Only Gujarat

National

ઘરે બેઠાં ATM મશીન ખુદ આપી જશે પૈસા, ગ્રાહકોએ કરવાનું રહેશે માત્ર આટલું

ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેમના ગ્રાહકની સુવિધામાં વધારો કરતા નવી એક સેવાને શરૂ કરી છે. આ સેવા મેળવવા માટે આપે માત્ર એક વોટ્સ એપ મેસેજ કરવો પડશે. આ એક મેસેજથી આપ એટીએમ મશીનને ઘરે બોલાવી શકો છો. SBIની આ નવી સુવિધાની શરૂઆત લખનઉથી કરી છે.

ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હવે તેના મોબાઇલ એટીએમને ઘર-ઘર લઇ જવાનો નિર્ણય કર્યો છે. જેથી તેમના ગ્રાહકને પૈસા વિથડ્રો માટે એટીએમ સુધી ન જવું પડે. ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને જણાવ્યું છે કે, આપ માત્ર અમને એક વ્હોટસઅપ મેસેજ કરી દો અને અમે એટીએમ મશીન આપના ઘરની સામે લઇને આવીશું.

ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેમને ગ્રાહકોને આ નવી સુવિધા વિશે જાણકારી આપતા જણાવ્યું કે, આપ મેસેજ અથવા તો કોલ કરીને પણ આ સુવિધાનો લાભ લઇ શકો છો. SBI મિનિમમ બેલેન્સ અને SMSનો ચાર્જે ગ્રાહકો પાસેથી નહીં લે, બેન્કે હવે આ શુલ્ક માફ કરી દેવાન નિર્ણય કર્યો છે. SBI ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.

SBIની ટ્વિટ
SBIની ઓફિશ્યલ ટ્વીટર પર બેન્કના ચીફ જનરલ મેનેજર અજય ખન્નાએ ટ્વીટ કરતા લખ્યું છે, કે, સ્વંતત્ર પર્વના અવસરે SBI એટીએમની સેવા આપના ઘરના દ્રાર સુધીપહોંચાડી રહી છે. આ નવી સુવિધાની શરૂઆત લખનઉથી થઇ રહી છે. માત્ર એક વ્હોટસ અપ મેસેજ કરીને આપ આ સુવિધાનો લાભ લઇ શકો છો. ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 44 કરોડથી પણ વધુ સેવિગ્સ ખાતાધારકોને આ સુવિધાનો લાભ મળશે.

You cannot copy content of this page