Only Gujarat

FEATURED National

બે પોલીસકર્મીની હત્યા મામલે પોલીસે બે યુવતીઓની કરી ધરપકડ ને ખુલી ગયું કેસનું રહસ્ય

ગોહાનામાં થોડા દિવસ પહેલા થયેલી બે પોલીસકર્મીઓની હત્યાના કેસમાં પોલીસે બે યુવતીઓની ધરપકડ કરી છે. આશા અને સુશીલા બુટાના ગામની રહેવાસી છે. બંનેએ અમિત નામના બદમાશને ફોન કરી મળવા બોલાવ્યો હતો. ત્યારે બંને કારમાં કઢંગી હાલતમાં મળી હતી ત્યારે બંને પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા. તેઓને ત્યાંથી જવાનું કહેતા આરોપીઓ તેમના પર ભડકી ઉઠ્યા અને પોલીસકર્મીઓની હત્યા કરી દીધી. આ મામલે અમિતનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું હતું. તો બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિતે ફોન કરી બંને યુવતીઓએ બોલાવ્યો હતો. અમિતે નશાની પડીકી યુવતીઓને આપી હતી જે તેણીએ પોતાના પરિવારજનોને ખવડાવી દીધી હતી જેથી બંને બહાર જઇ શકે.

અમિત અને સુશીલાની ફેબ્રુઆરીમાં મિત્રતા થઇ હતી. સુશાલી અને આશા બંને પડોશી છે. આશા 12મું ધારણ પાસ કરી પોલીસમાં ભરતી થવાની તૈયાર કરી રહી હતી. બુટાના પોલીસ ચોંકીમાંથી તપાસ માટે નીકળેલા એસપીઓ કપ્તાન સિંહ અને સિપાહી રવિન્દ્રની 29 જુને ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી.

સિપાહી રવિન્દ્રએ કાર અને આરોપીઓની તસવીરો પોતાના મોબાઇલમાં ખેંચી લીધી હતી જે જોઇને તેઓ રોષે ભરાયા હતા. હત્યા બાદ આરોપી સિપાહીનો મોબાઇલ પણ પોતાની સાથે લઇ ગયા હતા. આ મામલે પકડાયેલા આરોપી સંદીપે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અમિત સાથે જૂની મિત્રતા હતી. કાર સંદીપની હતી. તે જીંદના પેટ્રોલપંપ પાસે પહોંચ્યા જ્યાં બંને યુવતીઓ આવી હતી. તેની સાથે વિકાસ અને નીરજ પણ હતા જેઓ હાલ ફરાર છે. બંને યુવતીઓએ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે અમિત નશાની દવા આપતો હતો. યુવતીઓ આ દવા પોતાના પરિવારજનોને આપી દેતી હતી જેથી બંને બહાર ફરવા જઇ શકે. હત્યાના દિવસે આરોપી બંનેને રાતે અંદાજે સવા વાગ્યે ગામ છોડી જતા રહ્યાં હતા.

મરતા પહેલા રવિન્દ્રએ પોતાની હથેળી પર હુમલાખોરની ગાડીનો નંબર લખી લીધો હતો. આ પૂરાવાથી પોલીસ હુમલાખોર સુધી પહોંચી ગઇ. અમિતને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો. તો જીંદના બીબીપુરમાં રહેતા સંદીપને પકડી લેવામાં આવ્યો. આરોપી બરોદા ક્ષેત્રમાં સાર્વજનિક જગ્યા પર કારમાં બેસી દારૂ પી રહ્યાં હતા. જ્યારે પોલીસકર્મી એસપીઓ કપ્તાન સિંહ અને કોન્સ્ટેબલ રવિન્દ્રએ તેઓને રોક્યા તો આરોપીઓએ ચાકુથી બંને પર હુમલો કરી દીધી. જો કે આરોપીઓએ નંબર પ્લેટ પણ બદલી લીધી હતી.

આરોપીઓએ બેરહેમીથી એસપીઓ કપ્તાન સિંહની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. તે પોતાની ડ્યુટી દરમિયાન શહીદ થઇ ગયા.

શહીદ પોલીસ જવાન તપાસ કરતાં કરતાં ઘટનાસ્થળે પહોંચ્યા જ્યાં આરોપીઓ કારમાં બેસી દારૂ પી રહ્યાં હતા. પોલીસકર્મીઓએ ફરજના ભાગ રૂપે આરોપીઓને ટોક્યા હતા પરંતુ નશામાં ધૂત આરોપીઓ ઉગ્ર બની ગયા. આ તસવીર કોન્સ્ટેબલ રવિન્દ્રની છે.

આ ડબલ મર્ડર બુટાના પોલીસ ચોંકીથી 800 મીટર દૂર થયું હતું. આરોપીઓએ એસપીઓ કપ્તાનની છાતી, ડોક અને માથા પર ચાકુથી વાર કર્યા હતા. તો કોન્સ્ટેબલ રવિન્દ્રની ડોક તથા માથા પર વાર કર્યા હતા.

એસપી જશ્નદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે આરોપીઓને પકડવા 8 ટીમ બનાવી હતી. દરોડા દરમિયાન પોલીસ જીંદના રોહતક રોડ પર પહોંચી હતી. ત્યાં એક બદમાશ અમિતને ઠાર માર્યો હતો. તો સંદીપને દબોચી લેવામાં આવ્યો. આ અથડામણ દરમિયાન 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page