઈનો સંપર્ક ન કરી શકીએ. શાંતિએ જણાવ્યું હતું કે તેણે અમરને વિકાસ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા છે જેમાં તે વિકાસ સાથે લડતો હતો અને તેનું જીવન બરબાદ કરવા માટે તેની ઉપર દોષ લગાવી રહ્યો હતો.

વિકાસ સાથે ફોન પર વાત કર્યા પછી તે ઘરની બહાર નીકળી ગયો હતો. આ દરમ્યાન પ્રભાત ઘરેથી નિકળીને વિકાસ દુબે પાસે જતો રહ્યો હતો અને બીજા દિવસે તે ઘરે પાછો ફર્યો તો શાંતિ મિશ્રાની પુત્રવધુ જ ઘરે હતી. ત્યારે પોલિસ પણ તેમના ઘરે જ હતી.

સંબંધીએ કાર્યવાહી કરાઈ
શાંતિ મુજબ, તેમની વહુએ પ્રભાતનો પરિચય પોલિસને આપ્યો અને તેની ધરપકડ કરાવી હતી. અને પ્રભાતની સાથે પુછપરછ બાદ યુપી પોલિસ દ્વારા અમરનાં એન્કાઉન્ટનાં સમાચાર સામે આવ્યા હતા. શાંતિ મિશ્રા મુજબ, વિકાસ દુબેનું મોત નક્કી હતુ. કારણકે ખરાબ કામોનું પરિણામ ખરાબ જ હોય છે. શાંતિ મુજબ, તેમણે વિકાસનાં મોતનાં સમાચાર સાંભળ્યા બાદ ભગવાનને પ્રસાદ પણ ચડાવ્યો હતો.

You cannot copy content of this page