Only Gujarat

FEATURED National

દેહ વ્યાપાર કરતી યુવતીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ પછી શું થયું તે જાણી નવાઈ લાગશે

કોરોનાનો કહેર બંધ થવાને બદલે દિવસે ને દિવસે વધતો જ જઇ રહ્યો છે. રાજસ્થાનમાં કોરોનાને લઇને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સાત જેટલી યુવતીઓની અટકાયત કરી હતી. બાદમાં જ્યારે તમામ યુવતીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી એક યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ઉદેપુર ડીએસપી ચેતના ભાટીના નેતૃત્વમાં પોલીસની ટીમે દેહ વ્યાપારની સૂચના મળતા હોટેલ રામલખનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં 10 યુવક અને 7 યુવતીઓને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. આ યુવતીઓની જ્યારે કોરોના તપાસ કરવામાં આવી તો એક યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

જાણ થતા જ પોલીસ ઓફિસરોમાં હડકંપ મચી ગયો. બાદમાં તાત્કાલિક ડીએસપી ચેતના ભાટીના નેતૃત્વવાળી સમગ્ર ટીમને ક્વોરેન્ટાઇન રહેવાનો આદેશ આપવામાં આવ્યો. સાથે જ તમામ પોલીસકર્મીઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દેહ વ્યાપાર કરતી કોરોના પોઝિટિવ આવેલી યુવતી દિલ્હીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને બાદમાં તપાસ કર્યાબાદ જામીન પર છોડી મૂકવામાં આવી હતી.

જામીન પર છૂટ્યા બાદ યુવતી ગુમ થઇ ગઇ છે. પોલીસ હવે ફરીથી તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી યુવતીની કોઇ ભાળ મળી નથી. તો પોલીસ એ લોકોની શોધખોળ કરી રહી છે જે આ યુવતીઓને મળવા આવતા હતા અથવા તેના સંપર્કમાં આવ્યા હશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page