Only Gujarat

National

ભારતની દીકરીને લોકડાઉનમાં મળી 42.50 લાખના પગારની ઓફર, કરશે આ કામ

કુલ્લૂઃ હિમાચલ પ્રદેશના કુલ્લૂ જીલ્લાની સંધ્યાને અમેરિકન કંપનીમાં 42.50 લાખનું વાર્ષિક પેકેજ મળ્યું છે. કુલ્લૂના જીયાનીમાં રહેતી 22 વર્ષીય સંધ્યા ઢીંગરાને જાણીને પરિવારમાં ખુશીનો માહોલ છે. સંધ્યાને અમેરિકાની એડોબ કંપનીએ નોકરી આપી છે. સંધ્યાએ 17 ઓગસ્ટે ઓનલાઈન નોકરી જોઈન કરી હતી અને નોઈડામાં અમેરિકન કંપનીને સેવા આપશે.

22 વર્ષીય સંધ્યા ઢીંગરાને મેમ્બર ઓફ ટેક્નિકલ સ્ટાફ પર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેણે જુલાઈમાં એનઆઈટી હમીરપુરથી પોતાની બીટેક કોમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી મેળવી હતી. હાલ કોરોના વાઈરસના સંક્રમણના જોખમને જોતા સંધ્યા ઘરેથી જ કામ કરશે, પરંતુ તે હવે નોયડામાં કંપની માટે કામ કરશે.

સંધ્યાએ 10 અને 12માં ધોરણનો અભ્યાસ સુંદરનગરની મહાવીર સ્કૂલથી કર્યો છે. તે પછી સંધ્યાએ એનઆઈટી હમીરપુરમાં એડમિશન મેળવ્યું અને ત્યાંથી કોમ્પ્યૂટર સાન્યસમાં બીટેક કર્યું. ડિગ્રી દરમિયાન ફેબ્રુઆરીમાં એનઆઈટી હમીરપુરમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ યોજાયા હતા. જે પછી જુલાઈમાં કંપની તરફથી જોઈનિંગ લેટર મળ્યું છે તથા તે ઘરેથી પોતાની સેવાઓ આપી રહી છે.

 

You cannot copy content of this page