Only Gujarat

FEATURED National

દિલ્હીના જામિયામાં ફાયરિંગ, લોકો બૂમો પાડતા રહ્યા, તેણે ‘ભારત જિંદાબાદ’ના નાર સાથે ચલાવી ગોળી

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન એક શખ્સે ગોળી ચલાવી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ ફાયરિંગમાં એક પ્રદર્શનકારીને ઈજા થઈ હતી. પોલીસે ગોળી ચલાવનાર યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાના પછી સુરક્ષાને ધ્યાનમાં લઈને ત્રણ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.

યુવકે પોલીસ કર્મચારીઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સામે લાંબા સમય સુધી હવામાં હથિયાર (દેશી બંદૂક) લહેરાવી હતી અને હવામાં ફાયરિંગ કર્યું હતું. તેણે ગોળી ચલાવતી વખતે ‘આ લો આઝાદી’ના નારા પણ લગાવ્યા હતા.

ફાયરિંગ કરનાર આરોપી ગ્રેટર નોઈડાના જેવર વિસ્તારનો રહેવાશી છે. તેનું નામ ભગત ગોપાલ છે. તેણે રામભક્ત ગોપાલ નામથી બનેલી ફેસબૂક પ્રોફાઈલ પર ફાયરિંગ પહેલા ફેસબૂક લાઈવ પણ કર્યું હતું.

ઘટનાને નજરે જોનારા કહેવા મુજબ વિરોધ માર્ચ માટે દિલ્હી પોલીસે પરમીશન આપી નહોતી, એટલા માટે અમે વાત કરવા ગયા હતા. ત્યારે એક શખસ સામેની બાજુથી આવ્યો અને તેણે બંદૂક દેખાડવાનું શરૂ કરી દીધું. તે શખ્સ જોર જોરથી બોલી રહ્યો હતો…કોને જોઈએ છે આઝાદી…આ લો આઝાદી.

આ અંગે આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. ટ્વિટમાં લખ્યું, ‘‘ભાજપ હારના ડરથી દિલ્હીની ચૂંટણી સ્થગિત કરવા માંગે છે. એટલા માટે તેના નેતા ભડકાઉ ભાષણ આપીને દિલ્હીનો માહોલ સતત ખરાબ કરી રહ્યા છે. આજે જામિયામાં થયેલો હુમલો પણ તેનો જ ભાગ છે.’’

You cannot copy content of this page